કાકડી નું શાક – ઉનાળામાં બહુ ઓછા લીલોતરી શાક મળતા હોય છે ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે…

કાકડી નું શાક

ઉનાળો શરૂ થતા જ શાકભાજી તો જાણે અદ્રશ્ય જ થઈ જશે . જો.કે ગરમી માં જે શાક મળે એ પણ ઋતુ ના હિસાબ થી ઓછા જ ભાવે છે. કહેવાય છે પાણી વાળા શાક ઉનાળા માં વધુ ખબ જોઈએ. દૂધી , તુંરિયા, ગલકા , કાકડી વગેરે.

આજે આપણે અહીં એવું જ ઝટપટ કાકડી નું શાક જોઈશું. મિનિટો માં બની જતું આ શાક સ્વાદિષ્ટ છે . કાકડી નું શાક આપ ગરમ રોટલી કે પરાઠા સાથે પીરસી શકો..

સામગ્રી :

    • • 5 નંગ કાકડી

• 1 વાડકો ચણા નો લોટ

• 4 ચમચી તેલ

• 1 ચમચી જીરું

• 2 સૂકા લાલ મરચા

• થોડા લિમડા ના પાન

• મીઠું

• 1/2 ચમચી હળદર

• 1 ચમચી લાલ મરચું

• 1 ચમચી ધાણાજીરું

• 1/2 ચમચી ગરમ મસાલો

• 1/2 ચમચી આમચૂર

રીત :

સૌ પ્રથમ આપણે કાકડી ને ધોઈ સાફ કરવી. છાલ ઉતારી એકસરખા ચોરસ કટકા કરો. કાકડી હંમેશા કૂણી પસંદ કરવી. બહુ મોટા બિયા હોય તો , કાઢી લેવા.. એક નાની કડાય માં ચણા નો લોટ ગરમ કરો. ચણા નો લોટ હમેંશા ધીમા તાપે જ શેકવો. હલકો ગુલાબી રંગ થાય ત્યાં સુધી શેકો. શેકતી વખતે લોટ ને હલાવતા રહેવું..

કડાય માં તેલ ગરમ કરો . ગરમ થાય એટલે એમાં જીરું અને લાલ સૂકા મરચાં ઉમેરો. જીરું બ્રાઉન થાય એટલે હિંગ ઉમેરો. તરત લીમડો અને સમારેલી કાકડી ઉમેરી. સરસ રીતે મિક્સ કરો ..

અહીં શાક માટે કાકડી ને બહુ પકવવા ની નથી , નહીં તો mashy થઈ જશે. હવે કાકડી માં મીઠું , ગરમ મસાલો , લાલ મરચું, હળદર , ધાણાજીરું , આમચૂર બધો જ મસાલો સરસ રીતે મિક્સ કરો.

હવે એમાં શેકેલો ચણા નો લોટ ઉમેરો . ધ્યાન થી મધ્યમ આંચ પર મિક્સ કરો. ચણા લોટ કાકડી પર સરસ રીતે ચડી જવો જોઈએ.. એકાદ મિનિટ માટે મધ્યમ આંચ પર પકાવો.

ગરમ ગરમ પીરસો..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *