કાજુકતલી – નાના મોટા દરેકને પસંદ આવે એવી આ મીઠાઈ હવે ઘરે જ બાનવો…

કેમ છો ફ્રેન્ડસ..કાજુ તો નાના થી મોટા સુધીના બધાંના મનભાવતા હોય છે. તેમાંય બધી સ્વીટ કરતા કાજુ કતલી બધાની ફેવરિટ હોય છે..

કાજુકતલી બનાવવામા તમને થોડોક સમય લાગે છે તેના માટે તમારે ચાસણી બનાવવી પડે છે અને ત્યારબાદ કાજૂ શેકવા પડે છે. કેટલાક લોકો કાજુ કતરી બજારમાથી ખરીદેને લાવે છે પરંતુ આ કેટલા દિવસની હોય છે તે આપણાને ખબર હોતી નથી. અને જેનાથી આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન થઇ શકે છે. પરંતુ આજે હું તમને અલગ રીતે કાજુ કતરી બનાવવાની એક રેસીપી લઇને આવી છું જેમા તમારે ગેસની પણ જરૂર પડશે નહી અને ચાસણી ની પણ જરૂર નહિ પડે આવી જ રીતે તમે કેસર વાપરીને કેસર ક્તલી પણ બનાવી શકો છો..

ચાલો જોઇએ કે કેવી રીતે બનાવાય ટેસ્ટી કાજુ કતલી.

“કાજુકતલી”

સામગ્રી –

  • ૧ વાટકી – કાજુ
  • અર્ધી વાટકી – પીસેલી ખાંડ
  • અર્ધી વાટકી – મિલ્ક પાઉડર
  • ૧ ચમચી – કન્ડેસ્લટ
  • ચપટી – ફૂડકલર ( ઓપ્શનલ)

રીત

સૌપ્રથમ મિક્સર જાર માં કાજુ અને મિલ્કપાઉડર પીસી લેવા.

હવે એક બાઉલ મા કાઢી તેમાં પીસેલી ખાંડ, અને દૂધ મા મિક્સ કરેલો ફુડકલર એક ચમચી અને એક ચમચી કન્ડેસ્લટ મિલ્ક મિક્સ કરવું.

હવે બધું મિક્સ કરી ડોવ તૈયાર કરી લેવો. હવે એક પાટલા ઉપર પ્લાસ્ટિક પાથરી તેના ઉપર ઘી લગાવી લોટ તૈયાર કરેલ છે તેને વણી લેવું.

હવે ચાકુ થી તેને કટ કરી લેવા ઉપરથી થોડી પીસેલી ખાંડ ભભરાવી જેથી ચોંટે નહિ.

હવે કાજુ કતલી તૈયાર થઈ ગઇ છે…તેને સર્વ કરીશું.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *