ખજૂર ડ્રાયફ્રૂટ બિસ્કીટ – ઈમ્યુનિટીથી ભરપૂર એવા આ બિસ્કિટ ઘરમાં બધાને ખવડાવજો…

ખજૂર ડ્રાયફ્રૂટ બિસ્કીટ:-

• મિત્રો આજે હું તમારા માટે ખૂબ જ હેલ્ધી અને પ્રોટીન થી ભરપૂર એવા ખજૂર ડ્રાયફ્રૂટ બિસ્કીટ ની રેસીપી લઈને આવી છું. તો બાળકો ને ખજૂર પસંદ ના હોય તો પણ આ હેલ્ધી ખજૂર ડ્રાયફ્રૂટ બિસ્કીટ ખૂબ જ પસંદ આવશે. અને ખજૂર શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો તમે પણ આ હેલ્ધી રેસીપી વિડીયો રેસીપી દ્વારા જરૂર થી ટ્રાય કરજો.

• રેસીપી પસંદ આવે અને નવી નવી રેસીપી જોવા માટે Prisha Tube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.

• સામગ્રી:-

  • • 1 બાઉલ ખજૂર
  • • મેરીગોલ્ડ બિસ્કીટ
  • • 1&1/2 ચમચી ઘી
  • • ડ્રાયફ્રૂટ પાવડર ( કાજુ, બદામ અખરોટ,)
  • • 1 બાઉલ ટોપરા નું છીણ

રીત:-

• સ્ટેપ 1:-સૌપ્રથમ એક નોનસ્ટિક પેનમાં ઠળિયા કાઢેલી ખજૂર ઉમેરી એમાં ઘી ઉમેરો અને ધીમી આંચ પર શેકી લો. તો ખજૂર ને પ્રેસ કરતાં જાઓ અને શેકી લો.

• સ્ટેપ 2:-તો 5 મિનિટ પછી સારી રીતે ખજૂર મેશ થાય ત્યારે તેમાં ડ્રાયફ્રૂટ પાવડર ઉમેરી લો અને બરાબર મિક્ષ કરી લો. અને પેનમાં ચોંટે નહિ ત્યાં સુધી હલાવતાં રહો. અને ગેસ બંધ કરી લો અને એક પ્લેટ માં ઠંડું થવા દો.

• સ્ટેપ 3:-હવે એક મેરીગોલ્ડ બિસ્કીટ લો અને આ ઠંડું થયેલા મિશ્રણ ને ગોળ વાળીને બિસ્કીટ પર એક લેયર બનાવી લો . હવે આ ખજૂર ના લેયર પર બીજું એક બિસ્કીટ મૂકો અને એના ઉપર પાછું ખજૂર નું લેયર બનાવો એવી રીતે આપણે ત્રણ લેયર બનાવીશું. અને છેલ્લે ખજૂર ના મિશ્રણ થી બધી બાજુ કવર કરી લો. તો હવે ખજૂર ડ્રાયફ્રૂટ બિસ્કીટ રેડી છે.

• સ્ટેપ 4:- હવે ખજૂર ડ્રાયફ્રૂટ બિસ્કીટ ને ટોપરા ના છીણથી ગાનિૅશિગ કરી લો.

• સ્ટેપ 5:- અને હવે બિસ્કીટ ને ચાર ભાગ માં કટ કરી લો. તો મિત્રો પ્રોટીન થી ભરપૂર ખજૂર ડ્રાયફ્રૂટ બિસ્કીટ રેડી છે.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *