ખાખરા પીઝા – બાળકોને દરરોજ કાંઈક નવીન જોઈતું હોય છે તો આજે શીખો ખાખરા પીઝા બનાવતા..

ખાખરા પીઝા

કેમ છો દોસ્તો, અત્યારે આપણે ઘરમાં જ રેહવાનું છે. અને આપણે આ સમયમાં હેલ્ધી રેસીપી ખાવી જોઈએ.

આજે હું તમારી સમક્ષ મારી બાળપણ ની રેસીપી લઈ ને આવી છું. જે મારી તો ખૂબ જ ફેવરિટ છે.જ્યારે સવારે રોટલી બનાવી હોય અને વધે ત્યારે એ રોટલીના ખાખરા બનાવી એની ઉપર ટોપીગ કરી આપતી.તો મને તો મજા પડી જતી.

તો તમે પણ આ જરૂર થી ટ્રાય કરજો, ઘરમાંથી જ મળતી વસ્તુ માંથી મેદા વગર અને ફટાફટ બની જાય એવા ખાખરા પીઝા.

સામગ્રી

  • ૩ રોટલીના ખાખરા
  • ૧ બાઉલ ઝીણા સમારેલા ટામેટા
  • ૧ બાઉલ આલુ સેવ
  • ૧ બાઉલ ઝીણી સેવ
  • ૧ બાઉલ ચણા ની દાળ (નમકીન)
  • ૧ બાઉલ મગ ની દાળ (નમકીન)
  • ૧ બાઉલ લીલી ધાણા મરચા ની ચટણી
  • ૧ બાઉલ લાલ ખજૂર આંબલી ની ચટણી
  • ૧ બાઉલ મસાલા સીંગ
  • ૧ ક્યૂબ ચીઝ

સૌપ્રથમ વધેલી રોટલી ના ખાખરા કરી લો.

એક ડિશ માં ખાખરા લઈ તેના પીઝા કટર થી ચાર પીસ કરી લો,

હવે તેની ઉપર ૨ ચમચી ધાણા મરચાની ચટણી લગાવો. ૨ ચમચી ખજૂર આંબલી ની ચટણી લગાવો.

ત્યારબાદ તેની ઉપર મગની દાળ નાખો,

તે પછી ચણા ની દાળ નાખો.

હવે તેની ઉપર ટામેટા અને મસાલા સીંગ નાખો.

તે પછી આલુ સેવ અને જીણી સેવ નાખો.

અને ઉપર ચીઝ છીની લો. અને હવે તેને સર્વ કરો.

રસોઈની રાણી : રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *