નોન કૂક્ડ કેસર-પિસ્તા મેંગો આઇસ્ક્રીમ – ઘરનો બનાવેલ શુદ્ધ અને યમ્મી આઈસ્ક્રીમ, શીખો સ્ટેપ બાય સ્ટેપ

ઉનાળાની આ સખત ગરમીમાં બધાને કંઇક ને કંઇક ઠંડું ખાવા કે પીવાનું મન થતું હોય છે. ઠંડા શરબતો, મિલ્ક શેઈક, કોલ્ડ ડ્રીંક્સ, લસ્સી, શેરડીનો રસ કે શિકંજી વગેરે પીવાથી ખૂબજ ઠંડક મળે છે.

ઉપરાંત ઠંડક માટે આ સમયે આઇસક્રીમ પણ વધારે પ્રમાણમાં ખવાતો હોય છે. અનેક પ્રકારના માત્ર સ્વીટ કે ખાટામીઠા આઇસક્રીમ પણ માર્કેટમાં મળતા હોય છે. ઉપરાંત હવે ગૃહિણિઓ બજારમાં મળતા હોય તવાજ સ્વાદિષ્ટ ફ્લેવરના આઇસક્રીમ ઘરે જ બનાવતા થયા છે. તેથી ઘરના લોકોની પસંદીદા ફ્લેવરના

આઇસક્રીમ પણ બનાવી શકાય છે. ઉપરાંત જે ફ્રુટની સિઝન હોય તે ફ્લેવરનો આઇસ્ક્રીમ બનાવીને બધાને ખવડાવી શકાય છે. જેવાકે કેળા, સીતાફળ, સ્ટ્રોબેરી, બ્લુબેરી, ચીકુ, પાઇનેપલ વગેરે ફ્રુટ્સની ફ્લેવરના સરસ આઇસક્રીમ બનાવી શકાય છે.

આજે હું અહીં લોકોનું હોટ ફેવરિટ સિઝનલ ફ્રુટ કેરી-મેંગોનો આઇસ્ક્રીમ બનાવવાની રેસિપિ આપી રહી છું. તેમાં કેસર અને પિસ્તાના કોમ્બીનેશનથી કેસર-પિસ્તા મેંગો આઇસક્રીમ બનાવ્યો છે. જેથી આ આઇસક્રીમ

ખૂબજ ફ્લેવરફુલ અને ટેસ્ટફુલ બન્યો છે. ખૂબજ ઓછી અને ઘરમાંથી જ મળી જતી સામગ્રીમાંથી આ આઇસક્રીમ બની જાય છે.

તો તમે પણ મારી આ નોન કૂક્ડ કેસર-પિસ્તા મેંગો આઇસ્ક્રીમની રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો.

નોન કૂક્ડ કેસર-પિસ્તા મેંગો આઇસક્રીમ બનાવવા માટેની સામગ્રી :

  • 1 કપ કોલ્ડ મિલ્કની રેગ્યુલર મલાઇ
  • 1 કપ કોલ્ડ મિલ્ક
  • 1 કપ મિલ્ક પાવડર
  • ½ કપ પાવડર સુગર
  • 1 હાફુસ કેરી અથવા 1 કપ મેંગો પુરી
  • 1 ટેબલ સ્પુન બારીક કાપેલા પિસ્તા
  • ¼ ટી સ્પુન બારીક કરેલા કેસરના તાંતણા
  • થોડી ચેરીના નાના પીસ

નોન કૂક્ડ કેસર-પિસ્તા મેંગો આઇસક્રીમ બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ સરસ પાકી હાફુસ કેરી લઈ ધોઇ લ્યો. ત્યારબાદ તેની છાલ કાઢી તેમાંથી 1 કપ પલ્પ કાઢી લ્યો. અથવા નાના નાના પીસ કરી લ્યો.

આ પલ્પની ગ્રાઇંડ કરીને પ્યુરી પણ બનાવી શકાય છે. જેથી બધી સામગ્રી માત્ર સ્પુનથી મિક્ષ કરી શકાય.

હવે એક મિક્સિંગ બાઉલ લઈ તેમાં 1 કપ કોલ્ડ મિલ્ક, 1 કપ મિલ્ક પાવડર, ½ કપ પાવડર સુગર અને 1 હાફુસ કેરીના પીસ અથવા 1 કપ મેંગો પલ્પ કે પ્યુરી અને 1 કપ કોલ્ડ મિલ્કની રેગ્યુલર મલાઇ ઉમેરી દ્યો.

દરેક સામગ્રી કોલ્ડ જ લેવાની છે. જેથી તેમાં બ્લેંડર કે ઇલેક્ટ્રિક વ્હીપરથી મિક્ષ કરવાથી કર્ડલ ના થાય કે બટર છુટું ના પડે.

હવે આ મિશ્રણ સોફ્ટ થાય ત્યાં સુધી સ્પુન, બ્લેંડર કે ઇલેક્ટ્રિક વ્હીપર તેમાં ફેરવી લ્યો.

ઓવર બ્લેંડ કે વ્હીપ કરશો નહી.

હવે આ મેંગો આઇસ્ક્રીમના મિશ્રણને એક ફ્રીઝર પ્રુફ કંટીઈનરમાં પોર કરી દ્યો. એકાદ વાર ટેપ કરી લ્યો.

તેને તેના જ ઢાંકણથી ટાઇટ બંધ કરી દ્યો.

હવે તેને ફ્રીઝરમાં મૂકી દ્યો.

કંટીઇનરમાં આઇસ્ક્રીમનુ મિશરણ હાફ સેટ થાય ત્યાં સુધી અથવા તો 3-4 કલાક માટે ફ્રીઝરમાં રાખવુ.

ત્યારબાદ તને બહાર કાઢી તેને બ્લેંડરથી વ્હીપ કરી લેવું.

તેમ કરવાથી સ્મુધ થઈ જશે અને થોડુ વોલ્યુમ પણ વધી જશે.

હવે તેમાં 1 ટેબલ સ્પુન બારીક કાપેલા પિસ્તા અને ¼ ટી સ્પુન બારીક કરેલા કેસરના તાંતણા ઉમેરી દ્યો.

સરસથી મિક્ષ કરી લ્યો.

હવે ફરીથી આઇસ્ક્રીમના મિશ્રણને તેના કંટેઇનરમાં ભરી દ્યો. તેના ઢાંકણથી ટાઇટ બંધ કરી દ્યો. ભૂલશો નહી.

ત્યારબાદ તેને ફ્રીઝરમાં 7-8 કલાક માટે ફરીથી સેટ થવા માટે મૂકો. અથવા ઓવર નાઇટ ફ્રીઝરમાં રાખો.

7-8 ક્લાક બાદ ફ્રીઝરમાંથી બહાર કાઢી તેને સ્કુપ કરી સર્વીગ બાઉલમાં સર્વ કરો.

હવે ઇઝી, ક્વીક અને નોન કૂક્ડ કેસર-પિસ્તા મેંગો આઇસક્રીમ સર્વ કરવા માટે રેડી છે.

સ્કૂપ કરેલા આઇસક્રીમ પર બારીક સમારેલા પિસ્તા કેસર અને થોડા ચેરીના નાના નાના પીસ કરીને સ્પ્રિંકલ કરો.

આ આઇસક્રીમ પર તમે તમારા મનગમતા ફ્લેવરના ટોપિંગ સોસ જેવાકે સ્ટ્રોબેરી, ચોકલેટ, હની, બટર સ્કોચ વગેરેથી ટોપીંગ કરી શકાય છે કે મેંગોના નાના પીસથી પણ ગાર્નીશ કરી શકાય છે.

આ ઉપરાંત કેકની સ્લાઇઝ પર આ કેસર-પિસ્તા મેંગો આઇસક્રીમ મૂકી ઉપર મુજબના કોઇપણ સોસ, ડ્રાય ફ્રુટ્સ, મેંગોની સ્લાઇઝ કે પીસથી ગારનીશ કરી સર્વ કરી શકાય છે.

બર્થડે કે કીટી પાર્ટીમાં કે નાની-મોટી બીજી પાર્ટીઓમાં પણ તમે આ રીતે રિચ કેસર-પિસ્તા મેંગો આઇસ્ક્રીમ સર્વ કરી શકો છો.

દિવાળીના તહેવારમાં કે ઘરે આવતા ગેસ્ટને પણ આ ટેસ્ટી અને હેલ્ધી આઇસક્રીમ સર્વ કરી શકાય છે.

આમાં કોઇ જાતના કેમિકલ યુક્ત સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેથી બાળકો અને બધા માટે ખૂબજ પૌષ્ટિક છે. વારંવાર ખાવાથી પણ શરીરમાં નુક્શાન કરતો નથી.

તો હવે તમે પણ સખત ગર્મીમાં રેગ્યુલર ખાઈને આઇસક્રીમની મજા માણી શકાય તેવો નોન કૂક્ડ કેસર-પિસ્તા મેંગો આઇસક્રીમ ચોક્કસથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *