પ્રોટીન થી ભરપુર કાઠીયાવાડી સ્ટાઈલ સોયાવડી નું શાક

આજે આપણે પ્રોટીન થી ભરપુર કાઠીયાવાડી સ્ટાઈલ સોયાવડી નું શાક બનાવીશું. આ વડી નું શાક ખૂબ જ હેલ્ધી છે આમાં થી ભરપુર પ્રમાણ માં પ્રોટીન મળી રહે છે આને આપણે કાઠીયાવાડી સ્ટાઈલ થી બનાવીશું.એકદમ ટેસ્ટી બને છે આને તમે રોટલી સાથે,ભાત સાથે કે પરોઠા સાથે ખાઈ શકો છો.તો ચાલો બનાવી લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી:

  • સોયાવડી
  • ટામેટા
  • ડુંગળી
  • ટામેટા ની પ્યુરી
  • હળદર
  • ગરમ મસાલો
  • કસ્તુરી મેથી
  • લાલ મરચું પાવડર
  • લીલા ધાણા
  • લીલા મરચા ની પેસ્ટ
  • આદુ અને લસણ ની પેસ્ટ
  • કાશ્મીરી લાલ મરચું
  • મીઠું
  • દહીં
  • તેલ
  • તમાલપત્ર
  • લવિંગ
  • સૂકું લાલ મરચું
  • મરી
  • તજ
  • જીરું
  • ધાણાજીરું પાવડર

રીત

1- આપણે અહીંયા બે કપ સોયાવડી લઈ લઈશું.આ બાળકો ને પણ ખવડાવવી જોઈએ અને આ એકવાર ખરીદશો તો છ મહિના સુધી સારી રહે છે.જો તમે આ રીતે બનાવશો તો બાળકો ફટાફટ ખાઈ લેશે અને તેમાંથી તેમને પ્રોટીન મળશે.

2- સૌથી પહેલા આપણે વડીઓ ને બાફી લઈશું.હવે પહેલા પાણી ગરમ કરી લઈશું હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું,આને લગભગ બે થી ત્રણ મિનિટ જ કુક કરવાની છે વધારે નથી કરવાની.

3- સોયાવડી સોફ્ટ થઈ જાય અને ફૂલી ને ડબલ થઈ જાય ત્યાં સુધી તેને કુક કરી લઈશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે ત્રણ મિનિટ થઈ ગઈ છે અને ફૂલી ને ડબલ પણ થઈ ગઈ છે. હવે તેનો કલર પણ બદલાઈ ગયો છે અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું.

4- હવે તેને એક કાણા વાળા વાડકા માં કાઢી લઈશું. હવે આને બરાબર ઠંડી થવા દઈશું.હવે આને નીચોવી લેવાની છે.હવે આપણે શાક નો વઘાર કરી લઈશું , હવે આમાં ત્રણ મોટી ચમચી તેલ લઇ લઈશું.હવે આમાં એક નાની ચમચી જીરૂ નાખીશું.

5- હવે તેમાં એક તમાલપત્ર નાખીશું હવે એક સૂકું લાલ મરચું નાખીશું,હવે બે તજ ના ટુકડા નાખીશું , ત્યારબાદ બે લવિંગ અને ત્રણ મરી નાખીશું.ગેસ આપણે ધીમો જ રાખીશું.હવે એક મોટી ચમચી આદુ લસણ ને અધકચરા વાટી લીધું છે તે એડ કરીશું.

6- હવે એક મોટી ચમચી લીલા મરચા ની પેસ્ટ નાખીશું.હવે એક મોટી ડુંગળી ને ઝીણી સમારી ને એડ કરીશું.હવે આને સરસ મિક્સ કરી લઈશું.આને ગુલાબી ગોલ્ડન થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું.હવે ડુંગળી ફ્રાય થઈ ગઈ છે તેમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે.હવે તેમાં ત્રણ ટામેટા ને ઝીણા સમારીને એડ કરીશું.

7- હવે મિક્સ કરી લઈશું.હવે તેમાં મીઠું નાખીશું.જેથી જલ્દી તેમાંથી પાણી છૂટું પડી જાય હવે મિક્સ કરી ને ઢાંકી ને કુક કરી લઈશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણા ટામેટા સરસ કુક થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે.હવે આપણે બે ટામેટા ની પ્યુરી બનાવી લઈશું તે પણ આમાં એડ કરીશું.જેથી આપણી ગ્રેવી ઘટ્ટ થાય છે હવે આને મિક્સ કરી ઢાંકી ને કુક કરી લઈશું.હવે બે મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈશું.

8- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે સરસ ટામેટા કુક થઈ ગયા છે તો હવે તેમાં મસાલા કરી લઈશું.સૌથી પહેલા તેમાં એક ચમચી ધાણાજીરૂ પાવડર નાખીશું.ત્યારબાદ એક નાની ચમચી હળદર નાખીશું.ત્યારબાદ એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું.જેથી કલર સરસ આવે છે હવે બધું સરસ મિક્સ કરી લઈશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે સરસ ગ્રેવી કુક થઈ ગઈ છે અને તેમાંથી તેલ પણ છૂટું પડ્યું છે હવે કાઠીયાવાડી સ્ટાઈલ બનાવવા માટે ૧/૪ કપ દહી લઈ લીધું છે અને તેને ફેટી લીધું છે.

9- હવે તે એડ કરીશું અને સતત હલાવતા તેને મિક્સ કરી લઈશું.હવે દહીં સરસ મિક્સ થઈ ગયું છે જે તમે વિડિયો માં જોઈ શકો છો.હવે તેને ઢાંકી દઈશું.હવે બે મિનિટ થઈ ગઈ છે તો ચેક કરી લઈશું.તેલ સરસ છૂટું પડી ગયું છે અને ગ્રેવી એકદમ સરસ થઈ ગઈ છે હવે આ સ્ટેજ પર અડધા સોયાબીન ને નાના ટુકડા કરી લીધા છે. તે એડ કરીશું.

10- હવે બાકી ના આખા છે તે એડ કરીશું.હવે બધું સરસ મિક્સ કરી લઈશું જે તમે વિડિયો માં જોઈ શકો છો.હવે તેમાં જરૂર મુજબ પાણી નાખીશું.આપણે એક ગ્લાસ પાણી નાખીશું.જેટલી ગ્રેવી જોઈએ એટલું પાણી એડ કરીશું.હવે ફરી ઢાંકી ને ત્રણ થી ચાર મિનિટ માટે કુક કરી લઈશું.હવે ચાર મિનિટ થઈ ગઈ છે બધો જ મસાલો સોયાબીન માં ગતો રહ્યો છે હવે તેમાં અડધી નાની ચમચી ગરમ મસાલો નાખીશું.

11- હવે એક મોટી ચમચી કસ્તુરી મેથી નાખીશું.હવે બધું સરસ મિક્સ કરી લઈશું.ત્યારબાદ પા ચમચી ખાંડ નાખીશું આ નાખવાથી ખટાશ છે તે બધુ બેલેન્સ થઈ જશે.હવે મિક્સ કરી ફરી થી તેને કુક કરી લઈશું.હવે એક મિનિટ થઈ ગઈ છે આપણી કસ્તુરી મેથી ગરમ મસાલો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે જે તમે વિડિયો માં જોઈ શકો છો.

12- હવે તેમાં લીલા ધાણા નાખીશું. આપણું સોયાબીન નું શાક એકદમ ચટાકેદાર અને ટેસ્ટી કાઠીયાવાડી સ્ટાઈલ તૈયાર થઈ ગયું છે જે તમે વિડિયો માં જોઈ શકો છો અને એકદમ સરસ કલર પણ આવ્યો છે અને ગ્રેવી પણ સરસ ઘટ્ટ થઈ ગઈ છે તો તમે પણ એકવાર ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *