કારેલાનું ભરેલું શાક – ભરેલા શાક ખાવાના શોખીન મિત્રો માટે, જો કરેલા પસંદ નથી તો ખાસ ખાજો..

કારેલા ખૂબજ ગુણકારી હોય છે પણ કારેલાનો સ્વાદ કડવો હોવાથી લોકો તેની ખાવામાં લગભગ અવગના કરે છે અને નાના બાળકોને તો કારેલા ખાવા જરા પણ ગમતા નથી પરંતુ જો કારેલાનું શાક હું આજે શીખવાડીશ તે રીતે બનાવીએ તો ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે અને કડવાહટ પણ નહિવત્ મહેસુસ થાય છે.

આજે આપણે મસાલાથી ભરપુર અને એકદમ સ્વાદિષ્ટ એવુ કારેલાનું ભરેલું શાક બનાવીશુ ઘરના બધા લોકો ખૂબજ શોખથી ખાશે આ શાક અને એકવાર જો બનાવશો તો વારંવાર ઘરના લોકો બનાવવાની ડિમાન્ડ કરશે।

તો ચાલો બનાવીએ

કારેલાનું ભરેલું શાક

સામગ્રી:

• ૪ નંગ કારેલા

• ૧ નાની વાટકી છીણેલો ગોળ

• ૧ ચમચો ચણાનો લોટ

• ૧ ચમચી ખાંડ

• અડધી ચમચી આદુ-લસણની પેસ્ટ

• મીઠું સ્વાદઅનુસાર

• પા ચમચી હળદર

• અડધી ચમચી ગરમ મસાલો

• ૧ ચમચી લાલ મરચું

• થોડીક ઝીણી સમારેલી કોથમીર

• તેલ

• ૧ ચમચી રાઇ અને જીરુ

• પા ચમચી હિંગ

રીત:


૧. બઘા કારેલાને સરખા ધોઇને કારેલાની છાલ ઉતારી લેવી.

૨. એક કુકરમાં એક ગ્લાસ પાણી નાખીને તેમા છાલ ઉતારેલા કારેલા ને ઉભા ચીરા કરીને તેમા એક ચમચી ખાંડ અને થોડુંક મીઠું નાખીને કુકરની એક સીટી કરીને બાફી લેવા. તમને એમ થાસે કે કારેલા બાફતી વખતે ખાંડ કેમ? પણ ખાંડ નાખવાથી કારેલાની કડવાહટ ઓછી થઇ જાય છે એટલે આપણે બાફતી વખતે ખાંડ નાખીશુ.

૩. બાફેલા કારેલા સ્હેજ ઠરે પછી ઉભા ચીરેલા ભાગમાંથી હળવા હાથેથી કારેલાનાં બધાજ બી કાઢી લેવા.

૪. એક બાઉલમાં ચણાનો લોટ,ગોળ,મીઠું,મરચું,હળદર,ગરમ મસાલો,ઝીણી સમારેલી કોથમીર અને બે ચમચી તેલ નાખીને બધો મસાલો એકસરખો મિક્ષ કરી લેવો.

૫. રેડી કરેલા મસાલાથી બાફેલા કારેલા સરખી રીતે ભરી લેવા વધેલો મસાલો સાઇડમાં રાખી લેવો.

૬. એક કડાઇમાં બે ચમચા તેલ ગરમ કરીને તેમા રાઇ-જીરુ અને હિંગ તતળાવવી અને તેમા ભરેલા કારેલા એડ કરીને પાંચેક મિનિટ સાંતળીને કારેલા કાઢી લેવા.

૭. કારેલા સાંતળેલા તેલમાંજ કારેલા ભરતા જે મસાલો વધ્યો છે તેનો વધાર તે તેલમાં કરીને બે મિનિટ મસાલાને સાંતળવો અને પછી અડધો ગ્લાસ પાણી એડ કરવું અને એકસરખું મિક્ષ કરી લેવું.

૮. વઘારેલા મસાલાની અંદર ભરેલા કારેલા એડ કરીને ધીમા ગેસે શાકને ઢાંકીને પાંચેક મિનિટ ચડવા દેવું.

લ્યો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ એવુ કારેલાનું ભરેલુ શાક ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરો અને ઘરના બધા આ શાકનો સ્વાદ માણો.

રસોઈની રાણી : યોગીતા વાડોલીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *