ખીચડી ના મુઠીયા – ખુબ જ સ્વાદિષ્ટ મુઠીયા ની સરળ રેસિપી

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે મુઠીયા ઘણી જ પ્રકારના બને છે.જો એવા મુઠીયાની રેસિપી હોય ખૂબ જ સહેલાઇથી અને ખૂબ જ ઓછા સામગ્રી માંથી બની જઈ તેમજ બોઉં જ સ્વાદિષ્ટ બને તે છે. વધેલી ખીચડી માંથી બનાવામાં આવતા “ખીચડીના મુઠીયા” જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને ખાવાનું મન પણ થઈ જઈ એવા ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે. એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે. ઘરના નાના મોટા બધાને ખૂબ જ ભાવશે. એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો. વિડીયોને છેલ્લે સુધી જોજો. કોમેન્ટમાં જણાવજો. તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

મુઠીયા વાળવા માટે –

  • ૨ કપ વધેલી ખીચડી
  • ૧.૫ ટેબલ સ્પૂન આદુ મરચા લસણ ની પેસ્ટ
  • ૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  • ૨ ટી સ્પૂન ધાણાજીરું પાવડર
  • ૧ ટેબલ સ્પૂન ખાંડ
  • ૧ કપ રવો
  • ૨ ટેબલ સ્પૂન ચણા નો લોટ
  • ૨ ટેબલ સ્પૂન ઘઉં નો લોટ
  • ૨ થી ૩ ટેબલ સ્પૂન કસૂરી મેથી કે તાજી મેથી
  • ૩ ટેબલ સ્પૂન દહીં
  • મીઠું સ્વાદ અનુસાર

વઘાર માટે –

  • ૧.૫ ટેબલ સ્પૂન તેલ
  • ૧.૫ ટી સ્પૂન રાઈ
  • ૧ ટી સ્પૂન જીરું
  • ૨ ટી સ્પૂન તલ
  • ૧/૪ ટી સ્પૂન હિંગ
  • ૧/૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  • ૧ ચપટી મીઠું

રીત :

૧. મુઠીયા વાળવા માટે આપેલી બધી સામગ્રી ને એક બાઉલ માં ભેગી કરી ને હાથ થી બરોબર મિક્સ કરી લેવું.

૨. હવે મુઠીયા ના રોલ વાળી લેવા.

૩. હવે ઢોકળીયા માં પાણી ઉમેરી ને ગરમ કરવા મૂકી દેવું.

૪. હવે ઢોકળીયા ની થાળી માં તેલ ચોપડી ને મુઠીયા ના રોલ વરાળે બાફવા મૂકી દેવા.

૫. ૧૫ મિનિટ જેવું બફાય એટલે ચપ્પુ થી ચેક કરી ને ઠંડા થવા મૂકી દેવા.

૬. મુઠીયા ઠંડા થઇ જાય એટલે કાપી લેવા.

૭. હવે વઘાર માટે તેલ મૂકી ને એમાં રાઈ અને જીરું ઉમેરો. તતડે એટલે એમાં હિંગ, તલ, લાલ મરચું, અને મીઠું ઉમેરી ને એમાં કાપેલા મુઠીયા ઉમેરી દેવા.

૮. મુઠીયા થોડા કડક થાય ત્યાં સુધી ધીમા તાપે સાંતળવા. હવે એમાં તમારી પસંદ મુજબ ખાંડ ઉમેરી ને ઉપર કોથમીર ભભરાવી ને ગરમાગરમ પીરસવા.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *