કટકી છુન્દો – ગુજરાતી થાળી અથાણાં વિના અધૂરી લાગે તો પછી શીખો આ કટકી છુન્દો…

મિત્રો, ઉનાળો એટલે જાતજાતના અથાણાં બનાવવાનો સમય , આ સમયે ગૃહિણીઓ જાતજાતના અથાણાં બનાવીને આખા વર્ષ માટે સ્ટોર કરે છે. આમ પણ ગુજરાતી થાળી અથાણાં વિના અધૂરી લાગે જેથી જ ગુજરાતના અથાણાં પ્રખ્યાત છે. જો ઘરમાં કાઈ શાકભાજી ન હોય તો અથાણાં એ એક શાકની ગરજ સારે છે. તો અત્યારે માર્કેટમાં સરસ તાજી અથાણાની કેરી આવી ગઈ છે તો તમે પણ અથાણાં બનાવવાના પ્લાનિંગ કરી રહ્યા હશો અને ઘણાબધા લોકોએ તો બનાવી પણ નાખ્યા હશે.

અથાણાં સાથે કાચી કેરીનો ખાટો મીઠો છુન્દો પણ બનતો હોય છે જે એવો તો ચટપટો બને છે કે ખાવાની ખુબ જ મજા પડે છે. તો આજે હું કાચી કેરીનો કટકી છુન્દો બનાવવાની રેસિપી બતાવીશ જે આપણે તડકા છાયામાં રાખ્યા વિના ઇન્સ્ટન્ટ બનાવીશું, ફક્ત 15 થી 20 મિનિટ માં જ બની જાય છે. આ છૂંદાને ચટપટો બનાવવા માટે હું મસાલો એડ કરું છું તો જો તમે આ છુન્દો બનાવો તો આ મસાલાને સ્કિપ ન કરતા કારણ કે આ મસાલો છૂંદાને એકદમ ચટપટો ટેસ્ટ આપે છે તો છુન્દો ન ભાવતો હોય એ લોકોને પણ ખુબ જ પસંદ આવશે. તો ચાલો જોઈ લઈએ કટકી છુન્દો બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રેસિપી.

Advertisement

સામગ્રી :

 • Ø 700 ગ્રામ કાચી કેરી
 • Ø 600 ગ્રામ ખાંડ
 • Ø 1/2 ટેબલ સ્પૂન મીઠું
 • Ø ચપટી હળદર
 • Ø 1 તજની સ્ટિક
 • Ø 4 – 5 લવિંગ
 • Ø 8 – 10 મરી દાણા
 • Ø ચપટી એલચી પાવડર
 • Ø 1/2 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર

રીત :

Advertisement

1) સૌ પ્રથમ કેરીને ધોઈ કોરી કરી લો, કપડાથી લૂછી તડકે અથવા તો પંખા નીચે 5 મિનિટ માટે રાખી દો જેથી કેરી સાવ ડ્રાય થઈ જાય. અથાણાં કે છૂંદો બનાવતી વખતે એ ખાસ જરૂરી છે કે કેરીને બરાબર સાફ કરી ધોઈને કોરી કરી લેવાની, જો કેરી પર પાણીનો ભાગ રહી જાય તો અથાણું કે છુન્દો ઝડપથી ખરાબ થઈ શકે માટે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. કેરી એકદમ લીલી તેમજ કડક હોય તેવી જ કેરી લેવી જેથી અંદરથી સફેદ હોય, પીળાશ પડતી કેરી અથાણાં માટે અવોઇડ કરવી. કેરીને સાફ કરી લીધા બાદ તેની ઉપરની છાલ ઉતારી લો, છાલ અહીં જાડી ઉતારવી જેથી લીલાશ પડતો ભાગ પૂર્ણ રીતે દૂર થઈ જાય. કેરીની છાલને ફેંકી ન દેતા તેમાં કોથમીર, લીલું મરચું તેમજ મસાલા ઉમેરી સ્વાદિષ્ટ ચટણી બનાવી શકાય.

2) છાલ ઉતાર્યા બાદ કેરીની ગોટલી તેમજ જાળી દૂર કરી નાના નાના ટુકડાઓમાં કાપી લો.

Advertisement

3) હવે કડાઈને ચૂલા પર ચડાવી તેમાં કેરીના ટુકડાઓ ઉમેરો

4) સાથે જ ખાંડ પણ ઉમેરી દો, જનરલી કેરી જેટલી જ ખાંડ લેવાની હોય છે પરંતુ હું ખાંડની માત્રા થોડી ઓછી લઉં છું, આ પ્રમાણે માપે લેવાથી પણ છુન્દો સરસ જ બને છે. સ્ટવની ફ્લેમ સાવ સ્લો રાખવાની છે તેમજ અહીં એક તારની ચાસણી તૈયાર કરવાની છે.

Advertisement

5) કેરીની કટકી સાથે ખાંડને પીગળવા દો, અહીં પાણી બિલકુલ એડ કરવાનું નથી.

6) ખાંડ મેલ્ટ થાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું તેમજ કલર માટે ચપટી હળદર ઉમેરી દો, મેં 1/2 ટેબલ સ્પૂન મીઠું એડ કર્યું છે પરંતુ તમે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી શકો છો. ચાસણી તૈયાર થાય ત્યાં સુધીમાં મસાલો તૈયાર કરી લો.

Advertisement

7) તે માટે એક તજનો ટુકડો, 4 -5 લવિંગ તેમજ 8 -10 મરી દાણાને ક્રશ કરી પાવડર બનાવી લો. પાવડર બનાવી તેને એલચી પાવડર સાથે મિક્સ કરી લો. જો એલચી પાવડર ન હોય તો આખી એલચીને તજ, લવિંગ, મરી સાથે ક્રશ કરી લેવાની છે.

8) ચાસણીમાં મોટા બબલ્સ આવવાનું શરુ થાય એટલે એક પ્લેટમાં ચાસણીના થોડા ડ્રોપ્સ લઈ ચાસણી ચેક કરી લો.

Advertisement

9) અંગુઠા અને આંગળીની મદદથી ચાસણી ચેક કરી લો, ચાસણીનો એક પાતળો તાર દેખાય તેવી ચાસણી તૈયાર કરવાની છે. જો તાર ન દેખાય તો થોડીવાર વધુ આવવા દેવી અને ફરી ચેક કરી લેવી.

10) એક તારની ચાસણી આવતા સ્ટવની ફ્લેમ ઑફ કરી દો અને ઠંડુ થવા માટે છોડી દો.

Advertisement

11) સાવ ઠંડુ પડતા જ તેમાં ક્રશ કરેલો મસાલો એડ કરી મિક્સ કરી લો, આ મસાલામાં એડ કરેલ જે વસ્તુ પસંદ ન હોય તેને સ્કિપ કરી શકો પરંતુ આ મસાલો સ્કિપ ન કરતા કારણ કે આ મસાલો છૂંદાને સરસ ચટપટો ટેસ્ટ આપે છે.

12) સાથે 1/2 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરી મિક્સ કરી લો. લાલ મરચું ઓપ્શનલ છે પરંતુ થોડી તીખાશ હોય તો છુન્દો ખાવાની મજા પડે છે.

Advertisement

13) તો તૈયાર છે આ ચટપટા ટેસ્ટ સાથે કટકી છુન્દો, તો આ વખતે તમે પણ ટ્રાય કરી જોજો, તમને પણ ખુબ જ પસંદ આવશે. આવી જ અવનવી રેસિપીઓ જોવા માટે મારી યુ-ટ્યુબ ચેનલ ‘Alka Sorathia’ વિઝિટ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી જયારે પણ હું નવી રેસિપી અપલોડ કરું તમને તેના નોટિફિકેશન મળતા રહે. જ્યાં હું દરરોજ એક રેસિપી અપલોડ કરું છું.

નોંધ :

Advertisement
 • v છુન્દો બનાવતી વખતે કેરી એકદમ લીલી અને કડક લેવી, જો કેરી પોચી કે પીળાશ પડતી હોય તો છુન્દો લાંબો સમય સારો રહેતો નથી.
 • v છુન્દો બનાવવા માટે યુઝ થતા વાસણ તેમજ છરી ચાકા પણ કોરા લેવા.
 • v છુન્દો ભરવા માટે કાચની જાર પસંદ કરવી તેમજ જારને ધોઈ તડકામાં તપાવી લેવી જેથી પાણીનો ભાગ ન રહે.
 • v છુન્દો બનાવવા માટે વપરાતા મસાલા તેમજ મીઠું ભેજ વગરનું લેવાનું, બની શકે તો હળવું શેકી શકાય જેથી તેમાં ભેજ ન રહે.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

રેસિપી વિડીયો :

Advertisement

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

Advertisement

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *