ખારી શિંગ – માર્કેટમાં મળે છે એવી જ ખારી શિંગ હવે બનશે તમારા રસોડે, બનાવો આ સરળ રીતે…

ખારી શિંગ :

બધાની ફેવરિટ એવી ખારીશિંગ બધા અવારનવાર બજારમાંથી લઈ ખાતાજ હ્શો. એકલા હોય કે મિત્રો સાથે ખારીશિંગ ધાર્યા કરતા વધારે ખાવાઇ જતી હોય છે. એટલી સ્વાદિષ્ટ હોય છે. જર્નીમાં – ટ્રાવેલિંગ હોયએ કે ગાર્ડનમાં ફરતા હોઇએ, ખારિશિંગ હાથમાં લઈ ખાવી ખૂબજ સરળ છે. ટાઇમ પાસ માટેનો બેસ્ટ વિક્લ્પ છે. ખાવાની પણ એટલીજ મજા આવે છે.

ખારીશિંગ ઘરે બનાવવી ખૂબજ સરળ છે. ઘરે બનાવવાથી તમે તમને ભાવતી જરુર મુજબ સોલ્ટી ખારીશિંગ બનાવી ખાઇ શકો છો. ખારીશિંગ ઘરે બનાવવી હોય તો સારી ક્વોલીટીના શિંગદાણા પસંદ કરવા. જેથી ખારીશિંગ સરસ ક્રંચી અને ટેસ્ટી બને. આ ઉપરાંત ટેસ્ટી ખારીશિંગ બનાવવા માટે પ્રોપર મેઝરમેંટ સાથે સોલ્ટ ઉમેરવું અને ખારીશિંગને પ્રોપર રોસ્ટ કરવી ખૂબજ જરુરી છે. જેથી સરસ ક્રંચી અને ટેસ્ટી બને. અહીં હું આપસૌ માટે એવી જ ખારીશિંગ બનાવવા માટેની રેસિપિ આપી રહી છું. તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો. દરેક લોકોને ખૂબજ ભાવશે.

ખારીશિંગ બનાવવા માટેની સામગ્રી :

  • 1 ½ કપ મોટા શિંગ દાણા
  • 3 ½ કપ પાણી
  • 2 ટેબલ સ્પુન સોલ્ટ –પાણીમાં ઉમેરવા માટે
  • 6-7 ટેબલ સ્પુન સોલ્ટ ખારીશિંગ રોસ્ટ કરવા માટે

ખારીશિંગ બનાવવાની રીત :

એક પેનમાં 3 ½ કપ પાણી ઉમેરી મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકો. ગરમ થાય એટલે તેમાં 2 ટેબલ સ્પુન સોલ્ટ ઉમેરો. મિક્સ કરો. પાણી અને સોલ્ટના મિશ્રણવાળા પાણીને ઉકાળીને સોલ્ટેડપાણી બનાવો.

પાણી ઉકળવાનું ચાલુ થાય એટલે તરતજ તેમાં 1 ½ કપ મોટા શિંગદાણા ઉમેરો.

3-5 મિનિટ તેમાં સ્પુન વડે હલાવતા રહો. ત્યારબાદ ફ્લૈમ બંધ કરીને પેનને ઢાંકી દ્યો.

20-25 મિનિટ રેસ્ટ આપો.

ત્યારબાદ મોટી ગળણી કે ચાળણીમાં પાણી સહીત નાખી પાણી નિતારી લ્યો. પાણી નિતરી જાય એટલે 2 કલાક કપડામાં છુટા છુટા પાથરી કોરા થવા દ્યો.

2 કલાક બાદ શિંગદાણા સુકા જેવા થઈ જાય એટલે થીક બોટમ્ડ લોયામાં 6-7 ટેબલ સ્પૂન સોલ્ટ ઉમેરો. મિડિયમ ફ્લૈમ રાખી સોલ્ટ્ને સ્પુન વડે સતત હલાવતા રહી સારુ એવું ગરમ કરી લ્યો. જેથી બધું જ સોલ્ટ બરાબર ગરમ થઈ જાય.

હવે ગરમ થયેલા આ સોલ્ટમાં સુકવેલા ખારાશિંગ દાણા અર્ધા ભાગના ઉમેરો. એકસાથે વધારે ઉમેરવાથી બધા દાણા બરાબર શેકાશે નહી, એટલે એકસાથે થોડા થોડા જ રોસ્ટ કરવા.

શિંગદાણા સોલ્ટ્માં ઉમેર્યા પછી સતત હલાવતા જઇને મિડિયમ ફ્લૈમ પર રોસ્ટ કરો.

શરુઆતમાં શિંગદાણા થોડા ભીના હોવાથી તેના પર સોલ્ટ સ્ટીક થઇ જશે. પરન્તુ જેમ રોસ્ટ થતા જશે તેમ શિંગદાણા પરથી સોલ્ટ છુટું પડતું જશે.

સતત હલાવતા જઈ દશેક મિનિટમાં શિંગદાણા રોસ્ટ થઇ બદામી કલરના થઇ જશે ત્યાં સુધી સોલ્ટમાં રોસ્ટ કરો. હવે 5-6 દાણા લોયામાંથી લઇ બરાબર ઠંડા થવા દ્યો. ત્યારબાદ તેના ફોતરા કાઢી લ્યો. ફોતરા સરસ ક્રીસ્પી થઇને શિંગદાણામાંથી છુટા પડી જાય અને દાણા સરસ ક્રીસ્પી થઇ જાય એટલે ખારીશિંગ ખાવા માટે રેડી છે. આપ્રમાણે બાકીના ખારા કરેલા શિંગદાણા પણ ક્રીસ્પી રોસ્ટ કરી લ્યો.

નાના મોટા બધાની હોટ ફેવરીટ સ્વાદિષ્ટ અને ક્રન્ચી ખારીશિંગ ખાવા માટે રેડી છે.

બધી ખારીશિંગ બરાબર ઠંડી પડી જાય ત્યારબાદ એરટાઇટ કંટેઇનરમાં ભરી સ્ટોર કરો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *