કોબીનો લોટ વાળો સંભારો – કોબીનો સાદો સંભારો કે પછી સલાડ તો બનાવતા જ હશો હવે બનાવો આ નવીન અને અલગ સંભારો…

કોબી નો લોટ વાળો સંભારો – કોબી કે કોબીજ એ પાંદડા વાળું શાક ખાધું હશે અથવા તો સંભારો ખાધું હશે પણ તમે લોટ વાળો કોબી નો સંભારો નહિ ખાધો હોય.

આ શાક વિટામીન K અને વિટામીન C થી ભરપૂર છે. વળી આ શાક રેશા વાળું હોવાથી સ્વાસ્થ્ય વર્ધક છે.વિશ્વ ભર માં તેના વિવિધ ઉપયોગ થાય છે જેમાં સલાડ તરીકે લોકો તેની લિજ્જત માણે છે.ભારત માં તેનું શાક તેમજ સંભારો ખુબ પ્રસિધ્ધ છે. આ સંભારો ગુજરાતી લોકો માં ખુબ ખવાય છે અને વખણાય પણ છે.અહી મેં સંભારા ની ખુબ સરળ રેસીપી આપી છે.જેના થી આપ સરળતા થી સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય વર્ધક સંભારો બનાવી શકશો.

સામગ્રી :

– કોબી: 1 કપ, સમારેલી

– લીલા મરચા: 2 નગ

– તેલ: 1 ચમચી

– જીરું : 1/2 નાની-ચમચી

– મેથી ના દાણા: 1/4 નાની-ચમચી

– હળદર: 1/2 નાની-ચમચી

– મીઠું: 2 નાની-ચમચી અથવા સ્વાદ પ્રમાણે

– ચણાનો લોટ :2 ચમચી

– લીંબુ નો રસ : 1 ચમચી

રીત :

સ્ટેપ :1

કોબી ને ધોઈ ને તેનું બહાર નું પડ ઉતારી લો. તેની એક સરખી ચીરીઓ કાપી લો અથવા મધ્યમ ખમણી માં તેનું ખમણ કરી લો.સાથે સાથે મરચાં ના બી કથી તેની પણ ઉભી ચીરીઓ કરી લો.

સ્ટેપ :2

વઘાર માટે એક પેન લઈ ને તેમાં 1 ચમચી તેલ ગરમ કરો..તેલ ગરમ થાય જાય પછી તેમાં જીરું ઉમેરી ફુટવા દો. સાથે તેમાં થોડા મેથી દાણા ઉમેરો.હવે તેમાં કોબીજ અને લીલા મરચાં નાખો.હવે સંભારા માં હળદર અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી લો અને તેને બરાબર હલાવી લો.

સ્ટેપ :3

હવે તેમાં થોડું પાણી છટકોરી અને 2-3 ચમચી ચણાનો લોટ ઉમેરો આ મિશ્રણ ને 2 મિનીટ સુધી પકવી અને ઢાંકણું ડાકી ચણાનો લોટ ચડી જાય એટલે 1 ચમચી લીંબુ નો રસ ઉમેરવો .

સ્ટેપ :4

તમારો ગુજરાતી કોબી સંભારો પીરસવા માટે તૈયાર છે.એને ગરમ ગરમા જ ગુજરાતી ભોજન સાથે પીરસવો.

નોંધ :


તમે ચણાનો લોટ ને બદલે ગાંઠિયા નો ભુકો પણ લઇ શકો છો ….

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *