નવરાત્રી સ્પેશિયલ પ્રસાદના ચણા – આ પ્રસાદ ધરાવ્યા વિના માતાજીની આરાધના રહેશે અધૂરી…

કેમ છો મિત્રો? નવરાત્રી ચાલી રહી છે અને આ વર્ષે કોરોનાએ કારણે બહાર ગરબા રમવા તો નથી જઈ શકતા પણ આપણે ઘરે રહીને માતાજીની આરાધના તો કરી જ શકીએ. દરરોજ આપણે માતાજીને અલગ અલગ પ્રસાદ બનાવીને ધરાવતા હોઈએ છીએ. નવરાત્રીમાં માતાજીને પ્રસન્ન કરવા માટે આપણે અનેક ઉપાય કરતા હોઈએ છીએ. પ્રસાદ એ એક એવી વસ્તુ છે જેનાથી આપણે માતાજીને ખુશ કરી શકીએ છીએ. આજે હું માતાજીને પ્રિય એવા કાળા ચણા એટલે કે દેશી ચણાનો પ્રસાદ બનાવવાની એક સરળ રેસિપી લાવી છું. તમને મારી આ રેસિપી કેવી લાગી એ મને જરૂર જણાવજો.

સામગ્રી

Advertisement
 • દેશી ચણા – 250 ગ્રામ
 • જીરું – અડધી ચમચી
 • હિંગ – એક ચપટી
 • આદુ – એક નાનો ટુકડો
 • લીલા મરચા – 4 થી 5 નંગ
 • લાલ મરચું – અડધી ચમચી
 • હળદર – અડધાની અડધી ચમચી
 • ગરમ મસાલો – અડધી ચમચી
 • ધાણાજીરું – દોઢ ચમચી
 • મીઠું – સ્વાદ મુજબ
 • કોપરાનું છીણ – બે મોટી ચમચી
 • દાડમના દાણા – એક નાની વાટકી (વધારે ઉમેરવા હોય તો ઉમેરી શકો.)
 • લીલા ધાણા – જરૂર મુજબ

1. સૌથી પહેલા આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મુકીશું.

2. તેલ ગરમ થાય એટલે આ તેલમાં આપણે જીરું ઉમેરીશું.

Advertisement

3. જીરૂને બરાબર તતડવા દેવાનું છે. હવે તેમાં આપણે ચપટી હિંગ ઉમેરી લઈશું.

4. હવે આ મિશ્રણમાં આદુ અને મરચાની કતરણ ઉમેરો.

Advertisement

5. મરચા અને આદુ બરાબર તતડે એટલે હવે તેમાં આપણે બાફેલા કાળા ચણા એટલે કે બાફેલા દેશી ચણા ઉમેરી લઈશું.

6. ચણાને તેલમાં ઉમેરીને બરાબર હલાવી લો.

Advertisement

7. હવે આ ચણામાં મસાલો કરી લઈશું. તેના માટે તેમાં લાલ મરચું, હળદર, ગરમ મસાલો અને ધાણાજીરું ઉમેરી લઈશું. પરફેક્ટ માપ માટે વિડિઓ ખાસ જુઓ.

8. હવે આ બધું બરાબર મિક્સ કરી લઈશું. તેલ વધારે લાગે તો ચિંતા કરવી નહિ એ ચણા બની જાય એટલે રેગ્યુલર માપે આવી જશે.
9. હવે આ ચણામાં સ્વાદ મુજબ મીઠું ઉમેરવું. બધું બરાબર હલાવી લો. મીઠું સ્વાદ મુજબ ઉમેરવું અને જો ચણા બાફીએ ત્યારે મીઠું ઉમેર્યું હોય તો આ સમયે મીઠું ઓછું ઉમેરવું.

Advertisement

10. હવે આ ચણામાં આપણે કોપરાનું છીણ ઉમેરીશું.

11. કોપરાનું છીણ ઉમેરીને બધું બરાબર હલાવી લો. કોપરાનું છીણ ઉમેરવાથી ચણામાં રહેલ વધારાનું તેલ શોષવાઈ પણ જશે અને પ્રસાદ એકદમ ટેસ્ટી બનશે.

Advertisement

12. હવે ચણામાં દાડમના દાણા ઉમેરી લઈશું.

13. દાડમના દાણા ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો.

Advertisement

14. હવે છેલ્લે તેમાં લીલા ધાણા ઉમેરીને બરાબર હલાવી લઈશું.

તો તૈયાર છે નવરાત્રીમાં માતાજીને ધરાવવા માટે પ્રસાદના ટેસ્ટી ચણા. તમને રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ રેસિપીનો વિડિઓ તમે અહીંયા પણ જોઈ શકો છો.

Advertisement

વિડિઓ રેસિપી :

Advertisement

રસોઈની રાણી : પદમા ઠક્કર

Youtube ચેનલ : જલારામ ફૂડ હબ

Advertisement

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *