યોગ્ય ખોરાકની મદદથી કેન્સરને થતું અટકાવી શકાય છે.

જેટલું જલદી આપણે બાળકોને હેલ્ધી ફૂડનું મહત્ત્વ સમજાવીએ એટલે કે જેટલુ જલદી આપણે તેમને વધુ પોષક, કેન્સરની સામે રક્ષણ આપી શકે તેવો ખોરાક આપવાનો શરૂ કરીએ તેટલું વધુ તેઓ જીવનભર હેલ્ધી રહી શકે છે. કોલોન કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર થવા માટેના મૂળભૂત કારણોમાં ખોરાકને પણ એક કારણ માનવામાં આવે છે.પૂરતી કસરત, અને વજનને કાબુમાં રાખવાથી આ રોગને થતો અટકાવી શકાય છે.
નાનપણમાં ખાવાની જે ટેવો પાડવામાં આવે તેને આખું જીવન ટકાવી રાખવામાં આવે છે. જેટલી વધુ સારી કેન્સરથી દૂર રહેવાની ટેવ પાડવામાં આવે તેટલા જ બાળકો મોટા થઈને કેન્સરથી દૂર રહી શકે છે.

લગભગ 35% થી 60% ટકા કેન્સર હેલ્ધી ડાયટથી થતાં અટકાવી શકાતા હોય છે. અનિયમિત ખાવાની ટેવ, જંકફૂડ અને બેઠાડું જીવન રોગોને આમંત્રણ આપે છે અને કેન્સર થવાની શક્યતાઓ પણ વધારે છે. બાળકોને નાનપણથી આખા-અડધા અનાજ, કઠોળ, શાકભાજી અને ફળ ખાવીની ટેવ પાડવાથી કેન્સરની સામે રક્ષણ આપતા એન્ટી ઓક્સીડન્ટ ખોરાક, ફાઇટોકેમીકલ્સથી ભરપુર શાકભાજી, ફળફળાદી, ફાયબર્સથી ભરપૂર ખોરાક આપવાથી કેન્સરની સામે રક્ષણ મળે છે. આમ હેલ્થ માટેનો રસ્તો હેલ્ધી ડાયટ અને કસરતથી શરૂ થાય છે અને ફક્ત પાતળી કમર અને સુંદર દેખાવ સુધી જ સીમીત નહીં રહેતા કેન્સરની સામે રક્ષણ પણ આપે છે.

– ફળ અને શાકભાજી ખાવા માટે પ્રોત્સાહિત કરો

– રોગમુક્તિ કેન્દ્ર અને રોગ થતાં અટકાવવા માટેના રીસર્ચો દ્વારા માનવામાં આવે છે કે લગભગ 80% હાઇસ્કુલના બાળકો દિવસ દરમિયાન જરૂરી ફળળાદી અથવા શાકભાજીનો વપરાશ કરતા નથી. ફળફળાદિ અથવા શાકભાજી બરોબર વાપરવામાં આવતા કેન્સરને અટકાવી શકાય છે. યુરોપીયન રીસર્ચમાં જાણવા મળે છે કે જે લોકોને બાળપણમાં ફળ અને શાકભાજીનો ભરપુર ખોરાક આપવામાં આવ્યો હોય તેમને મોટા થતાં કેન્સર થવાની શક્યતાઓ ઘટી જાય છે.
“ફળફળાદિ અને શાકભાજી વાપરતા પહેલાં સારી રીતે ધોવા બહુ જ જરૂરી છે, જેથી કેરીને રાસાયણીક ખાતર ધોવાઈ જાય.”

– વહેલું માસીક આવવાથી કેન્સરનું જોખમ રહે છેજેટલું વધુ એસ્ટ્રજન શરીરમાં વધુ રહે તેટલુ વધુ બ્રેસ્ટ કેન્સરનું રીસ્ક રહેલું હોય છે. છોકરીઓમાં વધુ પડતું વહેલું માસીક શરૂ થઈ જવાના કારણે બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સ વધી જાય છે. જો તમારું નિયમિત ડાયેટ વધારે પડતું ફેટવાળુ હશે અને તેમાં ફળ અને શાકભાજી (ડાયેટરી ફાયબર) ન હોય તો શરીરમાં વધુ પડતી ફેટ વધે છે. વજન વધવાના કારણે માસીક પણ જલદી આવે છે. ઓછી ફેટવાળા ડાયટથી હેલ્ધી વેઇટ કન્ટ્રોલ થાય છે, અને ઓછા ઇન્સ્યુલીન લેવલના લીધે બાળકો અને મોટાઓમાં બ્રેસ્ટ કેન્સરની શક્યતા વધી જાય છે.

કેન્સર અને વજનવધુ પડતાં વજનવાળા બાળકો સ્વાભાવિક રીતે વધુ વજનવાળા જ મોટી ઉંમરે પણ રહેવાના છે અને હેલ્થના પ્રોબ્લેમ જેમ કે ડાયાબીટીસ, હાઇ બ્લડ પ્રેશર, હાર્ટ ડીસીઝ અને અમુક પ્રકારના કેન્સર નોતરે છે. નવા રીસર્ચ પ્રમાણે વધુ પડતા વજનવાળા બાળપણ સાથે મોટી ઉંમરમાં કેન્સર થવાની શક્યતાને સીધો સંબંધ છે. તમારા બોડી માસ ઇન્ડેક્સ (BMI)માં એક પોઈન્ટનો વધારો મોટી ઉંમરે કેન્સર થવાની શક્યતામાં 9%નો વધારો કરે છે. માટે તમારું બાળક જેટલું વધુ મેદસ્વી હશે તેટલું જ તેને મોટા થયા બાદ કેન્સર થવાની શક્યતા વધી જાય છે.

અહીં એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે કસરત અને ડાયટ બને નિયમિત કરવામાં આવે તેમજ બાળકોને નાનપણ થી તે પ્રત્યે સજાગ કરવામાં આવે તો તેઓ એક એક્ટીવ એડલ્ટ બની શકે છે અને મોટા થયા બાદ મોટાભાગની બીમારીઓથી દૂર રહી શકે છે.

લેખક – લીઝા શાહ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *