કાંદા કેપ્સિકમનું શાક – જયારે કાંઈ નક્કી ના થાય કે શું બનાવવું ત્યારે બનાવી લો આ ટેસ્ટી મસાલેદાર શાક…

મિત્રો, આપણા રોજિંદા જીવનમાં આપણે કેપ્સિકમ અને ડુંગળીનો ઉપયોગ તો શાક બનાવવામાં કરીએ જ છીએ પરંતુ ભાગ્યે જ આ બંનેનું શાક બનાવતા હોઈશું, ખરું ને? તો આજે હું ખુબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર એવું કાંદા કેપ્સિકમનું શાક બનાવવાની રેસિપી શેર કરું છું. તો તમે પણ એકવાર ચોક્કસ બનાવજો, બધાને ખુબ પસંદ આવશે તો ચાલો બતાવી દઉં સ્ટેપ બાય સ્ટેપ રેસિપી

સામગ્રી :

Ø 1 મીડીયમ સાઈઝનું કેપ્સિકમ

Ø 3 મીડીયમ સાઈઝના કાંદા

Ø 2 મીડીયમ સાઈઝના ટામેટાં

Ø 1 ટેબલ સ્પૂન આદુ મરચા લસણની પેસ્ટ

Ø 1/3 કપ બેસન

Ø 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું

Ø 1/2 ટેબલ સ્પૂન કિચન કિંગ મસાલો

Ø 1/2 ટેબલ સ્પૂન ધાણાજીરું

Ø 1/2 કપ બારીક સમારેલા ટમેટા

Ø ચપટી જીરું

Ø ચપટી હળદર

Ø 1 સૂકું લાલ મરચું

Ø તમાલપત્ર

Ø સ્વાદપ્રમાણે મીઠું

Ø 3 ટેબલ સ્પૂન તેલ

Ø 1/2 ટેબલ સ્પૂન લીંબુ નો રસ

તૈયારી :

v કેપ્સીકમને મોટા પીસીસમાં કટ કરી લો.

v 1 કાંદાને મોટા પીસીસમાં તેમજ બાકીના 2 કાંદાને ઝીણા સમારી લો.

રીત :

1) સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરી કેપ્સિકમ હળવા એવા શેલો ફ્રાય કરી લો.

2) કેપ્સિકમ બહાર લઈ સેઈમ રીતે કાંદાના મોટા પીસીસને પણ શેલો ફ્રાય કરી લો.

3) કેપ્સિકમ તેમજ કાંદા ફ્રાય કરી એજ તેલમાં ચપટી જીરું ઉમેરો.જીરું બ્રાઉનિશ થતા જ તેમાં સૂકું લાલ મરચું અને તમાલપત્ર નાંખો.

4) ત્યારપછી તેમાં ઝીણા સમારેલા કાંદા ઉમેરો અને સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દો. કાંદાને થોડીવાર માટે ચડવા દો.

5) કાંદા ટ્રાન્સ્પરેન્ટ થાય એટલે તેમાં બેસન ઉમેરી દો. બેસનને કાંદા સાથે જ ઉમેરવાનો છે જેથી બેસન તેલમાં બરાબર ચડી જાય અને બેસનમાં કચાચ ના રહે. સતત ચલાવતા રહી કાંદા બેસનને ચડવા દેવો તેમજ જરૂરિયાત મુજબ સ્ટવની આંચ વધુ-ઓછી કરતી રહેવી. બેસન કડાઈમાં બેસી ના જાય તેનું ધ્યાન રાખવું.

6) બેસનમાંથી સુગંધ આવવાની શરુ થાય એટલે આદુ લસણ તેમજ મરચાની પેસ્ટ ઉમેરી મિક્સ કરી લો.

7) બરાબર મિક્સ કરી ટમેટા ઉમેરી દો.ફરી મિક્સ કરી લો તેમજ ઢાંકણ ઢાંકી થોડીવાર માટે ચડવા દો જેથી ટમેટા સોફ્ટ પડી જાય. વચ્ચે વચ્ચે ચલાવતા રહેવું જેથી તળિયે બેસી ન જાય.

8) ગ્રૅવીમાથી તેલ છૂટું પડે એટલે તેમાં પાણી ઉમેરી દો. પાણીના ઓપ્શનમાં છાશ કે દહીં ફેંટીને પણ લઈ શકાય. સાથે જ ચપટી હળદર પણ ઉમેરી દો અને પાણી બળી જવા દો.

9) પાણી બળી જાય એટલે લાલ મરચું પાવડર ઉમેરી લો. બરાબર મિક્સ કરી લો અને ફરી તેલ ઉપર આવે ત્યાં સુધી ચડવા દો.

10) તેલ ઉપર આવતું જણાય એટલે તેમાં કિચન કિંગ મસાલો, ધાણાજીરું તેમજ લીંબુ નો રસ ઉમેરી દો. ફરી એકાદ મિનિટ માટે ચડવા દો.

11) એકાદ મિનિટ પછી તેમાં શેલો ફ્રાય કરેલ કાંદા તેમજ કેપ્સિકમ ઉમેરી દો અને ઢાંકણ ઢાંકી બે મિનિટ માટે ચડવા દો જેથી કાંદા તેમજ કેપ્સિકમ સાથે ગ્રેવીનો ટેસ્ટ બેસી જાય.

12) બે મિનિટ પછી સ્ટવ ઓફ કરી દો અને શાકને સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.

તો મિત્રો, તૈયાર છે આ ટેસ્ટફૂલ કાંદા કેપ્સીકમનું શાક જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને નાના મોટા બધાને ભાવે તેવું શાક છે. તો તમે પણ એકવાર જરૂર બનાવજો તેમજ બનાવતા પહેલા નીચે આપેલ વિડીયો જરૂર જોઈ લેજો જેથી શાક પરફેક્ટ બનાવી શકાય.

રેસિપી વિડીયો :

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *