કારેંગડાં ઢોકળી – જેમને કારેંગડાં નહિ પસંદ હોય તે પણ આંગળા ચાટતા રહી જશે…

કારેંગડાં ઢોકળી નું શાક:-

મિત્રો કારેંગડાં જોઈને ઘરમાં બધાના મોઢા બગડી જાય છે તો આજે જ બનાવો આ રીતે સ્વાદિષ્ટ કારેંગડાં ઢોકળી નું શાક બાળકો થી લઇને વડીલો ને પણ ખૂબ જ પસંદ આવશે.

• કેમ છો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું કારેંગડાં નું શાક તો કારેંગડાં નું શાક બધાને ઘરે બનતું જ હોય છે પણ કારેંગડાં નું શાક કોઈને પસંદ નથી આવતું તો આજે આપણે કારેંગડાં ની ઢોકળી નું શાક બનાવીશું જે નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવશે અને ઘરમાં વારંવાર ફરમાઈશ કરશે.

• તો ચાલો જોઈએ વિડીયો રેસીપી દ્રારા કારેંગડાં ઢોકળી ની રેસીપી. રેસીપી પસંદ આવે તો વિડીયો ને લાઈક, શેર અને Prisha Tube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.

• સામગ્રી:-

  • • સમારેલા કારેંગડાં
  • • 1 બાઉલ બાજરીનો લોટ
  • • સ્વાદ પ્રમાણે મીઠું
  • • 1 ચમચી હળદર
  • • 1 ચમચી લાલ મરચું
  • • 1 ચમચી ધાણાજીરું
  • • 1ચમચી અજમો
  • • 2 ચમચી તલ
  • • 2 ચમચી લસણ મરચાં ની પેસ્ટ
  • • 2 ચમચી તેલ
  • • 1 ચમચી દળેલી ખાંડ

• વઘાર માટે:-

  • • 2 ચમચી તેલ
  • • 1 ચમચી રાઈ
  • • 1 ચમચી જીરું
  • • હિંગ
  • • 2 ચમચી આદું મરચાં લસણની પેસ્ટ
  • • 1 ચમચી હળદર
  • • 1 ચમચી લાલ મરચું
  • • 1 ચમચી ધાણાજીરું
  • • સ્વાદ પ્રમાણે મીઠું
  • • 1 ગ્લાસ પાણી
  • • કોથમીર

રીત:-

• સ્ટેપ 1:-સૌપ્રથમ કારેંગડાં નું શાક સમારી લો અને ઢોકળી માટે વડાનો લોટ બાંધી લો.

• સ્ટેપ 2:-લોટ બાંધવા માટે બાજરી નો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું, ધાણાજીરું, તલ, અજમો, લસણ મરચાં ની પેસ્ટ,દળેલી ખાંડ,મોણ માટે તેલ, આ બધું બરાબર મિક્ષ કરી લો અને થોડું થોડું પાણી ઉમેરી ને વડા નો લોટ બાંધી લો.

• સ્ટેપ 3:-હવે આ લોટના બધા જ નાના નાના વડા થેપી લો.

• સ્ટેપ 4:-હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય ત્યારે તેમાં રાઈ, જીરું, હિંગ, આદું મરચાં લસણની પેસ્ટ ઉમેરી લો અને એમાં સમારેલા કારેંગડાં ઉમેરી બરાબર મિક્ષ કરી લો.

• સ્ટેપ 5:-હવે તેમાં હળદર, મરચું, ધાણાજીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને પાણી ઉમેરી લો અને ઢાંકી ને 7 મિનિટ સુધી કુક થવા દો.

• સ્ટેપ 6:-7 મિનિટ પછી એમાં થેપેલાં વડા ઉમેરી લો અને 5 મિનિટ સુધી કુક થવા દો.

• સ્ટેપ 7:-તો હવે કારેંગડાં ઢોકળી રેડી છે સવિૅંગ બાઉલમાં સવૅ કરી લો અને ઉપરથી કોથમીર ઉમેરી લો. તો ખૂબ જ ટેસ્ટી કારેંગડાં ઢોકળી તૈયાર છે.

વિડિઓ રેસિપી:


• YouTube Channel:-Prisha Tube

Leave a comment

Your email address will not be published. Required fields are marked *