ખંમગ કાકડી – મહારાષ્ટ્રનું પ્રખ્યાત આ કાકડીનું સલાડ હવે બનશે તમારા રસોડે…

હેલો ફ્રેન્ડઝ હું અલ્કા જોષી આજ ફરી એકવાર એક નવી રેસીપી લાવી છું જે એક સલાડ છે અને તે મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી મા ની એક વાનગી છે. આ સલાડ એટલુ સ્વાદિષ્ટ છે કે તમે એને રોજ ના જમણ સાથે લઇ શકો છો અરે તે એટલું સ્વાદિષ્ટ બને છે કે તે એકલુ પણ ખાય શકાય છે,

આપણે હમેશા આપણા રોજીંદા ખોરાક મા અલગ અલગ પ્રકારના સલાડ અને કચુંબર બનાવતા જ હોઇએ છીએ, જેમાં મુખ્યત્વે કોબી, ગાજર, ટામેટાં, કાકડી બીટ નો વપરાશ કરીયે છીએ, આજે હું નાના મોટા દરેકને ભાવતી કાકડી નુ સલાડ શીખવાડીશ, તો હવે તમે પણ આ મહારાષ્ટીયન સ્ટાઈલ નુ ખમંગ કાકડી જરૂર બનાવજો. તો ચાલો નોંધી લો સામગ્રી…

*સામગ્રી —

250ગ્રામ કાકડી

1કપ શેકેલા સિંગદાણા નો અધકચરો ભૂકો

2લીલા મરચાં

1/2 કપ જીણી સમારેલી કોથમીર

1ટે.સ્પુન ખાંડ

સ્વાદ અનુસાર મીઠું

*રીત —

1—સૌ પ્રથમ કાકડી ને ધોઈ ને તેની છાલ ઉતારી લો અને તેને એકદમ બારિક સમારી લો તેમા એક ટીસ્પૂન જેટલુ મીઠું નાખીને તેને બરાબર મિક્સ કરી ને 15મિનીટ માટે સાઈડ પર મૂકી દો


2–હવે 15 મિનિટ બાદ તેમાં મીઠા નુ પાણી થઈ ગયું હશે તેને હાથ થી દબાવી ને નિતારી લો.જરાપણ પાણી નો ભાગ ના રહે તે ધ્યાન રાખવું.


3–ત્યાર બાદ તેમાં સિંગદાણા નો અધકચરો ભૂકો, બારીક સમારેલી કોથમીર, અને બારિક સમારેલા મરચાં અથવા મરચાં ની પેસ્ટ, ખાંડ, નાખો, ( મીઠું પહેલા થી કાકડી મા છે એટલે જરૂર પડે તો થોડું મીઠું નાખવુ, )હવે સલાડ ને હળવા હાથે મિક્સ કરી લો. 1ટીસ્પુન લીંબુનો રસ નિચોવી લો. તો ચાલો તૈયાર છે તમારૂ સ્વાદિષ્ટ ખમંગ કાકડી નુ સલાડ..


આમા તમે દાડમ ના દાણા પણ નાંખી શકો છો.


*ધ્યાન મા રાખવા ની બાબત —

કાકડી ઘણા પ્રકારની આવે છે, મે સુરતી કાકડી લીધી છે તમે કોઇપણ પ્રકારની કાકડી લઇ શકો છો. બીજી બાબત એ ધ્યાનમાં રાખવી કે કાકડી સમારતા પહેલા ચાખી લેવી કેમકે ઘણી વખત કાકડી કડવી આવી જાય છે જો કાકડી કડવી હશે તો સલાડ કડવુ થઇ જશે.

*ટીપ–કાકડી ની બંને બાજુ થી છેડે થી કાપી ને તેના ઉપર થોડું મીઠું લગાવી ને ઘસવા થી તેની કડવાશ દૂર થઈ જાય છે.

તો ચાલો તમે બનાવો આ સ્વાદિષ્ટ ખમંગ કાકડી અને હું કરુ બીજી રેસીપી ની તૈયારી અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહીં…. બાય….

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *