ઢાબાનું પણ ભૂલી જાઓતેવું ચટાકેદાર કાઠિયાવાડીસ્ટાઇલ આખી બટેટીનું શાક…

આજે આપણે બનાવીશું ઢાબાનું પણ ભૂલી જાઓ તેવું ચટાકેદાર કાઠિયાવાડી સ્ટાઈલ આખી બટેટી નું શાક. જેને તમે રાઈસ,પરોઠા,રોટલી સાથે સર્વે કરી શકો છો. તો ચાલો બનાવી લઈએ.

સામગ્રી

  • બટેટા
  • મીઠું
  • સીંગદાણા
  • આદુ
  • લીલા મરચાં
  • તજ
  • લવિંગ
  • ટામેટા
  • ઝીણી સેવ
  • લસણ
  • તમાલપત્ર
  • મરી
  • સફેદ તલ
  • તેલ
  • ધાણાજીરું પાવડર
  • લાલ મરચું
  • કોથમીર
  • હળદર
  • ગોળ

રીત

1- સૌથી પહેલા ૨૦ થી ૨૫ નંગ બટેટી લઈશું. હવે તેમાં પાણી ઉમેરી દઈશું. હવે તેમાં અડધી ચમચી મીઠું નાખીશું. અને મિક્સ કરી લઈશું.હવે તેને ધીમા ગેસ પર સીટી કરી લઈશું. હવે મિક્સર માં ક્રશ કરવાના છે તે સામગ્રી જોઈ લઈશું.

2- હવે અડધો કપ સીંગદાણા,બે ચમચી તલ, અડધો કપ ગાઠીયા,ત્રણ ટામેટા, બે થી ત્રણ તજ ના ટુકડા, બે થી ત્રણ લવિંગ, છ થી સાત કાળા મરી, છ થી સાત લસણ ની કડી, એક આદુ નો ટુકડો, બે લીલા મરચા આ બધી વસ્તુ ને અલગ અલગ મિક્સર માં ક્રશ કરી લઈશું.

3- હવે બટેટી બફાઈને તૈયાર છે.તેની છાલ કાઢી લઈશું. હવે કાટા વારી ચમચી થી તેને કાણા પાડી લઈશું. જેથી બધા મસાલા તેમાં ભળી જાય. જો તમારી પાસે નાના બટેકા નથી.તો મોટા બટેકા ને બાફી ને છાલ કાઢી તેના ટુકડા કરી લેવાના.

4- હવે એક કડાઈમાં ચાર થી પાંચ ચમચી તેલ ગરમ કરવા મૂકી દઈશું. હવે તેમાં બધા બટેકા ઉમેરી દઈશું. હવે બે થી ત્રણ મિનિટ માટે ફેરવતા જઈ તેને સેલો ફ્રાય કરી લેવાના છે. હવે તેમાં ચપટી મીઠું ઉમેરી લઈશું. અને ૧/૪ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર નાખીશું. અને ૧/૪ ટેબલ સ્પૂન ધાણજીરુ નાખી મિક્સ કરી લો.

5- હવે બધી બટેકા ને બહાર કાઢી લઈશું. હવે એજ કડાઈ માં ચાર થી પાચ ચમચી તેલ લઈશું. હવે એક ચમચી રાય નાખીશું. અને થોડી હિંગ નાખીશું. અને બે તમાલપત્ર નાખીશું. અને ગેસ ધીમો રાખીશું.અને હવે જે લવિંગ મરી નો પાવડર બનાવ્યો હતો તે એડ કરીશું.

6- હવે આદુ અને લીલા મરચાં ને લસણ ની પેસ્ટ ઉમેરી દો. હલાવતા જઈ તેને એક થી બે મિનિટ માટે સાંતળો. ત્યારબાદ તેમાં ટામેટા ની પેસ્ટ નાખી દો.ત્યારબાદ બે ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું.ત્યારબાદ એક ચમચી હળદર એડ કરીશું.

7- હવે એક ચમચી ધાણજીરૂ પાવડર એડ કરીશું.ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે બધા મસાલા ને મિક્સ કરી લઈશું. હવે ઢાકીને ચાર મિનિટ માટે ગ્રેવી ને કુક કરી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ગ્રેવી સરસ કુક થઈ ગઈ છે. હવે તેમાં પીસી ને રાખેલા સફેદ તલ એડ કરીશું.

8- હવે તેને પણ અડધી મિનીટ માટે શેકી લઈશું. હવે સીંગદાણા નો પાવડર એડ કરીશું. હવે બે મિનિટ માટે બન્ને ને શેકી લઈશું. ત્યારબાદ ગાઠીયા ક્રશ કરી ને રાખ્યા હતા તે એડ કરીશું. પંજાબી શાક માં કાજુ ની ગ્રેવી બનાવવામાં આવતી હોય છે. જેથી ગ્રેવી ઘટ્ટ બને.

9- કાઠીયાવાડી શાક માં આ રીતે ગાઠીયા ક્રશ કરેલા એડ કરતા હોય છે. જો તમારી પાસે ગાઠીયા ના હોય તો ચણા ના લોટ ને શેકી ને ઉપયોગ માં લઇ શકાય. હવે જે બટેકા ને સાઈડ પર રાખ્યા હતા તે એડ કરીશું.

10- હવે તેમાં હુફાડુ ગરમ પાણી એડ કરીશું.તમારે જેટલા પ્રમાણ માં રસા વારું શાક જોઈએ તે રીતે એડ કરવાનું. હવે ઢાકી ને ધીમા ગેસ પર છ થી સાત મિનિટ માટે રહેવા દઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ગ્રેવી એકદમ સરસ ઘટ્ટ થઈ ગઈ છે.

11- જો તમારે હજુ ઘટ્ટ ગ્રેવી જોઈતી હોય તો હજુ થોડી વાર ઉકાળી લેવાનું. હવે બે ચમચી ગોળ નાખી મિક્સ કરી લો.તો હવે તૈયાર છે આખી બટેકા નું શાક. હવે કોથમીર થી ગાર્નિશ કરી લઈશું.તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *