ખાટા મગ – મગની અવનવી વેરાયટીમાંથી એક ટેસ્ટી રેસિપી એટલે આ ખાટા મગ…

હવે ,રોજ ભાત સાથે ખાવા શું બનાવું એનો પ્રશ્ન થાય .કોઈ દિવસ તુવેર દાળ બનાવતાં હોય તો કોઈ દિવસ કાઢી ,અડદ ,સાદા મગ ,ચોળી વગેરે …..તો ભાત સાથે આજે નવો ટેસ્ટ ખાટા મગ શીખીશું ….

દાળ જેમ ગુજરાતી ખોરાક નો એક અભિનન ઘટક છે .તેમ મગ પણ ગુજરાતી પરંપરાગત ભાણું કહેવાય છે .મોટે ભાગે તુવેર દાળ દરોજ ખવાય છે .તો કંટાળી ગયા હોય તો આજે બનાવો ખાટા મગ …..

સામગ્રી :

– અડધો કપ આખા મગ

– અડધો કપ દહીં

– બે ચમચા ચણાનો લોટ

– પા ચમચી હળદર

– અડધી ચમચી લાલ મરચું

– પા ચમચી હિંગ

– અડધી ચમચી રાઈ

– અડધી ચમચી જીરું

– એક ચમચી છીણેલું આદું

– ચારથી પાંચ મીઠા લીમડાનાં પાન

– બે લીલાં મરચાં સમારેલાં

– બે ચમચી તેલ

– બે ચમચા ઝીણી સમારેલી કોથમીર

– મીઠું સ્વાદ પ્રમાણે

રીત:

સ્ટેપ :1

સૌ પ્રથમ મગને બે કલાક પાણીમાં પલાળ્યા બાદ બે કપ પાણીમાં બાફી લો. મગ છૂટા રહેવા જોઈએ.

સ્ટેપ :2


ત્યારબાદ દહીંમાં ચણાનો લોટ તૈયાર કરવું .

સ્ટેપ :3


હવે એક પેનમાં તેલ ગરમ કરો. એમાં રાઈ અને જીરાનો વઘાર કરો. પછી એમાં લીલાં મરચાં, આદું અને મીઠા લીમડાનાં પાન ઉમેરો. હવે તૈયાર કરેલું દહીંનું મિશ્રણ એમાં મિક્સ કરો. હવે ,તેમાં હળદર ,મરચું પાવડર ,ઘણાં જીરું ,હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી ને બરાબર મીક્સ કરી દેવું

સ્ટેપ :4


ત્યારબાદ કપ પાણી ઉમેરીને બરાબર મિક્સ ત્યારબાદ બાફેલા મગ મિક્સ કરો. મિશ્રણને પાંચથી સાત મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ તાપ ધીમો કરીને વધુ પાંચ મિનિટ ઊકળવા દો. એને સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીર ભભરાવીને સજાવો અને રોટલી તથા ભાત સાથે ગરમ સર્વ કરો.

નોંધ :

તમે બધાં મસાલા દહીં માં ઉમેરી ને પણ લઇ શકો છો અહીં મેં પછી થી ઉમેર્યા છે .


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *