ખજુર સુખડી – સુખડી ચાહક મિત્રો માટે ખાસ હેલ્થી અને યમ્મી ઓપશન એકવાર જરૂર ટ્રાય કરજો…

ખજુર સુખડી :

સામાન્ય રીતે સુખડીને ગોળ પાપડી પણ કહેવામાં આવે છે.બાળકો અને દરેક લોકો માટે ખૂબજ હેલ્ધી સ્વીટ છે. ઘઊંના લોટને ઘીમાં શેકીને ગોળ ઉમેરીને બનાવવામાં આવતી આ સુખડી બધાની ખૂબજ પ્રિય છે. અહીં હું આપ સૌ માટે ગોળ સાથે સુખડીમાં ખજુર ઉમેરીને ખજુર સુખડી બનાવવાની રેસિપિ આપી રહી છું. તેમા ગોળ બિલકુલ એવોઇડ કરીને માત્ર ખજુર મિક્ષ કરીને પણ તમે હેલ્ધી ખજુર સુખડી બનાવી શકો છો.

મેં અહીં ખજુર સાથે થોડો ગોળ અને ઘીમાં ફ્રાય કરેલા ગુંદરને સુખડીમાં મિક્ષ કરીને સોફ્ટ અને ક્રીસ્પી એવી ખજુર સુખડી બનાવી છે. મારી આ રેસિપિ ફોલો કરીને તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. બાળકોને સ્વીટ તરીકે નાસ્તા બોક્ષમાં આપવી ખૂબજ પરફેક્ટ રહેશે.

ખજુર સુખડી બનાવવા માટીની સામગ્રી :

  • 1 કપ ઘઉંનો જાડો લોટ ( ભાખરી માટેનો )
  • 1 કપ ઘઉંનો ઝીણો લોટ ( રોટલી માટેનો )
  • 1 ½ કપ ઘી
  • 3 ટેબલ સ્પુન ગુંદર (શેક્યા વગરનો )
  • ½ કપ કાજુના નાના નાના ટુકડા
  • ¾ કપ ઠળિયા કાઢીને બારીક કપેલો ખજુર
  • ¾ કપ ગોળ (તમારા સ્વાદ મુજબ લેવો) ગોળના બદલે માત્ર ખજુર પણ લઈ શકાય.

ખજુર સુખડી બનાવવાની રીત :

પ્રથમ ખજુરના ઠળિયા કાઢીને બારીક સમારી લ્યો.

એક થીક બોટ્મ્ડ લોયામાં કે પેન મિડિયમ ફ્લૈમ પર ઘી ગરમ મૂકો. બરાબર એકદમ ઘી ગરમ થઈ જાય એટલે તેમાં 3 ટેબલ સ્પુન ગુંદર ઉમેરી સરસ ફ્લફી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરીને એક બાઉલમાં કાઢી લ્યો.

હવે બાકી વધેલા લોયામાંના ઘીમાં 1 કપ ઘઉંનો જાડો લોટ ( ભાખરી માટેનો ) અને 1 કપ ઘઉંનો ઝીણો લોટ ( રોટલી માટેનો ) ઉમેરીને સ્લો ફ્લૈમ પર ઘીમાં રોસ્ટ કરો.

તવેથા વડે સતત હલાવતા રહી બદામી કલરનો થઇ ફુલી જાય અને સરસ અરોમા આવવા લાગે ત્યાં સુધી રોસ્ટ કરો.

હવે શેકાયેલા લોટમાં ખજુર અને કાજુના બારીક ટુકડાઓ ઉમેરી સ્લો ફ્લૈમ પર મિક્ષ કરી તેને પણ લોટ સાથે રોસ્ટ કરી લ્યો. ખજુર રોસ્ટ થઇ ગરમ થશે એટલે લોટમાં એકદમ મિક્ષ થઇ જશે અને કાજુના ટુકડા ક્રંચી થઇ જશે. એટલે ફ્લૈમ બંધ કરીને લોયાને ફ્લૈમ પરથી દૂર કરી એક બાજુએ રાખી 2-3 મિનિટ હલાવતા રહો.

જરા ઠરે એટલે તેમાં ગોળ અને ફ્રાય કરેલો ગુંદર ઉમેરી મિક્ષ કરી લ્યો.

(જો તમારે ગોળ ઉમેર્યા વગર માત્ર ખજુરની જ સુખડી બનાવવી હોય તો આ સ્ટેપ પર ગોળ એવોઇડ કરી લ્યો અને પહેલા જ્યારે ખજુર ઉમેર્યો હોય તેની સાથે તમારા સ્વાદ મુજબ વધારે ખજુર ઉમેરી દેવો ).

બધું સ્રરસ મિક્ષ થઇ જાય એટલે ઘીથી ગ્રીસ કરેલ પ્લેટમાં કે મોલ્ડમાં પાથરી લેવલ કરી લ્યો.

5 મિનિટ ઠરે એટલે શાર્પ ચપ્પુ વડે સ્ક્વેર કે ડાયમંડ કટ કરી ગરમાગરમ સર્વ કરો. ખૂબજ હેલ્ધી એવી ખજુર સુખડી નાસ્તા સાથે કે નાસ્તા બોક્ષ માટે, લોંગ જર્નીમાં સાથે લઈ શકાય તેવી અથવાતો એમજ ખાઇ શકાય તેટ્લી ટેસ્ટી બની છે. તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવીને બધાને ટેસ્ટ કરાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *