કેળા નો આઈસક્રીમ – ઉનાળામાં હવે ઘરે બનાવો આઈસ્ક્રીમ એ પણ આ નવીન કેળાની ફ્લેવરનો…

ગરમી બઉ લાગી રહી છે ને તો ચાલો આજે મસ્ત કુલ કુલ કેળા નો આઈસક્રીમ..બનાવી દઈયે આ આઇસક્રીમ એમ જ સર્વ શકાય છે અથવા તેની પર સૂકો મેવો અને ફળો મૂકીને પણ તેનો આનંદ માણી શકાય છે. આઈસ્ક્રીમ ખાવી કોને પસંદ ન હોય? ઉનાળો હોય કે ચોમાસુ, શોખીન લોકો માટે આઈસ્ક્રીમ ખાવાની કોઈ ઋતુ હોતી નથી.

મિત્રો અત્યારે તો ગરમી ખુપ શરુ થઈ ગયી છે ઉનાળા ની ઋતુ ખૂબ જ જોર મા છે અને ગરમી નો પારો દિવસે ને દિવસે વધતો જાય છે. આવા સમયે માણસો ગરમી થી રાહત મેળવવા કઈક ઠંડુ ખાવા ની ઈચ્છા ધરાવે છે. અમુક વ્યક્તિ ગોલા ખાય છે તો અમુક શેરડી નો રસ પીવે છે તથા આ ગરમી મા આઈસ્ક્રીમ ને તો ભૂલાય જ નહી. મિત્રો હાલ ના સમય મા બજાર મા મળતા અવનવા આઈસ્ક્રીમો ખાધા હશે જેમા ચોકલેટ , વેનિલા , કસાટા , સ્ટ્રોબેરી જેવા આઈસ્ક્રીમો નુ સેવન કર્યુ હશે.

આમા ના અમુક આઈસ્ક્રીમ આપે ઘરે પણ બનાવ્યા હશે. પણ આજે આપણે બનાના આઈસ્ક્રીમ ઘરે જ બનાવી શકો છો બનાવા પણ એકદમ સહેલુ છે તો ચાલો જાણીએ આ આઈસ્ક્રિમ કઈ રીતે તૈયાર કરવુ. કેળામાં એફઓએસના તત્વ મળી આવે છે, જે આંતરડામાં ગુણકારી જીવાળુનો વિકાસ કરીને તમારા પેટથી જોડાયેલી બિમારીઓથી બચાવે છે.

કેળા ખાવાથી ભૂખ સંતોષાય છે. તમે કોઈ વ્રત માં કેળા ખાવ તો તમેં અખો દિવસ હેલ્થી અનુભવશો. અને તમને નબળાઈ નો અનુભવ પણ નહિ થાય. કેળા ખાવાથી સ્ટ્રેસ પણ દુર થાય છે. આજ કાલ ના વાતાવરણ અનુસાર સ્ટ્રેસ બહુ જ વધી જાય છે. કેળા ખાવાથી પાચન ની પ્રકિયા સુધરી જાય છે. અને શરીર ને ઉર્જા પણ મળે છે. કેળા ખાવાથી ઘણા રોગો દુર થઇ થાય છે. પેટ ની ગરમી પણ દુર થાય છે.

તો ચાલો ફટાફટ બનાવી યે બનાના આઇસ્ક્રીમ…

“બનાના આઈસ્ક્રીમ ”

સામગ્રી :-

  • 6 કેળા
  • અર્ધો ગ્લાસ- દૂધ
  • 1 ચમચી – ફ્રેશ મલાઈ
  • 3 ચમચી – મિલ્ક પાઉડર
  • 2 ચમચી ખાંડ (optional વધારે સ્વીટ જોયતું હોય તો)

રીત –

પ્રથમ કેળા ના ગોળ પીસ કરી લો હવે તેને લોક વારી બેગ માં 6 કલાક સુધી ફ્રિજર મા સેટ કરવા રાખો.

હવે તેને ફ્રિજર માંથી કાઢી અને એક મિક્સર જાર માં નાખી તેમાં દૂધ,મલાઈ ,મિલ્ક પાઉડર અને ખાંડ નાખી મિક્સર માં એક મિનીટ સુધી હલાવો.

હવે તેને એક બાઉલ માં કાઢી તેને ફ્રીજર માં 2 કલાક માટે સેટ કરવા રાખો. ઉપર થી ચોકોચિપ્સ નાખી સર્વ કરવી તો તૈયાર છે ઠંડા ઠંડા કુલ કુલ બનાના આઈસક્રીમ ….😋😋

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *