કારેલા ની છાલ ના મુઠીયા – હવે કરેલાનું શાક બનાવો તો છાલ ફેંકી દેતા નહિ, આ ટેસ્ટી નાસ્તો બનાવી લેજો…

હેલો ફ્રેન્ડઝ, આપણે બધા જ જાણીએ છીએ કે ફળો તથા શાકભાજી મા પોષકતત્વો હોય છે તેમ તેની છાલ મા પણ પોષકતત્વો સમાયેલા હોય છે આપણે ખરા ઘણા શાક ની છાલ ઉતારી ને જ તેનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ એમા રહેલ પોષકતત્વો નુ જાણ હોવા છતાં પણ આપણે તે ફેંકી દઇએ છીએ.

આજે ડોકટરો પણ અમુક ફળો તથા શાકભાજીને છાલ સાથે ખાવાની સલાહ આપે છે. જેમકે, દુધી, તુરીયા,ગલકા,કારેલા આ બધા શાક ની છાલ નો ઉપયોગ કરીને કૈક ને કૈંક વાનગી બનાવી ને જો તેનો ઉપયોગ આપણે ખોરાક મા કરીએ તો આ છાલ મા રહેલા પોષકતત્વો આપણને મળી રહે છે. આજ મે બનાવ્યુ કારેલા અને કાજુ નુ શાક અને કારેલા ની છાલ ના મુઠીયા, દાળ ભાત શાક રોટલી સાથે એક ફરસાણ બની ગયું, તો ચાલો આજ હું તમને કરેલા ની છાલ ના મુઠીયા બનાવતા શીખવાડીશ તો નોંધી લો સામગ્રી..

1 -કપ કારેલા ની છાલ

1 1/2-કપ ઘઉ નો જાડો લોટ

1/2 કપ ચણા નો લોટ

3-4 ટેબલસ્પૂન તેલ

2- ટેબલસ્પૂન ખાંડ

1– ટેબલસ્પૂન લસણ આદુ ને મરચાં ની પેસ્ટ

સ્વાદ અનુસાર મીઠું

1- ટીસ્પૂન લાલ મરચુ

1- ટીસ્પૂન હળદર

1- ટીસ્પૂન ધાણાજીરું

ચપટી હીંગ

* વઘાર માટે ની સામગ્રી —

3-4 ટેબલસ્પૂન તેલ

1-ટેબલસ્પુન સફેદ તલ

1-ટીસ્પુન રાઈ જીરુ

ચપટી હીંગ

8-10પાન મીઠા લીમડાના પાન

ગારનીશ કરવા માટે સમારેલી કોથમીર

* રીત —


1–સૌ પ્રથમ કારેલા ની છાલ ને એકદમ બારિક સમારેલી લો તેમા એક ટીસ્પૂન મીઠું નાખીને તેને બરાબર મિક્સ કરી લો, ને 5મિનીટ રહેવા દો જેથી તે મીઠા મા પલળી ને સોફ્ટ થઇ જાય.


2– ત્યાર બાદ એક વાસણ મા ઘઉ નો જાડો લોટ તથા ચણા નો લોટ તૈયાર કરી તેમા ઉપર જણાવ્યા મુજબ ના મસાલા અને કારેલા ની છાલ ઉમેરી ને મુઠીયા નો લોટ બાંધી લો આ લોટ રોટલી ના લોટ કરતાં ઘણો ઢીલો રાખવા નો હોય જેથી મુઠીયા સોફટ બને.


3– હવે હાથ મા જરા તેલ લગાવીને તેના મિડિયમ સાઈઝ ના રોલ બનાવી લો અને ચારણી મા અથવા ઢોકળીયા મા નીચે પાણી અને ઉપર કાંઠો મુકી તેની ઉપર આ ચારણી મુકી ને ઉપર ઢાંકણ ઢાંકી ને 15-20મિનીટ માટે બાફવા મુકી દો.


4–15 મિનિટ પછી ચપ્પુ ને મુઠીયા મા ભરાવી ચેક કરી લો, જો ચપ્પુ મા લોટ ના ચોટેલો હોય સમજો કે મુઠીયા ચઢી ગયા છે ,નહિતર થોડી વાર માટે હજુ સ્ટીમ કરો. મુઠીયા ચઢી જશે એટલે તેનો રંગ થોડો ડાર્ક થઈ જાય છે


5–હવે મુઠીયા એકદમ ઠંડા થઈ જાય પછી તેને ગોળ ગોળ કાપી લો. ત્યાર બાદ એક પેનમાં 3-4ટેબલસ્પન તેલ ગરમ કરીને તેમાં રાય અને જીરુ નો વઘાર કરી, તેમા સફેદ તલ અને લીમડાના પાન ને ચપટી હીંગ નાખી મુઠીયા ને વધારી લો, 5-7 મિનીટ ધીમા તાપે મૂકી રાખો અને પછી ગેસ બંધ કરી દો અને કોથમીર થી ગારનીશ કરી ગરમા ગરમ ચા કે ચટણી કે સોસ સાથે સવૅ કરો.


નોંધ —આ મુઠીયા બનાવવા માટે મે ઘઉ નો કરકરો લોટ લીધો છે, તમારી પાસે જો કરકરો લોટ ના હોય તો ઘઉ બારીક લોટ મા થોડો રવો અને ચણા નો લોટ ઉમેરીને પણ બનાવી શકાય છે,


*આ લોટ ને થોડો કડક બાંધી ને તેની નાની નાની મુઠડી વાળી ને તેલ તળી ને પણ બનાવી શકાય છે આ મુઠડી તમે સ્ટોર કરી ને નાશતા ના ઉપયોગ મા લઈ શકાય છે

આ મુઠીયા બાળકો પણ ખાઈ શકે છે જરા પણ કડવુ નથી લાગતું. તો ચાલો હવે જ્યારે પણ કારેલા નુ શાક બનાવો ત્યારે તેની છાલ ને ફેંકી ન દેતા, આ મુઠીયા જરૂર બનાવજો.

હુ રોજ આવી નવી નવી રેસીપી આપતી રહીશ પણ તમે તમારો અભિપ્રાય આપવાનુ ભુલતા નહી.

રસોઈની રાણી : અલ્કા જોષી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *