ખાંડની ચાસણી લઈને સિંગપાક બનાવવાની પર્ફેક્ટ રીત, આ રીતે માંડવી પાક બનાવવામાં આવશે તો ક્યારેય નહીં બગડે

સિંગ પાક, સુખડી, ગંઠોડાની ઢેફલી આ બધી એવી વસ્તુઓ છે જે બધાના હાથે પર્ફેક્ટ નથી બની શકતી. જો તમને પણ આ સમસ્યા હોય તો સિંગપાક બનાવવા માટે આ રેસિપિ અજમાવો.

 

સિંગપાક બનાવવા માટેની સામગ્રી

1 વાટકી કરતાં થોડા વધારે સિંગદાણા

1 વાટકી ખાંડ

½ વાટકી પાણી (ખાંડ ડૂબે તેટલું પાણી)

સિંગપાક બનાવવા માટેની રીત

સિંગ પાક બનાવવા માટે સૌ પ્રથમ એક વાટકીથી પણ વધારે સિંગદાણા લેવા. હવે ગેસ પર એક પેન કે પછી કડાઈ ગરમ થવા મુકી દેવી અને તેમાં સિંગદાણા ઉમેરી દેવા અને તેને વ્યવસ્થિત રીતે શેકી લેવા.

સિંગદાણા મિડિયમ ટુ હાઈ ફ્લેમ પર શેકવા અને તેને એકધારું હલાવતા રહેવું. ધીમેધીમે સિંગદાણા ફૂટવા લાગશે અને શેકાવા લાગશે. સિંગદાણા શેકવામાં વધારે સમય નહીં લાગે.

સિંગદાણા શેકાઈ ગયા બાદ તેને એક થાળીમાં કાઢી લેવા અને તેને ઠંડા પડવા દેવા. સાવ જ ઠંડા નથી પડવા દેવાના પણ તમે હાથમાં લઈ શકો તેવા ઠંડા કરવાના છે.

હવે સિંગદાણા થોડા ઠંડા થઈ જાય એટલે તેને અહીં બતાવવામાં આવ્યું છે તે પ્રમાણે બે હાથ વચ્ચે મસળીને તેના ફોતરા કાઢી લેવા.

થોડા ઘણા છોતરા કદાચ સિંગમાંથી ન નીકળે તો વાંધો નહીં પણ મોટા ભાગના સિંગદાણાના ફોતરા કાઢી લેવા.

હવે સિંગદાણાના છોતરા કાઢી લીધા બાદ સિંગદાણાને છોતરાથી અલગ કરી લીધા બાદ હવે આ સિંગદાણાને મિક્સરમાં અધકચરા વાટી લેવા. તેના માટે તમારે મિક્સરની સ્વિચને ફુલ ન ફેરવવી પણ સ્વિચને ઉલ્ટિ દીશામાં થોડી થોડી વાર ફેરવીને જ ભુક્કો વાટવો.

અહીં સિંગદાણાનો પાઉડર નથી કરવાનો પણ તેનો જાડો ભુક્કો કરી લેવો. ટુંકમાં સિંગદાણામાંથી તેલ છૂટવા લાગે તેટલું બધું વાટવું નહીં. અહીં બતાવવામાં આવ્યું છે તે પ્રમાણે તેને વાટી લેવા.

હવે આ ભુક્કો જેટલો થાય એટલે કે અહીં એક વાટકીથી થોડા વધારે સિંગદાણા લેવામાં આવ્યા છે તો તેનો ડોઢ વાટકી ભુક્કો થયો છે જેની સામે એક વાટકી પાણી અને તેની સામે ખાંડ કરતાં અડધુ પાણી લેવું.

હવે સૌ પ્રથમ સિંગદાણા જે કડાઈ કે પેનમાં શેક્યા હતા તેમાં જ ખાંડ ઉમેરી દેવી અને ઉપર જણાવ્યા પ્રમાણે પાણી ઉમેરી દેવું. ટુંકમાં ખાંડ ડુબે તેટલું જ પાણી લેવું.

હવે ગેસ ચાલુ કરીને તેને હલાવતા રહેવું. શરુઆતમાં ગેસ ફુલ રાખવો જેથી કરીને ખાંડ ઝલદી પીગળી જાય ત્યાર બાદ ગેસ મિડિમય કરી લેવો.

ચાસણીને બનતા 7-8 મિનિટનો સમય લાગે છે. તમારે ચાસણીને જાડી થવા દેવી. તમે ચમચીમાં ચાસણી લો તો તે પાણીની જેમ ના પડવું જોઈએ.

7-8 મિનિટ બાદ તમે જોશો તો પાણી જાડુ થઈ ગયું હશે હવે તમે તેને ચમચાથી પાડવાનો પ્રયાસ કરશો તો તે પાણીની જેમ નહીં પણ ટીપે-ટીપે પડશે તો આ જ કન્સિસ્ટન્સી રાખવી.

બીજી રીત એ છે કે ચાસણીનો તાર જોઈ લેવો ચમચા પર ચાસણી લેવી તેને થોડી ઠંડી થવા દેવી અને તેને અહીં બતાવ્યું છે તે પ્રમાણે અંગુઢા અને આંગળી વચ્ચે લઈ તેના તાર જોઈ લેવો. આમ સાવ જ ચીકણી ચાસણી થઈ જાય એટલે સમજી જવું કે ચાસણી તૈયાર છે.

હવે આ તૈયાર થયેલી ચાસણીમાં શેકેલા સિંગદાણાનો ભુક્કો ઉમેરી દેવો. હવે તેને બરાબર મિક્સ કરી દેવો.

અહીં સિંગદાણાની કન્સીસ્ટન્સી લોટ બાંધ્યો હોય તેવી થઈ જવી જોઈએ.

જો તમને વધારે પડતું પ્રવાહી લાગતુ હોય તો તમારે તેમાં થોડો સિંગદાણાનો ભુક્કો ઉમેરી દેવો અને જો સિંગદાણા કોરા લાગતા હોય તો તેમાં એક ચમચી ખાંડ અને બે ચમચી પાણી ગરમ કરીને તેમાં ઉમેરી દેવું અને તેને બરાબર મિક્સ કરી લેવું.

મિક્સ કર્યા બાદ અહીં બતાવ્યું છે તે પ્રમાણે સિંગપાકની કન્સીસ્ટન્સી લાડુડી પડે તેવી બનવી જોઈએ. તેના માટે તમારે મિશ્રણ થોડું ઠંડુ થાય ત્યારે લાડુડી વાળી જોઈ લેવું.

હવે એક નાની થાળી લેવી અને તેને ઘીથી ગ્રીસ કરી લેવી. જેથી કરીને તેમાં સિંગપાક પાથર્યા બાદ ચોંટે નહીં.

હવે ઘીથી ગ્રીસ કરેલી આ થાળીમાં સિંગપાક પાથરી લેવો. અને થોડું ઠંડુ થાય એટલે તેના પિસ કરી લેવા.

તો તૈયાર છે સિંગપાક. આ સિંગપાકને તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. છોકરાઓને સ્કૂલે નાશ્તામાં પણ આપી શકો છો. સિંગપાક એક પ્રકારનો એનર્જી બાર છે જે તમને ઘણીબધી ઉર્જા પુરી પાડે છે.

રસોઈની રાણીઃ નીધી પટેલ

ખાંડની ચાસણી લઈને સિંગપાક બનાવવાની પર્ફેક્ટ રીત માટેનો વિગતવાર વિડિયો.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *