જો તમે કચ્છી કડક ક્યારેય ન ખાધું હોય તો કચ્છની આ લોકપ્રિય ડીશ આજેજ ઘરે બનાવો…

કચ્છી દાબેલી તો બહુ ખાધી, પણ આજે ઘરે જ બનાવો કચ્છની આ ફેમસ ડીશ અને ઘરના સભ્યોને આંગળા ચાંટતા કરી દો.

કચ્છની દાબેલી તો આપણે બધા હોંશે હોંશે ખાઈએ છીએ પછી તે બહારની હોય કે ઘરની હોય. બાળકો અને મોટાઓ બધાને દાબેલી પ્રિય હોય છે. પણ ઘણા ઓછા લોકો હશે જેમે કચ્છી કડક ક્યારેય ખાધું હોય. અને જો ખાધું હોય તો પછી તે દાઢે વળગ્યા વગર ન રહે. અને જો દાઢે વળગી ગયું હોય તો પછી આજે અમે તમારા માટે કચ્છી કડકની રેસીપી લાવ્યા છે. તો નોંધીલો અને આજે જ ટ્રાઈ કરો.

કચ્છી કડક બનાવવા માટેની સામગ્રી

3 મોટા બાફેલા ટામેટાની ગ્રેવી

500 ગ્રામ બાફેલા બટાટાનો માવો

½ ટી સ્પૂન લાલ મરચુ પાઉડર

½ ટી સ્પૂન ગરમ મસાલો

150 ગ્રામ દાબેલીનો મસાલો

સ્વાદ અનુસાર મીઠું

જરૂર મુજબ જીણી સમારેલી કોથમીર

જરૂર મુજબ જીણી સમારેલી ડુંગળી

જરૂર મુજબ જીણી સેવ

એકથી ડોઢ કપ પાણી

એક વાટકી ખજૂર-આમલી અથવા ખજૂર-આંબોળીયાની ચટની

સ્વાદ મુજબ લસણની લાલ ચટની

5-6 બટર કુકીઝ અથવા ટોસ્ટ કરેલી બ્રેડ, અથવા ટોસ્ટ

કચ્છી કડક બનાવવાની રીત

સૌ પ્રથમ એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ લેવું.

તેલ ગરમ થાય એટલે તેમાં ત્રણ ટામેટા બાફીને તેને ક્રશ કરીને તૈયાર કરેલી ગ્રેવી એડ કરવી. ગેસની ફ્લેમ મીડીયમ ટુ હાઈ રાખીને તેને 2-3 મીનીટ ચડવા દેવું.

ટામેટાનું પાણી ઉડી જાય એટલે તેમાં 150 ગ્રામ દાબેલીનો મસાલો એડ કરી લેવો.

હવે થોડું તેલ સાઇડમાં છુટ્ટુ પડે ત્યા સુધી તેને સાંતળવું. તેલ છુટ્ટુ પડવા લાગશે.

હવે તેમાં 500 ગ્રામ બાફેલા બટાટાનો માવો એડ કરવો. અને તેને 2-3 મીનીટ સાંતળી લેવું.

હવે તેમાં અરધી નાની ચમચી લાલ મરચુ પાઉડર, સ્વાદ અનુસાર મીઠુ, અને અરધી નાની ચમચી ગરમ મસાલો એડ કરવો અને તેને વ્યવસ્થીત મિક્સ કરી લેવું.

બરાબર મિક્સ કરી લીધા બાદ તેમાં એકથી ડોઢ કપ પાણી એડ કરવું.

હવે તેને બરાબર હલાવી ઉકળવા દેવું.

બધું બરાબર ઉકળી જાય એટલે તેમાં 2-3 ચમચી લસણની લાલ ચટણી એડ કરવી.

ત્યાર બાદ તેમાં 2-3 ચમચી ખજૂર આંબલી અથવા ખજૂર આંબોળિયાની ચટની એડ કરવી. અને તેને બરાબર હલાવી લેવું.

તેને 1-2 મીનીટ ઉકળવા દીધા બાદ તેમાં કોથમીર અને સુક નાળિયેર ભભરાઈ દેવું. હવે માત્ર એક જ મીનીટ ઉકળવા દઈ ગેસ બંધ કરી દેવો.

હવે સર્વિંગ માટે એક પહોળો બોલ લેવો. અને તેમાં ટોસ્ટ કરેલી બ્રેડના મોટા ટુકડા અથવા તો ટોસ્ટ અથવા અહીં વાપરવામાં આવ્યા છે તેમ 4-5 બટર કુકીઝ લઈ શકો છો.

હવે આ બટર કુકીઝના ટુકડા પર 3-4 ચમચા તૈયાર કરેલી ગ્રેવી એડ કરવી.

હવે તેના પર 2-3 ટી સ્પૂન લસણની લાલ ચટની એડ કરવી.

ત્યાર બાદ તેના પર ખજૂર-આમલીની ચટની એડ કરવી.

હવે તેના પર જીણી સેવ, સમારેલી ડુંગળી, મસાલા સીંગ, પર દાડમના દાણા, જીણી સમારેલી કોથમીર, ટચ આપતા સુકા નાળીયેરનું કતરણ નાખવું.

આ વાનગી સ્વાદમાં ખુબ જ ટેસ્ટી છે. ઘરમાં મળતી સામગ્રીમાંથી જ તમે તેને બનાવી શકો છો. તેના માટે તમારે બહાર કંઈ લેવા જવાની જરૂર જ નહીં પડે. તો આજેજ બનાવો કચ્છી કડક

રસોઈની રાણીઃ ચેતના પટેલ

કચ્છી કડકની વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *