ખુબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર એવું કાંદા બટાકા નું કોરું શાક બનાવવાની સરળ રેસિપી.

રોજ શું સાક બનવું એવું થાય છે ??એકતો ઉનાળો હોય ને સાક બનવાનો પ્રશ્ન થાય છે ?? તો ચાલો આજે શીખી લઇએ .આપણા રોજિંદા જીવનમાં આપણે બટાકા અને ડુંગળીનો ઉપયોગ તો શાક બનાવવામાં કરીએ જ છીએ પરંતુ ભાગ્યે જ આ બંનેનું શાક બનાવતા હોઈશું, ખરું ને? તો આજે હું ખુબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર એવું કાંદા બટાકા નું કોરું શાક બનાવવાની રેસિપી શેર કરું છું. તો તમે પણ એકવાર ચોક્કસ બનાવજો, બધાને ખુબ પસંદ આવશે તો ચાલો બતાવી દઉં સ્ટેપ બાય સ્ટેપ રેસિપી

રીત :

  • – 2 નગ બટકું જીણું સમારેલું
  • – 3 નગ ડુંગળી જીણું સમારેલું
  • – 2 ચમચી તેલ
  • – 1/2 ચમચી રાય
  • – 1 ચમચી મરચું પાવડર
  • – 1/2 ચમચી હળદર પાવડર
  • – 1 ચમચી ધાણા પાવડર
  • – 1/2 ચમચી આમચૂર પાવડર
  • – કોથમીર

રીત :

સ્ટેપ :1

સૌ પ્રથમ કડાઈ માં તેલ લઇ .તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાય ઉમેરવી .

સ્ટેપ :2

રાય તતડે એટલે તેમાં જીના સમારેલા બટાકા ઉમેરવા .હવે બટાકા ને ધીમા ગેસ ઉપર ચડવા દેવા .ત્યારબાદ તેમાં મીઠું ,મરચું પાવડર અને હળદર ઉમેરવું ત્યારપછી કાંદા ઉમેરવા અને પછી બધૂ બરાબર મિકક્ષ કરી દેવું .

સ્ટેપ :3

મસાલા ઉમેરવા .અને છેલ્લે ધના પાવડર અને આમચૂર પાવડર ઉમેરવું અને બરાબર મિકક્ષ કરી .5 મિનિટ રહેવા દઈ .ગેસ બંધ કરી દેવો .ઉપરથી કોથમીર ઉમેરવી અને રોટલી સાથે સર્વ કરવું .


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *