કોળા વિષે જાણવા જેવું, બીપીના દર્દમાં રાહત આપે છે ને સાથે આંખોની રોશની પણ વધારે છે…

બહારના દેશોમાં હેલોવીનના તહેવારમાં કોળાને સજાવવાનું અને તેનું ડેકોરેશન કરવાનું ઘણું મહત્ત્વ છે. ઉપરાંત થેંક્સગીવીંગમાં પાઈને ફીલ કરવા માટે પણ કોળાનો ઉપયોગ થાય છે. આપણે ત્યાં બીજા શાકની સરખામણીએ ખૂબ સસ્તા અને જોઈએ તેટલા પ્રમાણમાં મળતા કોળાની આપણને કોઈ જ વિસાત નથી. શું તમે જાણો છો કે પીળુ કોળુ તાકાત અને પોષક તત્ત્વોથી ભરપૂર છે. ઓછી કેલેરી ધરાવતા આ શાકમાં વિટામીન ભરી ભરીને આવેલા છે.
વજન ઉતારવા માટે વધુ શાકભાજી અને ફળ લેવાનું હંમેશા કહેવામાં આવે છે. તાજા શાકભાજીનો ઉપયોગ રોજીંદા જીવનમાં ખૂબ ફાયદો કરે છે. કોળાનો ઉપયોગ રોજના ખોરાકમાં કરવાથી ઓબેસીટી ઓછી થાય છે. ઉપરાંત રોગોથી પણ દૂર રહેવાય છે. તેના રેગ્યુલર ઉપયોગથી ડાયાબીટીસ, હાર્ટના રોગો દૂર થાય છે, ઉપરાંત વાળ અને સ્કીન માટે પણ તે ખૂબ જ ઉપયોગી છે. તેનાથી એનર્જી વધે છે અને ઓવરઓલ વેઇટલોસ થાય છે.

બ્લડ પ્રેશરઃ- હાર્ટ માટે કોળુ બહુ ઉપયોગી છે. કોળામાં ભરપૂર ફાયબર્સ છે વળી તે પોટેશિયમ વિટામીન ‘c’ હાર્ટ માટે ખૂબ મદદરૂપ છે.

રોજના ખોરાકમાં પોટેશિયમનો ઉમેરો કરવો એટલો જ જરૂરી છે જેટલો બ્લડપ્રેશર માટે સોડિયમનો ઉપયોગ ઓછો કરવો જરૂરી છે. આ ઉપરાંત ટેટી, એવોકાડો, પાઈનેપલ, ટામેટા, ઓરેન્જ, પાલક અને કેળામાં પણ પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. વધુ પોટેશિયમ વાળા ફળ આપવાથી લકવા, મસલલોસ, બોન મીનરલ ડેન્સીટી વિગેરે ઓછા થાય છે. વળી કીડની સ્ટોન પણ ઓગળે છે.

આંખો માટેઃ-એન્ટીઓક્સીડન્ટ વિટામીન સી વિટામીન ઈ અને બીટા કેરોટીન આંખો માટે ખૂબ જ સારા છે. તેના સેવનથી આંખોની સંભાળ રાખી શકાય છે અને ડીજનરેટીવ રોગોથી દૂર રહી શકાય છે. ઉપરના બધા જ વિટામીન કોળામાં હાજર છે.દિવસ દરમિયાન ઓછામાં ઓછા 3 ફ્રુટ અને શાકભાજી લેવાથી વધતી ઉંમરને લગતા રોગોથી દૂર રહેવાય છે.

ફર્ટીલીટી વધારે છેઃ-
સ્ત્રીઓ માટે ફર્ટીલીટી વધારે છે જે સ્ત્રીઓ ગર્ભવતી હોય અથવા બાળક લાવવાની ઇચછા ધરાવતી હોય તેઓ વધુ આયર્નવાળા ખોરાક સાથે વિટામીન એ ધરાવતુ કોળુ વાપરે તો તેનાથી ફર્ટીલીટી વધે છે. કોળામાં રહેલું વિટામીન એ ગર્ભાવસ્થા દરમિયાન પણ ખૂબ ફાયદો કરે છે અને માતાને સ્તનપાન માટે પણ ફાયદો કરે છે.

ઇમ્યુનીટી વધારે છેઃ-કોળામાં રહેલું વિટામીન સી અને બીટા-કેરોટીન ઇમ્યુનીટી વધારવામાં મદદરૂપ થાય છે. જ્યારે વિટામીન સી અને એ ભેગા મળે ત્યારે તે ન્યુટ્રીઅન્ટનું પાવરફુલ કોમ્બીનેશન બને છે.

તમારા રોજના ખોરાકમાં કોળાનો ઉપયોગ કેવી રીતે કરશો ?
દરરોજના ખોરાકમાં કોળાનો સૂપ બનાવીને વાપરી શકાય છે ઉપરાંત જ્યારે ટોમેટો પ્યુરી કે સૂપ બનાવીએ ત્યારે તેની ખટાશને મારવા 600 ગ્રામ ટામેટાએ 400 ગ્રામ કોળાનો ઉપયોગ કરવાથી ટામેટા પ્યુરીમાં ખાંડનું પ્રમાણ નાખવું પડતું નથી અથવા ઓછી ખાંડ નાખીને સ્વાદિષ્ટ પ્યોરી બની શકે છે.

કોળાનો ઉપયોગ દૂધીને બદલે હાંડવામાં કરવાથી હાંડવામાં ગળપણ ઓછુ નાખવું પડે છે.

પંજાબી શાકમાં જાડી ગ્રેવી કરવા બાફેલુ કોળુ વાપરી શકાય છે.

100 ગ્રામ કોળામાં 51 કેલેરી, 1.76 ગ્રામ પ્રોટીન, .17 ચરબી, 12 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 2.7 ગ્રામ ફાયબર હોય છે.

1 કપ કોળામાં દિવસની જરૂરિયાતનું વિટામીન એ સમાયેલું હોય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *