ખાજા પૂરી – આ દિવાળી પર કાંઈક નવીન બનાવવા માંગો છો? તો વાનગી જરૂર ટ્રાય કરજો…

આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ નાસ્તામાં ખાજા પૂરી એકદમ સરળ રીતે. હવે દિવાળી નજીક આવી રહી છે તો નાસ્તા જાતજાતના અને ભાતભાતના અલગ-અલગ પ્રકારના નાસ્તા બનાવતા હોઈએ છે.તો આજે આપણે બનાવીશું ખાજા પૂરી અથવા આપણે તેને સાત પડવાળી પૂરી પણ કહીએ છીએ. ખારી પણ બને છે અને સ્વીટ પણ બને છે. આજે આપણે સ્વીટ બનાવીશું અને કલર નાખીને બનાવીશું. કલર ક્યારે નાખવો તે પણ આપણે વિડિયોમાં જોઈશું. અને પડ કેવી રીતે છૂટા પડે તે પણ આપણે જોઈશું. તમે આ રેસિપી થી ખાજા પૂરી બનાવશો તો અને ખાસો તો ત્યારે એમ લાગશે કે ખારી બિસ્કીટ ખાતા હોય તેવું લાગશે. તેવી પડ વારી અને તેટલી જ ક્રિસ્પી બને છે.તો તમે આ દિવાળી પર ચોક્કસથી આ રેસિપી થી ટ્રાય કરજો. તો ચાલો આપણે તેની સામગ્રી જોઈએ.

સામગ્રી

  • મેંદો
  • મીઠું
  • દેશી ઘી
  • કોર્ન ફ્લોર
  • ફૂડ કલર (કેસરી)
  • બૂરું ખાંડ

રીત-

1- હવે આપણે ખાજા પૂરી બનાવવાની શરૂઆત કરીએ.

2- સૌથી પહેલા આપણે દોઢ કપ મેંદો લઈશું. તમે કોઈપણ વાડકી નું માપ સેટ કરી શકો છો.

3- હવે આપણે તેમાં ચપટી મીઠું નાખીશું. ત્યારબાદ તેમાં બે મોટી ચમચી તેલ નાખીશું. તેલની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો.

4- હવે આપણે લોટને અને તેલને સરસ રીતે મિક્સ કરી લઈશું. મુઠી વરે તેવું મોવા નું છે.

5- હવે તેમાં આપણે થોડું થોડું કરીને પાણી થી લોટ બાંધતા જવાનું છે.અને પરોઠા જેવું લોટ બાંધી લઈશું.

6- તમે આ પુરી નમકીન પણ બનાવી શકો છો. અને આ સ્ટેજ પર મીઠું, જીરુ, મરી પાવડર નાખી લોટ બાંધી લો તો સાત પડી વારી પુરી તે બની જશે.

7- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે. બહુ સોફ્ટ નથી રાખવાનો તેને પરોઠા જેવો જ રાખવાનો છે. હવે તેને ઢાંકીને 15 મિનિટ માટે મૂકી રાખીશું.

8- હવે આપણે સાટો બનાવી લઈએ. 3 મોટી ચમચી દેશી ઘી લઈશું.અને 3 મોટી ચમચી કોર્નફ્લોર લઈશું.કોર્ન ફ્લોર ની જગ્યાએ તમે મેંદો પણ લઈ શકો છો.

9-હવે આપણે તેને બરાબર મિક્ષ કરીને ક્રીમ જેવું બનાવી લેવાનું છે.અને આ મિશ્રણને ફેટી ને હલકું કરી લઈશું.

10-હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ કલર પણ બદલાઈ ગયો છે અને એકદમ બટર જેવું થઈ ગયું છે.

11- હવે આપણે લોટ ને જોઈ લઈએ. હવે આપણે લોટને ફરીથી મસળી ને લીંબુ જેવા બોલ્સ બનાવી લઈશું.

12-આપણે જેટલો લોટ લીધો છે તેમાંથી એક સરખા 8 બોલ્સ બનશે.આપણે આ લોટ માંથી ચાર ચાર રોલ બનાવી લઈશું.

13- હવે આપણે એક બોલ્સ ને મસળી ને સરસ એક મોટી પાતળી રોટલી જેવું વણી લઈશું.લોટ લીધા વગર વણી લઈશું.

14- જેટલી તમે પાતળી રોટલી વણસો તો તમારા પૂરી ના લેયર એકદમ ક્રિસ્પી બનશે. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણે એકદમ પાતળી અને મોટી રોટલી વણી લીધી છે.

15-હવે આપણે આ જ રીતે બધી જ વણી લઈશું. બધી રોટલી વણાઈ જાય પછી આપણે જે સાટો બનાવ્યો હતો તે એક રોટલી પર લગાવીશું. 1 મોટી ચમચી જેટલો સાટો લગાવીશું.આખી રોટલી પર તમારે સ્પ્રેડ કરી દેવાનો છે.

16-કોઈ પણ જગ્યા રોટલી પર ખાલી રેહવી ના જોઈએ જો ખાલી રહેશે તો ચોંટી જશે. હવે આપણે તેમાં એક કે બે ટીપા જેવા ફૂડ કલર નાખીશું.આપણે અહીંયા કેસરી કલર લીધો છે તે નાખીશું.

17-ખાજા પૂરી ખાવામાં અને દેખાવમાં પણ ખુબ સરસ લાગશે. હવે આપણે તેની પર બીજી રોટલી મુકીશું. અને હાથ થી થોડું પ્રેસ કરીશું.

18 – હવે આપણે તેની પર ફરીથી સાટો લગાવીશું. એક ચમચી જેટલો સાટો લગાવો આને આખી રોટલી પર સ્પ્રેડ કરી દો.

19-હવે રોટલી પર સાટો સરસ રીતે લગાવી દઈએ. પછી તેની પર ફરી એક કે બે ટીપા કલર નાખીશું. તમે આ જગ્યા પર કલર બદલી શકો છો.

20- હવે ફરીથી ત્રીજી રોટલી તેની પર મૂકવાની છે અને એક ચમચી જેટલો ફરીથી સાટો લગાવીને સ્પ્રેડ કરીશું. હવે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે રોટલીને ખેંચીને અને સરખું દબાવી દેવાની.

21- આપણે અહીંયા ચાર રોટલી નો રોલ બનાવ્યો છે. તમે ઈચ્છો તો વધારે પણ બનાવી શકો છો. પાંચ કે છ કે સાત અથવા આઠ રોટલીનો પણ રોલ બનાવી શકો છો. તેની મોટી મોટી પુરી થશે.

22- આપણે દરેક રોટલી પર સાટો લગાવીશું. અને કલર પણ લગાવી એ છે. કલર તમને ગમે તો તમે લગાવી શકો છો.

23-તમે લોટમાં પણ નાખીને બે કલર ના લોટ પણ બનાવી શકો છો. હવે આપણે છેલ્લી ચોથી રોટલી મૂકી ને સાટો લગાવીશું.અને કલર પણ સ્પ્રેડ કરીશું.અને તેને ટાઈટ રોલ વાળી લઈશું.

24- આ જે રોલ અને ખાજા પૂરી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તમે ખારી ખાતા હોય તેવી એકદમ ટેસ્ટી બને છે. જો તમે મસાલાવાળી બનાવો તો તે ચા સાથે ખુબ જ સરસ લાગે છે.

25- હવે આપણે તેને ઉપરથી ટાઈટ રોલવાળી લઈશું. રોલ બનાવતી વખતે ધ્યાન રાખવાનું છે કે તેને દબાવીને વાળવાનું છે. બધી સાઇડથી રોલ દબાવતું જવાનું અને વાળ તું જવાનું.

26- જો તમે પોલો રોલ વારસો તો તળતી વખતે પડ છુટા પડવા માડસે. રોલ બનાવ્યા પછી તેને થોડો ખેંચીને તેને પાતળો કરી લેવાનો છે.

27-હવે આપણે ચપ્પાના મદદથી તેને કટ કરી લઈશું. કટ કર્યા પછી તેને હાથ થી થોડું પ્રેસ કરી લેવાનું. આજ રીતે આપણે બધા જ રોલ ને પ્રેસ કરી લઈશું.

28-હવે આપણે તેને થોડી વણી લેવાની છે. તમારે જેટલું પાતળી જોઈએ તેટલી વણી લઈશું. એકદમ હલકા હાથ થે વણી લેવાની છે.

29-હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી પુરી એકદમ સરસ દેખાય છે ને આપણી બધી જ વણી લીધી છે.

30- હવે આપણે તેને ફ્રાય કરી લઈએ. પૂરીને ફ્રાય કરવા માટે ધીમા ગેસ પર તેલને ગરમ કરી લઈશું. પુરી નાખ્યા પછી તેની પર ચમચીથી ગરમ તેલ નાખવાનું છે. જેમ જેમ તેલ નાખતા જઈશું તેમ તેમ પૂરી ઉપર આવતી જશે.

31- આ રીતે તેલ નાખવાથી પુરી ના બધા જ પડ ખુલી જશે. હવે એક મોટો ચમચો લઈ પુરી પર ગરમ તેલ નાખવાથી તેના પડ સરસ રીતે ખુલી જાય છે.

32-આ એકદમ ખારી જેવી અને ક્રિસ્પી બનશે. અને એકદમ પડવારી બનશે. વણતી વખતે તો ધ્યાન રાખવાનું જ છે પણ ફ્રાય કરતી વખતે પણ આવી રીતે તેલ ઉપરથી નાખવાનું છે.તે ખાસ ધ્યાન રાખવાનું છે.

33-હવે આપણી પુરી તૈયાર થઈ ગઈ છે અને તેનો કલર પણ સરસ લાગે છે હવે તેને આપણે કાઢી લઈશું એક ટીસ્યુ પેપર પર.

34- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે દેખાય છેને તેના ક્રિસ્પી પડ બધા છુટા પડી ગયા છે.

35- હવે આપણે થોડી ઠંડી થાય એટલે તેમ તેની પર બુરૂ ખાંડ ભભરાવીશું. કારણ કે આપણે પૂરી માં કોઈપણ મીઠાશ નથી નાખી આ બૂરું ખાંડ ની જ મીઠાશ હસે.

36-જ્યારે ચા સાથે કે નાસ્તા સાથે ખાસો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. આ જ રીતે બધી પૂરી બનાવી લઈશું. અને તેની પર બુરુ ખાંડ ભભરાવી દઈશું.

37-તો હવે આપણી ખાજા પૂરી અથવા તો સાત પડ વારી પૂરી દેખાય છે ને? તેના સાત પડ અને એકદમ છુટા પડ્યા છે અને કેટલા સરસ દેખાય છે.

38- આપણી ખાજા પૂરી તૈયાર થઈ ગઈ છે તો આ દિવાળીમાં સ્પેશ્યલ નાસ્તામાં આ રેસિપી થી ચોક્કસથી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *