ખીચું – ટેસ્ટી અને ચટાકેદાર વાનગી ખાવાનું મન થયું છે? તો બનાવી દો આ ખીચું ફક્ત પાંચ મિનિટમાં…

ખીચું.

ઝટપટ બનતી વાનગી એટલે ખીચું….શું માત્ર મેગી જ બે મિનિટમાં બની જાય છે ??

ના હો ના… ખીચું પણ પાંચ મિનિટમાં તૈયાર થતી વાનગી છે.

પચવામાં સરળ દરેક ઉંમરનાને ભાવે એવું,સ્વાદિષ્ટ ચોખાના લોટનું ખીચું આપ સૌ માટે લઈને આવ્યાં છે શોભના શાહ….જેઓ હંમેશાં પીરસવાની એક અલગ રીત લઈ ને જ આવે છે

તો ચાલો આજે એમની પાસેથી બનાવવાની રીત અને પીરસવાની કળા બંને શીખીએ….

સામગ્રી.

  • એક કપ ચોખાનો લોટ.
  • અઢી કપ પાણી
  • એક ચમચી જીરું
  • મીઠું
  • બે નંગ સમારેલા લીલાં મરચાં.
  • સીંગતેલ
  • મેથીનો મસાલો.

રીત…..

સૌ પ્રથમ એક કડાઈમાં અઢી કપ પાણી ઉકાળો.

પાણી ઉકળવા લાગે એટલે એમાં સ્વાદમુજબ મીઠું,જીરું,સમારેલા મરચાં નાખી હલાવો .

એક મિનિટ માટે ઢાંકણ ઢાંકી દો.

ફરીથી બધું બરાબર હલાવી દો.

હવે એક કપ ચોખાનો લોટ નાંખીને તરત જ બધું જ વેલણની મદદથી સરસ રીતે હલાવો.

બધુ જ બરાબર મિક્સ થઈ જાય એટલે ફરીથી એના ઉપર ઢાંકણ ઢાંકી દો.


ગેસ એકદમ ધીમો રાખો.

ધીમા તાપે ચડવા દો.


ચોખાનો લોટ પચવામાં ખૂબ સરળ હોય છે જેથી તમે ગમે ત્યારે ખાઈ શકો છો અને ગમેતેને પીરસી શકો છો.

ઘણીવાર અચાનક મહેમાન આવી જાય ત્યારે આ ઝટપટ બનતી વાનગી ગરમા ગરમ પીરસવામાં સરળ પડે છે.

હવે ગેસ બંધ કરી દો .

ગેસ બંધ કર્યા બાદ બે મિનિટ બાદ એનું ઢાંકણ ખોલવું.જેથી ખીચું સીજી જાય .

શિયાળામાં ગરમાગરમ ખીચું ખાવાની ખૂબ મજા આવે છે.

હવે ગરમાગરમ ખીચા ઉપર સીંગતેલ રેડો.

અને એના ઉપર મેથીનો મસાલો ભભરાવો.

આહાહાહા….શું સ્વાદ છે???

મોં મા પાણી આવી ગયું ને…તો ચાલો મારી રેસીપીને લાઈક કરી કોમેન્ટ આપી તમે પણ બનાવવા પહોંચી જાવ…..બસ આમજ જોતાં રહેજો અને બનાવતા રહેજો…..

રસોઈની રાણી : શોભના શાહ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *