કાજુ કતરી – બાળકોથી લઈને ઘરના વડીલ દરેકને પસંદ આવશે આ ઘરે જ બનાવેલ કાજુ કતરી…

આજે આપણે બનાવીશું મીઠાઈ વાળા ની દુકાન જેવી કાજુ કતરી. આપણે દિવાળીમાં કાજુ કતરી તો માર્કેટમાંથી લાવતા હોય છે. અને માર્કેટની કાજુ કતરી ખૂબ જ મોંગી પડતી હોય છે. પરંતુ મીઠાઈ વાળા ની દુકાન જેવી જ ફકત પંદર જ મિનિટમાં ઘરે જ બનાવી શકો છો. અને ખૂબ જ સસ્તી પડે છે અને એકદમ મીઠાઈ વાળા ની દુકાન કરતા પણ સારી બને છે. તો તમે આ દિવાળી પર ટ્રાય કરજો. તેની સામગ્રી જોઈએ.

સામગ્રી

  • કાજુ
  • ખાંડ
  • મિલ્ક પાવડર
  • ઘી
  • ચાંદી ની વરખ

રીત-

1- સૌથી પહેલા આપણે અઢીસો ગ્રામ કાજુ લઈશું. રોસ્ટેડ કાજુ નથી લેવાના નોર્મલ જ લેવાના છે. ફ્રિજ ના ઠંડા પણ નઈ લેવાનું.

2- તમે ટુકડા કાજુ પણ લઈ શકો છો. અને ધ્યાન રાખવાનું કે અંદર એક પણ ખોરો દાણો ના હોવો જોઈએ. નહીં તો કાજુકતરી નો બધો ટેસ્ટ બગાડી નાખશે.

3- હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું.આપણે તેને પાવડર કરી લઈશું. કાજૂને ૨ બેચમાં પીસી લઈશું. અને આપણે તેનો પાવડર સરસ કરી લઈશું.

4- ક્રશ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે ચાલુ બંધ ચાલુ બંધ કરવાનું છે. નહીં તો તેમાંથી તેલ છૂટું પડવા માંડશે. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા કાજુનો પાવડર તૈયાર થઈ ગયો છે.

5- હવે આપણે એક ચારણીમાં ચારી લઈશું. ચારવા થી આપણને પાવડર જેવો એક સરખો થઈ જાય. અને ચારિયા પછી મોટા મોટા કાજુના ટુકડા અને કર કરું હસે તેને આપણે ફરી થી ક્રશ કરી લઈશું.

6- હવે આપણે તેને માપી લઈશું. આપણે અઢીસો ગ્રામ કાજુ લીધા છે પણ તેને કપ થી માપી લઈશું.

7- આપણો કાજુ પાવડર તૈયાર થઈ ગયો છે. આપણે તેમાં બે ચમચી મિલ્ક પાવડર નાખીશું. મિલ્ક પાવડર નાખવાથી એકદમ સોફ્ટ બને છે.

8- હવે આપણે મિલ્ક પાવડર અને કાજુ પાવડર માં મિક્સ કરી લઈશું.હવે આપણે ચાસણી બનાવી લઈશું.

9- હવે આપણે તેમાં પોણો કપ ખાંડ લઈશું. અને તેમાં આપણે અડધો કપ પાણી નાખીશું. ખાંડ ઓગળે ત્યાં સુધી સતત હલાવતા રહીશું.

10-જો તમને ગળ્યુ વધારે પસંદ હોય તો તમે વધારે લઈ શકો છો. હવે આપણી ખાંડ ઓગળી ગઈ છે તેને બેથી ત્રણ મિનિટ માટે ચાસણી ને ઠંડી થવા દઈશું.

11- આપણે ચાસણી દોઢ તારની કરવાની છે. એટલે ધ્યાન રાખવાનું છે કે ચાસણી જ્યારે ઉકળવા માંડશે ત્યારે મોટા મોટા બબ્લસ આવવા માંડશે. એટલે સમજી જવાનું કે ચાસણી તૈયાર થઈ ગઈ છે. જે તમે હવે વીડિયોમાં જોઈ શકો છો.

12- હવે આપણે ચાસણીને ચેક કરી લઈએ. ચાસણી નું એક ટપકું લઈ ને તેને ઠંડુ થવા દઈશું.અને પછી આંગળી વડે ચેક કરીશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે એક મોટો તાર થાય છે અને એક અડધો પણ થાય છે.

13- હવે આપણે બનાવેલો પાવડર નાખીશું.કાજુ પાવડર અને મિલ્ક પાવડર નાખીને તેને સતત હલાવતા રહેવું. અને મિશ્રણ જ્યાં સુધી પેન છોડવા ના માડે ત્યાં સુધી તેને મિક્સ કરી લઈશું.

14- આપણે ગેસ ધીમો જ રાખવાનો છે અને ધ્યાન રાખવાનું છે કે આપણે નોનસ્ટિક ની જ પેન લઈશું. જો બીજી પેન હસે તો તેમાં ચોંટશે.નોનસ્ટિક પેનમાં સરસ કાજુ કતરી સારી બની જશે.

15- જો તમને એવું લાગે કે તમારું મિશ્રણ ઢીલું છે તો તમે બે મિનિટ માટે તેને ધીમા તાપે કુક કરી લેવાનું.અને જ્યાં સુધી પેન છોડવા ના માડે ત્યાં સુધી સતત હલાવતા રહેવું.

16- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે મિશ્રણ છોડવા માંડ્યું છે. અને ઠંડુ થશે એટલે વધારે ઘટ્ટ થશે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું.

17- તમે કોઈ પ્લાસ્ટિક પર કે પ્લેટફોર્મ પર આ મિશ્રણને કાઢી લઈશું. ગરમ ગરમ તેને ઠારવા માટે પ્લાસ્ટિક સિલિકોન લઈ શકો છો.

18- હવે મિશ્રણ ગરમ છે તો ચમચીથી તેને થોડું ઠંડું કરી લેવાનું. તે એકદમ ગરમ હશે એટલે તમે હાથ થી નય કરી શકો. કાજુ કતરી સોફ્ટ પણ બને છે.

19- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકથી દોઢ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ લોટ જેવું થઈ ગયું છે.

20- હવે આપણે વેલણ પર થોડું ઘી લગાવી લઈશું.આપણે તેને એકદમ સરસ વણી લઈશું. વણતી વખતે પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે બધી બાજુથી સરખી કાજુ કતરી વણાવી જોઈએ.

21- કાજુ કતરી ને આપણે ચોરસ જ વણવાનું છે. જેથી વેસ્ટ ઓછું જાય. કાજુ કતરી ને થોડી જાડી રાખવાની છે બહુ પાતળી નથી કરવાની. 22-હવે આપણે કાજુકતરી ને ગાર્નિશ કરવા માટે ચાંદીની વરખ યુઝ કરીશું.તમારી પાસે હોય તો તમે યુઝ કરી શકો છો.

23- આખી કાજૂકતરી પર ચાંદીની વરખ લગાવી લઈશું. હવે આપણે તેને થોડી ઠંડી થવા દઈશું. પછી તેને કટ કરીશું.

24- હવે અડધો કલાક થઈ ગયો છે તો આપણી કાજકતરી ઠંડી થઈ ગઈ છે. તમને જે સાઈઝના પીસ જોઈએ તે સાઈઝ ના પાડી શકો છો.

25-હવે આપણે એકદમ કમ્પ્લેટ ઠંડુ થાય પછી પીસ ને છૂટા પાડી લઈશું.

26- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી કાજુકતરી તૈયાર થઈ ગઈ છે મીઠાઈ વાળા ની દુકાન જેવી અને ઘરે બનાવેલી એકદમ સરળ અને એકદમ સસ્તી પડે છે.

27-આપણે કોઈપણ તહેવારમાં અને ભગવાનને ભોગ ધરાવવા માટે તમે ઘરે જ બનાવી શકો છો.

28- તો તમે આ રેસિપી બનાવવાનો ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *