ખજૂર ટામેટા ની ચટણી – ફટાફટ બની જતી ચટપટી ચટણી જે મિત્રોને આંબલી ખાવાથી તકલીફ થતી હોય તેમના માટે ખાસ…

ઝટપટ બનતી આ ખાટી મીઠી ચટણી , ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. સમોસા , કચોરી , પકોડા સાથે તો સરસ લાગે જ છે પણ પરોઠા કે થેપલા સાથે પણ એટલી જ સ્વાદિષ્ટ લાગે છે.

જે મિત્રો આમલી નો ઉપયોગ ટાળવા ઈચ્છે છે એમના માટે આ ચટણી ઉત્તમ છે. તો ચાલો જોઈએ આ ચટણી ની રીત..

સામગ્રી ::

• 1 વાડકો ખજૂર

• 2 મોટા ટામેટા

• મીઠું

• 3 ચમચી તેલ

• 1/2 ચમચી વરીયાળી

• 1/2 ચમચી જીરું

• 2 સૂકા લાલ મરચાં

• 1/2 ચમચી રાઇ

• 2 લવિંગ

• 1/4 ચમચી હિંગ

• 1/2 વડકો ગોળ

• 1 ચમચી લાલ મરચું

• 3 ચમચી બારીક સમારેલી કોથમીર

રીત ::


સૌ પ્રથમ ખજુર ને બારીક સમારી લો. ખજૂર બારીક હશે તો બાફવા માં સરળતા રહેશે.. ટામેટા ના પણ કટકા કરી લો..


કડાય માં તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ , જીરું , વરિયાળી , લાલ સૂકા મરચા અને લવિંગ ઉમેરો. થોડી સેકેન્ડ્સ માટે શેકો. વરીયાળી અને જીરું , બંને ની સુગંધ ખૂબ જ સરસ આવશે..


ત્યાર બાદ કડાય માં હિંગ ઉમેરી , ખજુર ના કટકા અને ટામેટા ના કટકા ઉમેરો.. થોડી સેકેન્ડ્સ માટે શેકો.


હવે એમાં ગોળ , મીઠું અને લાલ મરચું ઉમેરો. સરસ રીતે મિક્સ કરો.


હવે એમાં 2 થી 2.5 ગ્લાસ પાણી ઉમેરો.. અને ઉકાળવા દો. થોડી વાર પછી જોશો તો ખજૂર અને ટામેટા પોચા પડી ગયેલા લાગશે. ચમચા ની પાછળ ના ભાગ થી પોચા પડેલા ખજૂર અને ટામેટા ને મેશ કરતા રહો..


ચટણી જાડી થાય એટલે એમાં કોથમીર ઉમેરો અને ગેસ બંધ કરી દો.. ઠરે એટલે એર ટાઈટ ડબ્બા માં ભરો.. જરૂર મુજબ પીરસો..

નોંધ ::

• સ્વાદ મુજબ ગોળ ઉમેરવો..

• ટામેટા ની ખટાશ બહુ ના હોય તો આમચૂર ઉમેરી શકાય.

• ચટણી સ્ટોર કરવા ફ્રીઝ માં રાખવી..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *