હવે ભગવાનને કોઈપણ તહેવારમાં સીંગ સાકરીયા નહિ આ રેસિપી દ્વારા શીખીને બનાવી લો નવીન પ્રસાદી..

તમે આ વાનગી તમે તહેવારમાં ભગવાનને પ્રસાદમાં પણ ધરાવી શકો છો અને ગેસ્ટ માટે પણ બનાવી શકો છો અને ખુબ જ ઓછી સામગ્રી અને ઓછા ટાઈમમાં બની જાય છે. તો નોંધી લો આ રેસીપી.

સામગ્રી :

– લીલુ/સૂકુ કોપરાનુ છીણ – 1 કપ

– ખાંડ – 1/2 (અડધો કપ)

– દૂધ – 1/4 (પા) કપ

– ઘી – 1 ટેબલ સ્પૂન

– ઈલાયચી પાઉડર – 1 ટી સ્પૂન

– ગુલાબ ની પાંદડી – ગાર્નિશિંગ માટે

રીત :

સ્ટેપ :

(1)લીલા કોપરાના 1 ઈંચ જેટલા કટકા કરીને મિક્સરમાં ક્રશ કરી લેવા.અથવા સૂકા કોપરા નું છીણ લેવું .

સ્ટેપ :

(2)પેનમાં ઘી ગરમ થાય એટલે કોપરાનુ છીણ ઉમેરીને 2 મિનિટ સાંતડો એટલે મોઈશ્ચર ના રહે. તેમાં દૂધ અને ખાંડ ઉમેરીને ઘી છૂટે ત્યાં સુધી મિડિયમ આંચ પર હલાવો .થોડો કલર બદલાશે .

સ્ટેપ :

(3) ઘી છૂટે એટલે ગેસ બંધ કરીને ઘીથી ગ્રીસ કરેલી ડીશમાં પાથરીને ઠંડો થવા દો. ઠરી જાય એટલે લાડુનો શેઇપ આપીને બદામ અથવા પીસ્તાથી ગાર્નિશ કરો.અથવા ગુલાબ ની પાંદડી થી સજાવો .

નોંધ :

– તમે ચાહો તો બદામ અથવા પીસ્તા ને જીના સુધારી ને કોપરા ના લાડુ વચ્ચે સ્ટુફીન્ગ માં લઇ શકો છો .

– તમે દૂધ ને બદલે 50 ગ્રામ માવો પણ લઇ શકો છો .

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *