કાલા ચના કરી – ખૂબજ મસાલેદાર અને સ્વાદીષ્ટ ચના કરી જે તમારા ઘરમાં બધાને પસંદ આવશે…

કાલા ચના કરી :

કાલા ચના કરી એ નોર્થ ઇંડીયન પોપ્યુલર કરી છે, નોર્થ ઇંડીયન વાનગીઓમાં કરી મુખ્ય છે. કરી એ એવી રેસીપી છે કે હંમેશા ઘરે અને કોઇ ને કોઇ ઉત્સવો કે પ્રસંગોની ઉજવણીના ભોજન માટે બનાવવામાં આવતી હોય છે. તેમ છતાં તેમાં અમુક લોકપ્રીય કરીઝ એવી હોય છે કે તે ખાસ પ્રસંગોએ બનાવવામાં આવે છે.

એમાંની એક આ કાળા ચણાની કરી છે. તે ખૂબજ મસાલેદાર અને સ્વાદીષ્ટ બને છે. તે પરોઠા, નાન, લેયર્ડ પરાઠા, પુરી, ભટુરા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે.

શાક કરતા થોડી જ વોટરી એવી આ કરી જીરા રાઇસ, મટર પુલાવ જેવા વિવિધ પ્રકારના રાઇસ સાથે પણ ટેસ્ટી લાગે છે.

કાળા ચણા કૂક થવામાં થોડા કડક રહેતા હોય છે તેથી તેને ઓવર નાઇટ હુંફાળા પાણીમાં પલાળવામાં આવે છે. પ્રેશર કૂક કરતી વખતે તેમાં થોડો બેકિંગ સોડા ઉમેરવામાં આવે છે અને 6-7 વ્હીસલ કરી પ્રેશરકૂક કરવામાં આવે છે, તેથી ચણા સરસ બફાઇને સોફ્ટ બની જાય છે.

કરીને ઘટ્ટ બનાવવા માટે સામન્ય રીતે થોડા ચણા મેશ કરી લેવામાં આવે છે અથવા તો થોડા બાફેલા બટેટા મેશ કરીને કરીમાં મિક્ષ કરીને કરી થીક બનાવવામાં આવે છે. પણ મેં અહીં થોડું કર્ડ લઈ તેમાં શેકેલા ચણાનો લોટ અને થોડા સ્પાયસીસ ઉમેરીને કરીને ઘટ્ટ અને વધારે સ્પાયસી બનાવવાનો પ્રયત્ન કર્યો છે, જે બધાને ચોક્કસથી પસંદ પડશે.

મારી આ કાલા ચના કરીની રેસિપિ ફોલો કરીને તમે પણ બનાવજો.

કાલા ચના કરી બનાવવા માટેની સામગ્રી :

  • ½ કપ કાળા ચણા
  • 1 મોટી ઓનિયન મોટી સમારેલી
  • 2 નંગ ટમેટા બારીક સમારેલા
  • 5-6 લસણ કળીઓ
  • ½ કર્ડ
  • 2 ટી સ્પુન ઓઇલ
  • 2 ટેબલ સ્પુન ચણાનો લોટ
  • ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ
  • ½ ટી સ્પુન હળદર પાવડર
  • 1 ટેબલ્સ સ્પુન ધાણા જીરુ પાવડર
  • સ્વાદ મુજબ સોલ્ટ
  • 1 ટેબલ સ્પુન આદુની પેસ્ટ
  • 1 ટેબલ સ્પુન મરચા – લસણની પેસ્ટ
  • 3 ટેબલ સ્પુન ઓઇલ – વઘાર માટે
  • ½ ટી સ્પુન આખુ જીરુ
  • 2-3 તજના પીસ
  • 3-4 લવિંગ
  • 1 તજ પત્તુ
  • 1 બાદિયાનનું ચક્ર
  • 2-3 આખા મરી
  • 1 લીલુ મરચુ બારીક સમારેલું
  • 7-6 પાન મીઠો લીમડો

ગ્રેવી માટેના મસાલા :

  • ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર
  • ½ ટી સ્પુન હળદર પાવડર
  • 1 ટેબલ સ્પુન ધાણાજીરુ પાવડર
  • સોલ્ટ જરુર મુજબ
  • ½ ટી સ્પુન સુગર
  • પાણી જરુરએ મુજબ – ગ્રેવીમાં ઉમેરવા માટે
  • ½ ટી સ્પુન ગરમ મસાલો
  • 2 ટેબલ સ્પુન કોથમરી

કાલા ચના કરી બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ કાળા ચના 2-3 વાર ધોઈ લ્યો. ત્યારબાદ તેમાં હુંફાળું ગરમ પાણી ઉમેરી તેને ઓવરનાઇટ ઢાંકીને પલાળી રાખો. કૂક કરતી વખતે પાણી કાઢી ફરીથી બે વાર પાણીથી ધોઈ લ્યો. ત્યારબાદ પ્રેશર કુકરમાં કૂક કરવા માટે પાણી ગરમ કરો. ત્યારબાદ તેમાં થોડું સોલ્ટ અને બેકિંગ સોડા ઉમેરી તેમાં કાળા ચણા ઉમેરી 6-7 વ્હીસલ કરી કૂક કરો. કુકર ઠરે ત્યાં સુધી ચણા તેમાં જ રહેવા દ્યો.

ત્યારબાદ ચાળણીમાં કાઢી પાણી નિતારી લ્યો.

*હવે એક બાઉલમાં કર્ડ લઇ તેમાં ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર, ½ ટી સ્પુન હળદર પાવડર, 1 ટેબલ સ્પુન ધાણા જીરુ પાવડર અને સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે તેને એક બાજુ રાખો.

ગ્રેવી બનાવવાની રીત :

ત્યારબાદ એક પેન લઈ તેમાં 3 ટેબલ સ્પુન ઓઇલ – વઘાર માટે મૂકી ગરમ મૂકો. બરાબર ગરમ થાય એટલે તેમાં ½ ટી સ્પુન આખુ જીરુ, 2-3 તજના પીસ, 3-4 લવિંગ, 1 તજ પત્તુ, 1 બાદિયાનનું ચક્ર અને આખા 2-3 આખા મરી ઉમેરી સાંતળો.

સંતળાઈ જાય એટલે તેમાં 1 મોટી ઓનિયન મોટી સમારેલી ઉમેરી મિક્ષ કરો. થોડી સંતળાય એટલે તેમાં મસાલા કરી લ્યો. તેમાં ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર, ½ ટી સ્પુન હળદર પાવડર, 1 ટેબલ સ્પુન ધાણાજીરુ પાવડર, સોલ્ટ જરુર મુજબ અને ½ ટી સ્પુન સુગર ઉમેરી મિક્ષ કરી લ્યો. 1 મિનિટ સાંતળો.

ત્યારબાદ તેમાં 2 નંગ ટમેટા બારીક સમારેલા અને 5-6 લસણ કળીઓ ઉમેરી મિક્ષ કરો.

તેમાંથી થોડું કુક થાય એટલે તેમાંથી બાદિયાન અને તજ પત્ત્તુ કાઢી લ્યો.

હવે ઓનિયન અને ટમેટા બરાબર કૂક થઈને મેશી થવા લાગે એટલે ફ્લૈમ બંધ કરી મિશ્રણ થોડું ઠંડું થવા દ્યો.

ત્યારબાદ મિશ્રણને ગ્રાઇંડ કરી લ્યો. એક બાજુ રાખો.

હવે એક પેન લઈ તેમાં 2 ટી સ્પુન જેટલું ઓઇલ ગરમ મૂકો. તેમાં1/2 ટી સ્પુન આખું જીરુ, 1 બારીક કાપેલું લીલા મરચા, 1 ટે સ્પુન આદુની પેસ્ટ, 1 ટે સ્પુન મરચા –લસણની પેસ્ટ, અને મીઠા લીમડાના પાન ઉમેરીને સાંતળો.

સંતળાઇ જાય એટલે તેમાં સૌ પ્રથમ મસાલાવાળું કર્ડ ઉમેરી વઘારો. હલાવી મિક્ષ કરી 1 મિનિત સાંતળો. ત્યારબાદ તેમાં ½ કપ પાણી ઉમેરી સાંતળો એટલે મસાલા બરાબર તેમાં ભળી જાય.

હવે તેમાંથી 2 મિનિટ સાંતળી તેમાં ગ્રાઇંડ કરેલી ડુંગળી ટમેટાની ગ્રેવી ઉમેરો. થોડું ઓઇલ છૂટું પડે એટલે તેમાં 1 કપ પાણી ઉમેરી હલાવીને બધું મિક્ષ કરો. 3-4 મિનિટ કૂક થયા ગ્રેવીની ઉપર ઓઇલ દેખાવા લાગે એટલે તેમાં ½ ટી સ્પુન ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરી ½ નિમિટ સાંતળો.

ત્યારબાદ તેમાં બાફેલા કાળા ચણા ઉમેરી મિક્ષ કરીને કાલા ચના કરી થોડી ઘટ્ટ થાય ત્યાંસુધી ઢાંકીને કૂક કરો. હવે તેમાં થોડી કોથમરી સ્પ્રિંકલ કરો. અને ફ્લૈમ બંધ કરો.

તો હવે ખૂબજ સ્પાયસી અને સ્વાદિષ્ટ એવી કાળા ચના કરી સર્વ કરવા માટે રેડી છે.

એક બાઉલમાં કાળા ચના કરી સર્વ કરી તેના પર બાદિયાન, તજ પત્તુ, ઓનિયન અને ટમેટાના નાના પીસ, લાલ મરચુ અને કોથમરીથી ગાર્નિશ કરો.
આ કરી લેયર્ડ પરાઠા, ભતુરા, રોટી, નાન તથા રાઇસ અને પુલાવ સાથે ખૂબજ ટેસ્ટી લાગશે.

તો તમે પણ આ કાલા ચના કરી ઘરે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો બધાને ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *