સ્વામિનારાયણ પ્રેમવતીમાં મળે છે એવી ખીચડી અને જલારામ મંદિરમાં મળતી કઢી શીખી લો ફટાફટ…

આજે આપણે સ્વામિનારાયણ ખીચડી અને જલારામ કઢી બનાવીશું.આ ખીચડી અને આ કઢી બહુ જ પ્રખ્યાત છે આપણે ઘરે બનાવીએ તો આવી નથી બનતી તો તમે આ રેસિપી થી કે આ રીત થી બનાવશો તો ચોક્કસથી એકદમ પરફેક્ટ બનશે.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી:

  • દહીં
  • ચોખા
  • છોડાવાળી મગ ની દાળ
  • હળદર
  • મીઠું
  • ધાણાજીરું
  • આદુ
  • લીલા મરચા
  • લાલ મરચું પાવડર
  • તમાલપત્ર
  • જીરું
  • લીલા ધાણા
  • ઘી
  • મીઠા લીમડાના પાન
  • લવિંગ
  • તજ
  • ગાજર
  • વટાણા
  • બટાકા
  • રીંગણ
  • હીંગ
  • ફ્લાવર
  • સૂકું લાલ મરચું
  • રાઈ
  • રીત

    1- સૌથી પહેલા આપણે એક કૂકર માં બે મોટી ચમચી તેલ લઇ લઈશું.હવે આ તેલ ગરમ થાય એટલે તેમાં એક નાની ચમચી રાઈ નાખીશું.હવે રાઈ તતડી જાય એટલે તેમાં ચપટી હિંગ નાખીશું.

    2- હવે તેમાં એક તમાલપત્ર નાખીશું. હવે તેમાં છ કે સાત મીઠા લીમડા ના પાન નાખીશું.ત્યારબાદ એક લીલું મરચું ઝીણું સમારી ને એડ કરીશું.અને ત્યાર પછી થોડું આદુ ને છીણી લીધું છે તો તે પણ આપણે એડ કરીશું.

    3- હવે તેમાં આપણે વેજીટેબલ નાખીશું.હવે તેમાં એક બટેકા ને સમારી ને એડ કરીશું.ત્યારબાદ એક નાનું રીંગણ એડ કરીશું.અને થોડા વટાણા એડ કરીશું.તમારે બીજું કોઈ વેજીટેબલ એડ કરવું હોય તો કરી શકો છો.

    4- હવે બધું મિક્સ કરી લઈશું હવે તેમાં એક ગાજર અને થોડો ફૂલેવાર એડ કરીશું.હવે આપણે શાકભાજી ને થોડા ફ્રાય કરી લઈશું.હવે તેમાં ચોખા અને દાળ નાખીશું.આ ખીચડી હમેશા છોડા વાળી મગ ની દાળ ની જ હોય છે.

    5- દાળ આપણે પોણા ભાગ ની લઈશું જેથી ખીચડી નો ટેસ્ટ એકદમ સરસ આવે છે.હવે બધું સરસ રીતે તેલ માં ફ્રાય કરી લઈશું.હવે મસાલા કરી લઈશું હવે એક નાની ચમચી લાલ મરચું પાવડર નાખીશું.ત્યારબાદ અડધી ચમચી ધાણાજીરૂ પાવડર નાખીશું.

    6- હવે એક નાની ચમચી હળદર નાખીશું.હવે બધા મસાલા સાથે તેને મિક્સ કરી લઈશું.તમે વીડિયોમાં જોઇ શકો છો કે આપણા ચોખા અને દાળ માં બધા મસાલા સેટ થઈ ગયા છે તો તેમાં આપણે પાણી નાખીશું.

    7- હવે જેટલા ચોખા દાળ લીધા હોય તેનાથી ડબલ આપણે પાણી નાખીશું. હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું. હવે આપણે કૂકર બંધ કરી ને મીડીયમ ગેસ પર એક સીટી વગાડી લઈશું.અને પછી ધીમા ગેસ પર પાંચ થી સાત મિનિટ રહેવા દઈશું.ખીચડી થાય ત્યાં સુધી આપણે કઢી ની તૈયારી કરી લઈશું.

    8- તેના માટે એક વાડકી દહી લઈ લીધું છે હવે તેની સામે બે ચમચી બેસન લઈ લીધું છે હવે તેમાં ગાઠા ના પડે તે રીતે દહી માં મિક્સ કરી લઈશું. તમારી જોડ દહી ના હોય તો તમે છાસ પણ લઈ શકો છો.હવે તેમાં ચાર થી પાંચ વાડકી પાણી એડ કરીશું.

    9- હવે તેમાં અડધી ચમચી આદુ નાખીશું.હવે તેમાં તમારા ટેસ્ટ મુજબ મીઠું નાખીશું.હવે તેમાં આપણે મીઠા લીમડાના પાન નાખીશું.હવે તેમાં થોડા લીલા ધાણા નાખીશું.હવે તેમાં થોડો ગોળ નાખીશું.તમે વીડિયોમાં જોઇ શકો છો કે સીટી વાગી ગઈ છે.

    10- હવે આને પાંચ થી સાત મિનિટ માટે રહેવા દઈશું,હવે વઘાર કરી લઈશું.હવે એક ચમચી ઘી લઈશું હવે તેમાં થોડું જીરું એડ કરીશું.હવે તેમાં બે થી ત્રણ લવિંગ એડ કરીશું.અને એક નાનો ટુકડો તજ એડ કરીશું.હવે તેમાં બે લીલા મરચા ટુકડા કરી ને એડ કરીશું.હવે આ વઘાર આપણે કઢી માં એડ કરીશું.

    11- હવે કઢી ને ઉકાળી લઈશું.તમે વીડિયોમાં જોઇ શકો છો કે એકદમ સરસ કઢી ઉકળી રહી છે.હવે ખીચડી તૈયાર થઈ ગઈ છે તો તેનો વઘાર કરી લઈશું.હવે તેમાં એક ચમચી ઘી લઈશું હવે ઘી ગરમ થઈ ગયું છે તો તેમાં બે સૂકા મરચા નાખીશું.

    12- હવે તેમાં થોડું જીરું અને બે લવિંગ નાખીશું હવે આપણે આ ઘી નો વઘાર ખીચડી માં નાખીશું હવે ખીચડી અને કઢી તૈયાર થઈ ગઈ છે તો તેને સૌ કરી લઈશું તેમાં લીલા ઉપર થી ધાણા નાખીશું. અને આ સ્પેશિયલ સ્વામિનારાયણ મંદિર માં મળે છે તેવી ખીચડી અને જલારામ મંદિર માં કઢી બને છે તે તૈયાર થઈ ગઈ છે તો તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.

    વિડિઓ રેસિપી :

    રસોઈની રાણી : પદમા ઠક્કર

    Youtube ચેનલ : જલારામ ફૂડ હબ

    મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

    Leave a comment

    Your email address will not be published. Required fields are marked *