ખજૂર ડ્રાયફ્રૂટ્સ એનર્જી બાર – પોષકતત્વોથી ભરપૂર એવી આ વાનગી આજે જ ટ્રાય કરો, વિડિઓ રેસિપી જુઓ…

મિત્રો, શિયાળાની ઋતુની શરૂઆત થઇ ગઈ છે.આ ઋતુમાં ખજૂર ખુબ જ ખવાતો હોય છે.કારણ કે ખજૂરની તાસીર ગરમ હોય છે અને શિયાળામાં ખજૂર વિપુલ પ્રમાણમાં અવેલેબલ પણ હોય છે. ખજૂરમાં ભરપૂર માત્રામાં પોષકતત્વો સમાયેલા છે.ખજૂર એ શક્તિવર્ધક છે તો શિયાળાની સીઝનમાં ખુબ જ સેવન કરવું જોઈએ.

આમ તો ખજૂર ઘી સાથે ખાવાની મજા આવે છે. આજે આપની સાથે હું ખજૂરની એક યુનિક રેસિપી શેર કરું છું. જેમાં મેં ખજૂર સાથે લીધેલ ડ્રાયફ્રુટ અને શીંગદાણા આ રેસિપીને વધુ ટેસ્ટી અને હેલ્થી બનાવે છે.અને દેખાવમાં પણ એવી જ ટૅમ્પટિંગ છે. જેને સ્પેશિયલ બાળકોને ચોકલેટના ઓપ્શનમાં બનાવીને આપી શકાય. ખજૂર ન ખાતા બાળકો પણ હોંશે હોંશે ખજૂર ખાઈ લેશે.

સામગ્રી :

  • 140 ગ્રામ ખજૂર
  • 1/4 કપ ડ્રાયફ્રુટ (કાજૂ, બદામ,પિસ્તા અને અખરોટ) તેમજ શેકેલા સીંગદાણા
  • 1 અથવા 1/2 ટેબલ સ્પૂન ઘી

તૈયારી :

ખજૂરના બી કાઢી તેને લાંબી અને પાતળી ચીરમાં કટ કરી લો.

ડ્રાયફ્રૂટ્સ તેમજ શેકેલ સીંગદાણાને નાનકડા પીસીસમાં ટુકડા કરી લો.

રીત :

1) એક પેનમાં ડ્રાયફ્રૂટને ધીમે તાપે હળવા રોસ્ટ કરી લો.રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટનો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે.જેનાથી ક્રંચીનેસ આવે છે. 1 મિનીટ રોસ્ટ કર્યા બાદ ડ્રાયફ્રૂટને એક બાઉલમાં લઇ લો.

2) સેઈમ પેનમાં 1 ટેબલ સ્પૂન ઘી લઈ સાથે કટ કરેલો ખજૂર એડ કરો. ઘી અને ખજૂર ને ધીમા તાપે મિક્સ કરતા રહો.

3) માત્ર 4-5 મિનીટમાં તો ખજૂર એકદમ લચકા જેવો થઇ જશે.હવે તેમાં બારીક કાપીને રોસ્ટ કરેલા ડ્રાયફ્રુટ એડ કરો.અને સારી રીતે મિક્સ કરો.

4) ફરી તેમાં 1/2 ટેબલ સ્પૂન ઘી એડ કરો, ઘી એડ કરવાથી રેસિપીને ખુબ સરસ બાઈન્ડીગ અને ટેસ્ટ મળે છે.આ બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લો.આમાં એલચી પાઉડર અને સુંઠ પાઉડર નો ટેસ્ટ પસંદ હોય તો તે પણ એડ કરી શકાય છે.

5) ગેસની સ્ટવ બંધ કરી દો.અને પેનમાં જ સરસ રીતે મિક્સ કરી લો. મિક્સ કરીને ખજૂર અને ડ્રાયફ્રૂટના મિશ્રણને ઠંડુ પડવા દો.

6) ઠંડુ પડેલા મિશ્રણને પ્લાસ્ટીકની ટ્રાન્સપરન્ટ શીટમાં લઈ અને પછી તેનો બીજો ભાગ તેની ઉપર ઢાંકી દો અને વેલણ અથવા સપાટ તળિયાવાળા વાસણનો ઉપયોગ કરી સરસ ઢાળી દો.

7) હવે આ મિશ્રણને દબાવીને પાતળું લેયર બનાવી લેવાનું છે. બરાબર લેયરમાં સેટ કર્યાબાદ તેને 1 કલાક માટે રેફ્રિજરેટરમાં મૂકી દો.

8) 1 કલાક પછી રેફ્રિજરેટર માંથી બહાર કાઢી તેને છરીની મદદથી મનપસંદ શેઇપમાં કટ કરી લો.

9) તો તૈયાર છે, ખજૂર ડ્રાયફ્રૂટ્સ એનર્જી બાર જે ખુબજ હેલ્ધી અને ટેસ્ટી બને છે.તો તમે પણ શિયાળાની ઋતુમાં બનાવજો અને તમારા બાળકો ખવડાવજો પરંતુ એકવાર નીચે આપેલ વિડીયો જરૂરથી જોઈ લેજો જેથી તમારા ડ્રાયફ્રૂટ્સ બાર પણ મારા જેવા પરફેક્ટ બને.

વિડીયો લિંક :


રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *