કાળા તલનું કચરીયું – હવે બહારથી તૈયાર કચરીયું લાવવાની જરૂરત નહિ રહે, ખુબ ધ્યાનથી બનાવજો પરફેક્ટ બનશે..

કાળા તલનું કચરીયું એ શિયાળનું ખૂબજ જાણીતું વસાણું છે. તલની તાસિર ગરમ હોવાથી શિયાળામાં ખાવા માટે ખૂબજ ફાયદાકારક રહે છે. માર્કેટમાંથી કચરીયું બનાવવાની જગ્યાએ ઘરે બનાવવામાં આવે તો તે વધારે હેલ્ધી રહે છે, કારણકે આપણે અંદર ડ્રાયફ્રુટ્સ અને સૂંઠ-ગંઠોડા સહિત કેટલીક હેલ્ધી વસ્તુઓ પણ ઉમેરી શકાય છે. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.

સામગ્રી :

  • – 250 ગ્રામ કાળા તલ
  • – 200 ગ્રામ ગોળ
  • – 3 ચમચી તલનું તેલ
  • – એક ચમચી મગજતરીનાં બીજ
  • – 3-4 ટેબલસ્પૂન ડ્રાયફ્રૂટ્સની કતરણ ( optional)
  • – એક ચમચી દળેલી સૂંઠ
  • – એક ચમચી દળેલું ગંઠોડુ
  • – બે ટેબલસ્પૂન નારિયેળની છીણ

રીત :

સ્ટેપ :1

સૌપ્રથમ ગોળને ઝીણો કતરી લેવો. ગોળ દેશી હશે તો સ્વાદ પણ સારો અને કચરિયું પણ બહું ટેસ્ટી બનશે.

સ્ટેપ :2

ત્યારબાદ મિક્સર જારમાં તલ લઈને અધકચરા ક્રશ કરી લો. ત્યારબાદ અંદર જ ગોળ, સૂંઠ અને ગંઠોડુ અને થોડાં મગજ તરી ના બી નાખી ફરી એકવાર ક્રશ કરી લો. જેથી બધું જ બરાબર મિક્સ થઈ જશે.

સ્ટેપ :3

ત્યારબાદ અંદર બે ટેબલસ્પૂન તલનું તેલ નાખે અને ફરીવાર અડધી મિનિટ માટે મિક્સર ચાલું કરો. ત્યારબાદ આ બધી જ વસ્તુઓને એક બાઉલમાં લો અને ગોટ ગુંથતા હોય એ રીતે મસળી લો. અંદરથી સરસ તેલ છૂટું પડવા લાગે એટલે અંદર ડ્રાયફ્રૂટ્સની કતરણ, નારિયેળની છીણ અને મગતરીનાં બીજ નાખી બરાબર મિક્સ કરી લો. છેલ્લે વધેલું તલનું તેલ એડ કરો. જરૂર લાગે તો બીજું થોડું તલનું તેલ પણ નાખી શકાય છે. બધું જ ફરીથી એકવાર બરાબર મિક્સ કરી ડબ્બામાં ભરી લો.

સ્ટેપ :4

આ કચરીયું લાંબા સમય સુધી બગડશે નહીં. ફ્રિજમાં રાખ્યા વગર પણ તેને લગભગ એક મહિના સુધી આરામથી ખાઇ શકાય છે. તો જરૂર થી ટ્રાય કરજો …enjoy winter..


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *