ખજુર ડ્રાય ફ્રુટ એનર્જી રોલ્સ – શિયાળામાં આખા પરિવારનું હેલ્થ બુસ્ટર બનશે આ રોલ્સ…

ખજુર ડ્રાય ફ્રુટ એનર્જી રોલ્સ :

અત્યારે શિયાળાની ઠંડી ચાલુ થતાની સાથેજ માર્કેટમાં ખજુર પણ સારા એવા પ્રમાણમાં આવવા લાગ્યો છે. ખૂબજ એનર્જી યુક્ત એવા ખજુરમાંથી અનેક પ્રકારની વાનગી બનાવવામાં આવે છે તેની સાથે ડ્રાય ફ્રુટ્નું કોમ્બિનેશન થવાથી તે વાનગી અનેક ગણી એનર્જી દાયક બની રહે છે. ખજુરના ફાયદાઓ જોઇએ તો તે કોલેસ્ટરોલ ઘટાડે છે, પ્રોટીન અને વિટામિન આયર્નથી સમૃદ્ધ છે, અસ્થિ આરોગ્ય સુધારે છે, નર્વસ સિસ્ટમ મજબૂત કરે છે, પાચન શક્તિ વધારે છે. ત્વચા સુધારે છે. વજન વધારવામાં મદદ કરે છે, એજ રીતે ડ્રાય ફ્રુટ પણ એટલા જ હેલ્થ માટે ફાયદાકારક છે. આજે હું અહીં આપ સૌ માટે ડ્રાય ફ્રુટ ખજુર એનર્જી રોલ્સની રેસિપિ આપી રહી છું, જેમાં ખજુર સાથે ડ્રાય ફ્રુટનુ કોમ્બિનેશન છે. બધા માટે ખુબજ હેલ્ધી, ટેસ્ટી અને બનાવવામાં ખૂબજ સરળ છે. તમે પણ મારી આ રેસિપી ફોલો કરીને ચોક્કસથી બનાવજો.

ખજુર ડ્રાય ફ્રુટ એનર્જી રોલ્સ બનાવવા માટેની સામગ્રી :

  • 2 ½ કપ ઠ્ળિયા કાઢેલો સોફ્ટ ખજુર
  • 2 ટેબલ સ્પુન ઘી ખજુર શેકવા માટે
  • 1 ક્પ કાજુનો અધકચરો ભૂકો
  • 1 ટેબલ સ્પુન ઘી – કાજુના પાવડરને શેકવા માટે
  • ½ કપ ગ્રેટેડ ડ્રાય કોકોનટ
  • 1/3 કપ કાપેલી બદામ
  • ½ ટેબલ સ્પુન ઘી – કાપેલી બદામને શેકવા માટે
  • 2 ટેબલ સ્પુન ખસખસ
  • ¼ કપ મગજતરીના બી
  • ½ ટી સ્પુન ઘી મગજતરીના બી શેકવા માટે
  • 1 ટી સ્પુન એલચી પાવડર
  • 3 ટેબલસ્પુન પિસ્તા સ્લિવર્સ

ખજુર ડ્રાય ફ્રુટ‌‌‌‌ એનર્જી રોલ્સ બનાવવા માટેની રીત :

2 ½ કપ ઠ્ળિયા કાઢેલો એકદમ સોફ્ટ ખજુર લઈ તેને અધકચરો ગ્રાઇંડ કરી લ્યો. તેને એકબાજુ રાખો.

થીક બોટમ્ડ લોયામાં કે નોન સ્ટીક પેનમાં 1 ક્પ કાજુનો અધકચરો ભૂકો લઈ 1 ટેબલ સ્પુન ઘી મૂકી કાજુના પાવડરને સ્લો ફ્લૈમ પર લાઇટ પિંકકલરનો થાય ત્યાં સુધી શેકી લ્યો.

હવે એજ ગરમ લોયામાં ½ કપ ગ્રેટેડ ડ્રાય કોકોનટ ઉમેરી થોડો કલર ચેંજ થાય અને કોકોનટ ની સરસ અરોમા આવે ત્યાં સુધી તેને ડ્રાય રોસ્ટ કરી કાજુના ભુકા સાથે પ્લેટમાં કાઢી લ્યો.

ત્યારબાદ થીક બોટમ્ડ લોયામાં કે નોન સ્ટીક પેનમાં 1/3 કપ મોટી કાપેલી બદામ લઇ તેમાં ½ ટેબલ સ્પુન ઘી મુકી સ્લો ફ્લૈમ પર કાપેલી બદામને શેકી લ્યો. પ્લેટમાં ટ્રાંસફર કરો.

હવે લોયામાં 2 ટેબલ સ્પુન ખસખસ લઈ ડ્રાય – ઘી વગર જ જરા શેકી લઇ પ્લેટમાં ટ્રાંસફર કરો. ત્યારબાદ 3 ટેબલસ્પુન પિસ્તા સ્લિવર્સ લોયામાં સ્લો ફ્લૈમ પરા ઘી વગર જ કલર ચેન્જ ના થાય એ રીતે શેકીને પ્લેટમાં ટ્રાંસફર કરો.

મગજતરીના બીને પણ એજ રીતે લાઇટ પિંન્ક થાય ત્યાં સુધી ½ ટી સ્પુન ઘીમાં રોસ્ટ કરી લ્યો.

ત્યારબાદ 2 ટેબલ સ્પુન ઘી મૂકી મિડિયમ સ્લો ફ્લૈમ પર ગ્રાઇંડ કરેલો 2 ½ કપ ઠ્ળિયા કાઢેલો એકદમ સોફ્ટ ખજુર ( પિક્ચરમાં બતાવેલો છે તેવો ખજુર ) લઈ અધકચરો શેકી લેવો. વધારે શેકવાથી ખજુર સોફ્ટ રહેશે નહી.

હવે ફ્લૈમ બંધ કરીને તેમાં રોસ્ટ કરેલ કાજુનો ભૂકો, કાપેલી બદામ. ગ્રેટેડ કોકોનટ, મગજ તરીના બી, ખસખસ તેમાં ઉમેરી દ્યો. તેમાં 1 ટી સ્પુન એલચી પાવડર ઉમેરી બધુજ ખજુર સાથે મિક્ષ કરી લ્યો.

હવે આ મિશ્રણને થોડું ઠરવા દ્યો. થોડું ઠરે એટલે તેમાંથી લેમન સાઈઝ્નો નાનો બોલ થાય એટલું મિશ્રણ હથેળીમાં લઈ બોલ બનાવો. ત્યારબાદ તેમાંથી રોલ બનાવો. ( પિક્ચરમાં બતાવ્યા પ્રમાણે ). આ પ્રમાણે બધા રોલ્સ બનાવી એક પ્લેટ્માં મૂકો.

પિસ્તાના સ્લિવર્સ લઇ બનાવેલા રોલ્સને તેના પર રોલ કરી લ્યો જેથી ડ્રાય ફ્રુટ એનર્જી રોલ્સ પર પિસ્તાના સ્લીવર્સનું સરસ કોટિંગ થઈ જશે.

જો તમે કોઇન બનવવા માંગતા હોવ તો બધા મિશ્રણનો એક જાડો લોગ બનાવી તેના પર પિસ્તાના સ્લિવર્સ લગાવી દ્યો. ત્યારબાદ તેને એલ્યુમિનિયમ ફોઇલથી ટાઇટ કવર કરીને 2-3 કલાક માટે રેફ્રીઝરેટરમાં સેટ થવા માટે મૂકો.

ત્યારબાદ બહાર કાઢીને ફોઇલ સહિત તેના શાર્પ ચપ્પુ વડે કોઇન ક્ટ કરો. ફોઇલ સહીત કટ કરવાથી તેનો સરસ શેઇપ જળવાઈ રહેશે. ત્યારબાદ તેના પરથી ફોઇલ રીમુવ કરો.

ડ્રાય ફ્રુટ- ખજુર એનર્જી રોલ્સ સર્વ કરવા માટે રેડી છે. એર ટાઇટ કંન્ટેઇનરમાં સ્ટોર કરવાથી રુમ ટેમ્પરેચર પર પણ 1 મહીના સુધી ફ્રેશ રહેશે.

નાના મોટા બધા માટે આ શિયાળામાં ખૂબજ એનર્જી દાયક એવા આ ડ્રાય ફ્રુટ-ખજુર એનર્જી રોલ્સ તમે પણ ચોક્કસથી ઘરે બનાવજો. તેનાથી હેલ્થ ખૂબજ સારી રહેશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *