ખજુરની સ્વીટ ચટણી – આંબલી અને ખાંડ વગર બનાવો ખજૂરની આ ચટપટી ચટણી…

ખજુરની સ્વીટ ચટણી :

સામાન્ય રીતે હંમેશા આપણે બધા જમવામાં કે નાસ્તા સાથે કોઇને કોઇ પ્રકારની ચટણીઓ ખાવાના ઉપયોગ માં લેતા જ હોઇએ છીએ. જેવી કે લસણની, ફુદીનાની, આમલીની, કોથમરી મરચાની … આવી દરેક ચટણીઓ પૌષ્ટિક હોવા ઉપરાંત બનાવેલી વાનગીઓનો સ્વાદ બમણો કરી દે છે. ચટણીઓ વગર વાનગીઓ સાવ ફીક્કી લાગે છે. ઘણી વાર અમુક લોકોને આમલી કે લસણની બનાવેલી કે સુગર ઉમેરેલ ચટણી માફક આવતી નથી હોતી. બાળકોને વધારે તીખા મરચાવાળી ચટણી તીખી લાગતી હોય છે.

તો આજે સુગર વગરની, ઓછી તીખી, છતાં પણ થોડી ખટ્ટી-મીઠી એવી ખજુરની સ્વીટ ચટણીની રેસિપિ આપી રહી છું, જે બધાને માફક આવશે. મારી આ રેસિપિ ફોલો કરીને જરુરથી ખજુરની સ્વીટ ચટણી બનાવજો.

ખજુરની સ્વીટ ચટણી સામગ્રી:

  • 8-10 ખજુર
  • 2 બાઉલ સમારેલી કોથમરી
  • 4-5 મિડિયમ સાઇઝના ઓછા તીખા લીલા મરચા
  • 1 ટેબલ સ્પુન લેમન જ્યુસ
  • 3 મીઠા લીમડાની કૂણા પાનવાળી સ્ટ્રિંગ
  • 1 ટી સ્પુન મીઠું
  • 1 ટી સ્પુન આખુ જીરું

ખજુરની સ્વીટ ચટણી બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ 2 બાઉલ મોટી કાપેલી કોથમરી સાફ કરી પાણીથી ધોઇ લ્યો.

ત્યારબાદ તેમાંથી પાણી નિતારી લ્યો.

હવે ખજુરમાંથી ઠળિયા કાઢી પાણીથી ધોઇને નિતારી લ્યો.

લીંબુ માંથી 1 ટેબલસ્પુન જ્યુસ કાઢી લ્યો.

ત્યારબાદ ગ્રાઇંડરનો જાર લઇ તેમાં સૌ પ્રથમ પાણી નિતારેલી 2 બાઉલ કોથમરી ઉમેરી દ્યો.

તેના પર ઠળીયા કાઢીને ધોઇ નિતારેલો ખજુર ઉમેરો.

હવે તેમાં સમારેલા ઓછા તીખા લીલા મરચા, 1 ટે સ્પુન મીઠું ( સ્વાદ મુજબ ) અને 1 ટી સ્પુન આખુ જીરું ઉમેરો.

ત્યારબાદ તેમાં 1 ટેબલસ્પુન લેમન જ્યુસ (વધારે ખટાશ જોઇતી હોય તો લેમન જ્યુસ વધારે લેવું ) ઉમેરો.

જાર નું લિડ બરાબર બંધ કરી ગ્રાઇંડર ચાલુ કરો.

ચટણી માટેની બધી સામગ્રી બરાબર ક્રશ થઇને સરસ સ્મુધ ચટણી બની જાય ત્યાંસુધી ગ્રાઇંડ કરો.

વચ્ચે જરુર પડે તો જાર ખોલીને ચમચીથી ચટણીનું મિશ્રણ જારમાં જ મિક્સ કરી, ફરી ચટણી સ્મુધ ગ્રાઇંડ કરી લ્યો.

તો તૈયાર છે ઝટપટ તૈયાર થતી ખજુરની લચકા પડતી સ્વીટ ચટણી….

જે તમે ખખરા, પરોઠા કે તીખી ફુલવડી (ગાંઠિયા જેવી)સાથે ખાઇ શકો છો.

આ ઉપરાંત ફરાળમાં પણ આ ચટણી પેટીશ, રાજગરાની ક્રંચી પુરી, સાબુદાણા અપ્પે વગેરે સાથે ખુબજ ટેસ્ટી લાગે છે. ફરાળી સેંડ્વીચ ઢોકળામાં પણ વચ્ચે લગાવી શકાય છે.

ખજુરની સ્વીટ ચટણીને એર ટાઇટ કંટેનરમાં અથવા જીપલોક પ્લાસ્ટીક બેગમાં કે સિમ્પલ થોડી થીક ટ્રાંસપરંટ પોલિથિન બેગમાં ભરી પ્લાસ્ટિક લોક પિન લગાવી ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો.

જ્યારે જરુર પડે ત્યારે જરુર પુરતી કાઢી ઉપયોગમાં લેવી.

ખજુરની સ્વીટ ચટણી તીખી ઓછી અને સુગર વગરની પ્રમાણસર સ્વીટ હોવાથી બાળકો અને વડીલોને પણ માફક આવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *