ખુબ જ ઓછા સમયમાં બની જતાં સ્વાદીષ્ટ માલ પુડા…

ક્રીતીકા બેન લાવ્યા છે આજે તમારા માટે સ્વાદીષ્ટ માલ પુડા બનાવવા માટેની ખુબ જ સરળ રેસીપી. તો નોંધીલો માલપુડા બનાવવાની રેસીપી.

માલ પુડા બનાવવા માટેની સામગ્રી

બે કપ ઘઉંનો જીણો લોટ (વ્યવસ્થીત ચાળી લેવો)

1 કપ જીણો સમારેલો ગોળ

1 ચમચી અજમા

અરધી ચમચીથી ઓછી હળદર

સરસિયાનું તેલ જરૂર મુજબ

માલ પુડા બનાવવા માટેની રીત

સૌ પ્રથમ એક પહોળો બોલ લેવો. તેમાં સમારેલો એક કપ ગોળ ઉમેરી દેવો. મોટો ગોળ ન લેવો. અને અહીં માપ આપવામાં આવ્યું છે તે જીણા સમારેલા ગોળનું આપવામાં આવ્યું છે. તમે મોટા ગાંગડા એક કપ લેશો તો તેમાં માપ બદલાઈ જશે.

હવે તેમાં બે કપ પાણી ઉમેરી દેવું. જે કપથી ગોળનું માપ લીધું છે તે જ કપથી પાણીનું પણ માપ લેવું. જેથી કરીને માલપુડા વધારે ગળ્યા કે પછી મોળા ના થઈ જાય.

હવે ગોળ અને પાણીને ચમચીથી હલાવીને ગોળને બરાબર ઓગાળી લેવો. જરા પણ ગોળ ન રહી જાય તેનું ધ્યાન રાખવું. આ પ્રોસેસમાં થોડી વાર લાગશે પણ ગોળ બરાબર ઓગળી જાય તે જરૂરી છે.

હવે ગોળ પાણીમાં બરાબર ઓગળી જાય એટલે તેને ગરણીથી ગાળી લેવું. જેથી કરીને ગોળમાં જો કોઈ કચરો હોય તે ગળાઈ જાય.

હવે 2 કપ જીણો ઘઉંનો લોટ ચાળીને એક બોલમાં લેવો તેમાં ધીમે ધીમે ગોળવાળુ પાણી એડ કરવું. તમે ઘરે રોટલી માટે જે જીણો લોટ વાપરો છો તે લોટ લેવો અને તેને ચાળીને જ લેવો. જેથી કરીને કોઈ અરધા ઘઉં કે ભુસું વિગેરે તેમાં રહી ન જાય.

ધીમે ધીમે ગોળનું પાણી ઉમેરીને એકરસ ખીરુ તૈયાર કરી લેવું. એક સાથે પાણી ન ઉમેરવું પણ ધીમે ધીમે પાણી ઉમેરવું અને એક ધારું હલાવતા રહેવું. તેમ કરવાથી લોટના ગાંગડા નહી રહે અને માલપુડા બનાવતી વખતે કેઈ સમસ્યા ન થાય.

હવે તેમાં અરધી ચમચી હળદર અને એક ચમચી અજમો ઉમેરી દેવા. આ પ્રમાણ પણ પાક્કુ જ રાખવું કારણ કે જો અજમા વધારે પડી જશે તો સ્વાદમાં ફરક પડશે.

તેને ખીરામાં બરાબર મીક્સ કરી લેવાં. તો તૈયાર છે માલપુડા બનાવવા માટેનું ખીરુ.

હવે રેગ્યુલર જે રોટલી કરતાં હોઈએ તેવી લોખંડની તવી લેવી તેને ગેસ પર ગરમ થવા મુકી દેવી. હવે આ તવી પર બે ચમચા સરસીયાનુ તેલ ઉમેરવું. તેલ તમને વધારે લાગશે પણ માલપાડને શેકવા માટે થોડું વધારે તેલ જોઈએ છે.

હવે તેલ થોડું ગરમ થાય એટલે તેમાં બે ચમચા માલપુડાનું બેટર ઉમેરવું અને તેને થોડું તવી પર સ્પ્રેડ કરી દેવું.

હવે માલ પુડાની નીચેની બાજુ શેકાય એટલે તેને પલટી દેવો અને તેની બન્ને બાજુ વ્યવસ્થીત રીતે શેકી લેવી. આવી જ રીતે બધા જ બેટરના માલપુઆ તૈયાર કરી લેવા.

તો તૈયાર છે ખુબ જ જલદી તૈયાર થઈ જતાં માલપુડા.

રસોઈની રાણીઃ ક્રીતીકા બેન

માલપુડા બનાવવા માટેની વિગતવાર વિડિયો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *