કોકમનું શરબત અને સીરપ – ગરમીમાં ઠંડક આપતું કોકમનું શરબત અને તેનું સીરપ આવીરીતે બનાવો પરફેક્ટ…

આજે આપણે ઈન્સ્ટન્ટ કોકમનું શરબત અને સીરપ બનાવવાની પરફેક્ટ રીત જોઈશું. કોકમ નું શરબત આપણે બે રીતે બનાવીશું. એક કોકમ નું સીરપ અને બીજું કોકમ નું શરબત.તો ચાલો શરૂ કરીએ.

સામગ્રી

  • કોકમ
  • સાકર
  • ખાંડ
  • આઈસ ક્યૂબ
  • સંચળ પાવડર
  • શેકેલું જીરું પાવડર

રીત

1- એક કોકમ જે હોય છે તે એકદમ સૂકા કોકમ હોય છે જે આપણે દાળ માં યુઝ કરતા હોઈએ છે. આ જે છે સેમી ડ્રાય ને સોફ્ટ કોકમ છે. આ કોકમ આપણે લેવાના છે. એક કપ પાણી માં આને આપણે પલાળવા ના છે. તેને લગભગ ત્રણ થી ચાર કલાક પલાળી શું.

2- આપણે કોકમ ને પહેલા ધોઈ લેવાના. અને પછી તેને પલાળી લેવાના. આપણી પાસે પલાળેલા કોકમ રેડી છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો. સૌથી પહેલા ઇન્સ્ટન્ટ કોકમ નું શરબત બનાવી લઈશું.

3- હવે અડધો ભાગ આપણે બીજા માં કાઢી લઈશું. અને અડધું બીજું કોકમ સીરપ બનાવા માં યુઝ કરીશું. હવે તેને હાથ થી મસળી લઈશું. આ ત્રણ થી ચાર કલાક પલળ્યા છે.એટલે પાણી માં તેનો પલ્પ આવી ગયો છે.એટલે તેને હાથ થી મસળી લઈશું.

4- આ ઈન્સ્ટન્ટ કોકમનું શરબત બહુ ગુણકારી છે. ઉનાળા ની ગરમી માં લું થી બચાવે છે. અને આપણી બોડી ને કૂલિંગ આપે છે. જેને પીત નો કોઠો હોય તેને ખૂબ લાભદાયક છે. તેને સરસ મસળી લીધું છે.જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

5- હવે તેને ગાળી લઈશું. તેને ચમચી થી બરાબર નીચોવી લેવાનું છે.અને નીચોવી લીધા પછી આ વેસ્ટ છે.તેને ફેંકી દેવાનું છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે કોકમ નું જ્યુસ તૈયાર થઈ ગયું છે.હવે એક ચમચી સાકર એડ કરીશું.તમે સાકર ના બદલે ગોળ પણ લઈ શકો છો.

6- આપણી બોડી ને ઠંડક આપે એટલે આપણે સાકર લીધી છે.હવે તેમાં અડધી ચમચી સંચળ પાવડર નાખીશું. હવે અડધી ચમચી શેકેલું જીરું પાવડર એડ કરીશું.આ બધું બોડી ને ઠંડક આપે છે.હવે તેને હલાવી લઈશું.

7- હવે ગરમી માં ઠંડુ ઠંડુ પીવું હોય તો તેમાં આઈસ ક્યૂબ એડ કરીશું. હવે ઇન્સ્ટન્ટ કોકમ નું શરબત રેડી છે. હવે આપણે બનાવીશું કોકમ નું સીરપ. આને તમે લાંબો ટાઈમ સુધી સ્ટોર કરી શકો છો. હવે કોકમ પલાળેલું હતું તેને મિક્સર માં ક્રશ કરી લઈશું.

8- હવે સરસ ક્રશ થઈ ગયું છે. જે તમે વીડિયોમાં જોઈ શકો છો. હવે કોકમ ની પેસ્ટ ને એક પેન માં લઇ લઈશું. હવે તેમાં એક કપ ખાંડ લઈશું. તેમાં એડ કરીશું. હવે તેમાં પાણી એડ કરીશું. હવે તેને દસ મિનિટ માટે ઉકાળી લઈશું.

9- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે સરસ બોઈલ થઈ ગયું છે.અને બોઈલ થઈ ને જાડું થઈ જશે. આને સરસ દસ મિનિટ ઉકાળી લઈશું. નહી તો આ બગડી જશે. હવે દસ મિનિટ થઈ ગઈ છે.હવે સરસ થીક થઈ ગયું છે.

10- હવે આપણે ગેસ બંધ કરી લઈશું. અને તેને ગાળી લઈશું.હવે કોકમ સીરપ તૈયાર છે.આપણે તેને ગાળી લીધું છે. હવે તેમાં એડ કરીશું.એક ચમચી શેકેલું જીરું પાવડર.ત્યારબાદ એક ચમચી સંચળ એડ કરીશું.હવે તેને સરસ હલાવી લઈશું. હવે આ મિક્સર ઠંડુ પડે એટલે તેને બરણી માં ભરી ને મૂકી દેવાનું છે.

11- આ મિશ્રણ લાંબા સમય સુધી બગડશે નહી.આ કોકમ નું સીરપ છે. હવે તેને સર્વે કઈ રીતે કરશો.તે આપણે વિડિયો માં જોઈશું.તેના માટે એક ગ્લાસ લઈશું. અને બે થી ત્રણ આઈસ ક્યૂબ નાખીશું.ત્યારબાદ બે ચમચી કોકમ નું સીરપ બનાવ્યું હતું તે એડ કરીશું.

12- હવે તેમાં સોડા એડ કરીશું. તો રેડી છે કોકમ નો શરબત.આને તમે સ્ટોર કરી શકો છો.અને જ્યારે જોઈએ ત્યારે સર્વ કરી શકો છો. તો રેડી છે બે ટાઈપ ના કોકમ શરબત.તો જરૂર થી બનાવજો પીજો અને પીવડાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *