કઠોળ પુડલા ફ્રેન્કી – દરેકને પસંદ આવશે આ નવીન અને હેલ્થી ફ્રેન્કી તો આજે જ બનાવો…

આજ-કાલના છોકરાઓ હેલ્થી જમવાનું ભુલીજ ગયા છે તો એમને ભાવે અને સાથે હેલ્થી પણ હોય એવા પ્રયત્નો બધાયની મમ્મી કરતી જ હોય છે તો એવી જ એક રેસીપી આપણે બનાવના છે….. એ છે ફ્રેન્કી… આજે આપણે પુડલા માં કઠોળ વાળી ફ્રેન્કી બનાવીશુ

કઠોળ પુડલા ફ્રેન્કી

સામગ્રી :-

  • મગ , મઠ, મસૂર, ચોડી, આખી રાત પાણીમાં પલાળેલા
  • થોડા ઉગેલા એવા કઠોળ..
  • ડુંગળી, ટામેટા, capcicum, મરચું, મરી પાવડર, લીંબુનો રસ, સંચર, ચાટ મસાલો,
  • ચોખાનો લોટ – ૧ વાટકી
  • ચણાનો લોટ – અર્ધી વાટકી
  • જુવાર લોટ – ૨ ચમચા
  • ધાણા ફુદીનાં ચટણી
  • મીઠી ચટણી
  • ૧ ચમચી – તેલ
  • પાણી ને મીઠું સ્વાદ પ્રમાણે

રીત :-

૧- પલાળેલા કઠોળ થોડા ઉગેલા લેવા.

૨- મિક્સર જારમાં બધા કઠોળ, ડુંગડી, લસણ, લીલા મરચાં નાખવું.

૩- પછી તેને ક્રશ કરવું.

૪- એક બાઉલ માં ક્રશ કરેલુ મિશ્રણ ,બધા લોટ , મીઠું હળદર, બધું નાખી પુડલા જોઉં ખીરૂ તૈયાર કરવું.

૫- હવે પુડલા ઉતારી લેવા.

૬- પુડલા ને ૬-૭ મિનિટ સુધી ક્રિસ્પી થવા દેવા.

૭- ડુંગળી, ટામેટા, લીંબુ, પુદીના ના પાન, મરી પાવડર બધું ભેગું કરી લેવું.

૮- હવે ૧ ડિશ માં પુડલા લઈ એની ઉપર બંને ચટણી અને ડુંગળી, ટામેટા, લીંબુ, પુદીના ના પાન, મરી પાવડર બધું ભેગું કરી લેવું.

૯ – તો તૈયાર છે પ્રોટીન થી એકદમ ભરપૂર એવી કઠોળ પુડલા ફ્રેન્કી

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *