મેંદાના લોટમાંથી બનતી એવી કટોરી ચાટ બનાવવાની સરળ અને પરફેક્ટ રીત…

આજે આપણે મેંદાના લોટમાંથી બનતી એવી કટોરી ચાટ બનાવવાની સરળ રીત જોઈશું. આ કટોરી ને 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. જ્યારે પણ ચટપટું ખાવાનું મન થાય ત્યારે તમે સૌવ કરીને ખાઈ શકો છો. તો ચાલો બનાવી લઈએ કટોરી ચાટ.

સામગ્રી

  • મેંદો
  • અજમો
  • મરી પાવડર
  • લીંબુ નો રસ
  • ચાટ મસાલો
  • ફણગાવેલા મગ
  • ડુંગળી
  • ટામેટા
  • દહીં
  • મીઠું
  • બુંદી
  • દાડમ ના દાણા
  • લીલા ધાણા
  • ખાટી મીઠી ચટણી
  • ગ્રીન ચટણી
  • બાફેલા બટાકા
  • જીરું પાવડર
  • નાયલોન સેવ

રીત-

1- સૌથી પહેલા ૧ કપ મેંદો લઈશું. તમે અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો છો. લોટ ની વચ્ચે એક ખાડો કરી દઈશું. હવે તેમાં 3 મોટી ચમચી તેલ નાખી શું. ત્યારબાદ અડધી ચમચી અજમો નાખીશું.તેને હાથ થી મસળી ને નાખીશું.હવે તેમાં અડધી ચમચી મરી પાવડર નાખી શું.

2- હવે સ્વાદ મુજબ મીઠું નાખી શું. ત્યારબાદ અડધા લીંબુનો રસ નાખી શું.લીંબુ નો રસ નાખવાથી ઉપર નું પડ એકદમ ક્રિસ્પી બને છે.હવે બધું જ હાથ થી મિક્સ કરી લઈશું.થોડું થોડું પાણી નાખી ને પરાઠા જેવો લોટ બાંધી લઈશું.

3- હવે આપણો લોટ બંધાઈ ગયો છે. હવે તેને એક થી બે મિનિટ માટે મસળી લઈશું.હવે તેને ઢાંકીને રહેવા દઇશું.હવે દસ મિનિટ થઈ ગઈ છે.હવે લોટ સરસ સોફ્ટ થઈ ગયો છે.હવે તેને થોડું મસળી ને એક સરખા પાચ લુઆ કરી લઈશું.એક લુઆ ને સરસ મસળી ને વણી લઈશું.હવે મોટી રોટલી વણી લઈશું. બહુ જાળી નઈ અને બહુ પાતળી નઈ તેવી વણી લઈશું.


4- હવે મોટી રોટલી વણી લીધી છે.અને ફોગ થી કાણા પાડી લઈશું.ત્યારબાદ એક વાડકી લઈ તેને તેલ લગાવી તેને રોટલી પર મૂકી દઈશું.હવે તેને દબાવી ને ઉપર થી નીચે દબાવી લો.અને ઉપર થી છેડા પર થી ચપટી લઈ સિલ કરવાની છે.હવે હાથ થી પ્રેસ કરી ચોંટાડી દઈશું.હવે ઉપર ના છેડા વાડકી પર ચોંટાડી લેવાના છે.અને હાથ થી બરાબર દબાવી ને એક વખત ફોગ થી કાણા પાડી લઈશું.જેથી ફ્રાય કરીએ ત્યારે ફૂલી ના જાય.અને એ વાડકી નો સેપ નહીં રહે.

5- હવે ઉપર ના છેડાને ચપ્પુ થી કટ કરી લઈશું.હવે આપણી વાડકી સરસ સીલ થઈ ગઈ છે.અને વાડકી નો સેપ આવી ગયો છે.હવે તેને ફ્રાય કરી લઈશું.હવે ધીમા ગેસ પર તેલ ગરમ કરી લીધું છે.હવે વાડકી સાથે જ ફ્રાય કરી લઈશું.અને ધ્યાન રાખવાનું છે કે નીચે થી સરસ તળાઈ જવી જોઈએ.એટલે તેનું પડ થોડું કડક થઈ જશે.ઉપર થી એ ખુલશે ત્યારે પોળી થાય.ત્યારબાદ તેલ નાખી ઉપર ના ભાગ ને પણ ફ્રાય કરી લઈશું.

6- જો તમે તરત જ વાડકી કાઢી લેશો તો સેપ નહીં રહે.અને પોળી થઈ જશે.એટલે તેને થોડું સેટ થઈ જવા દેવાનું.અને પછી સાણસી થી વાડકી કાઢી લેવાની.હવે ચીપિયા ની મદદ થી કટોરી ને પલટાવી લઈશું.અને અંદર પણ સરસ ફ્રાય કરી લઈશું.અને તેલ બહુ ગરમ ના હોવું જોઈએ.

7- હવે આપણી કટોરી ફ્રાય થઈ ગઈ છે અને તેનો કલર પણ સરસ આવ્યો છે.અને એકદમ ક્રિસ્પી બની છે અને કટોરી નો સેપ પણ સરસ આવ્યો છે.બાકી ની તે રીતે ફ્રાય કરી લઈશું.હવે આપણે કટોરી માં ભરવાનો મસાલો તૈયાર કરી લઈશું.એક બાઉલ લઈ લઈશું.આપણે અહીંયા એક બટેકા ને બાફી ને નાના ટુકડા માં કટ કરી લીધા છે.હવે બે થી ત્રણ ચમચી ફણગાવેલા મગ લઈશું.


8- હવે આપણે ઝીણી સમારેલી ડુંગળી નાખીશું.ત્યારબાદ બે ચમચી ઝીણા સમારેલા ટામેટા નાખીશું.ત્યારબાદ એક ચમચી ફુદીના ની ચટણી એડ કરીશું.અને એક મોટી ચમચી લીલા સમારેલા ધાણા નાખીશું.ત્યારબાદ ચપટી ચાટ મસાલો નાખીશું.હવે એક ચમચી શેકેલા જીરાનો પાઉડર નાખીશું.હવે એક મોટી ચમચી દાડમ ના દાણા નાખીશું.હવે બધું સરસ મિક્સ કરી લઈશું.

9- હવે આપણે એક ચમચી બુંદી નાખીશું.હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે.હવે તેને સર્વે કરીશું.હવે એક પ્લેટ માં કટોરી લઈશું.હવે તેમાં મસાલો નાખીશું.હવે તેને ફૂલ મસાલા થી ભરી લઈશું.

10- હવે તેમાં ફેટેલું દહી નાખીશું.દહી માં ખાંડ નાખી છે.હવે તેમાં ત્રણ થી ચાર ચમચી દહીં નાખીશું.હવે તેની પર તીખી ચટણી નાખીશું.ત્યારબાદ આપણે મીઠી ચટણી નાખીશું.હવે તેની પર ચાટ મસાલો ભભરાવી શું.જીરા નો પાવડર નાખીશું.ત્યારબાદ નાયલોન સેવ નાખીશું.અને દાડમ ના દાણા નાખીશું.ત્યારબાદ સમારેલા લીલાં ધાણા અને સમારેલી ડુંગળી નાખીશું.તો આપણી કટોરી ચાટ તૈયાર થઈ ગઈ છે.તો તમે પણ જરૂર થી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *