હેલ્થી સુપરકૂલ જ્યુસ – ઘટાડવા માંગતા મિત્રો માટે આજે એક ખાસ રેસિપી…

કેમ છો મિત્રો…આજે હું લયીને આવી છું એકદમ હેલ્થી સુપરકૂલ જ્યુસ..

તમે સફેદ કોળુ તો જોયું જ હસે..તેમાંથી પેઠા બનતા હોય છે…શું તમને ખબર છે એના કેટલા અધળક ફાયદા છે? હું પોતે રોજ હાઈ બીપી ની medicine લેતી હતી અને 6 દિવસ થી આનું juice પિઉછું આજે મારી બીપી ની ગોળી પણ બંધ થઈગઈ છે સાથે ચાલવા પણ જાઉ છું… અને હા સફેદ કોડા ના જ્યુસ થી વજન પણ ઓછું થાય જ છે…આને ઇંગ્લિશ માં એશ ગાર્ડ કેહવાય છે..

એશ ગાર્ડનો સ્વાદ કાકડીની જેમ ખૂબ જ હળવો હોય છે. તેનો વાસ્તવિક રીતે કોઈ સ્વાદ નથી, તેથી ગરમ દિવસોમાં તેનું તમામ પ્રકારના સલાડ અને રસમાં શામેલ થવું સરળ છે. ઠંડા દિવસોમાં, તમે કાચી ઉર્જાને જાળવી રાખીને ફળમાં રહેલા કુદરતી ઠંડકના ગુણોને ઘટાડવા માટે મહત્વની ઉર્જા જાળવવા માટે, તેને કાચું ખાવું જોઈએ.

તમારા આહારમાં એશ ગાર્ડ સમાવેશ કરવો એ ગરમીને હરાવવાનો, શક્તિશાળી ઉર્જાને વધારવાનો અને સલાડ, રસ, નાસ્તા અને મીઠાઈઓમાં સ્વાદિષ્ટ વિવિધતા ઉમેરવાની એક સરળ રીત છે. આ માનવમાં ન આવે તેવી બહુગુણકારી શાકભાજી આરોગ્ય માટેની લાંબી સૂચિ ધરાવે છે. આ ખૂબ જ શુભ શાક છે. આપણે નવું મકાન બનાવી યે છે.. ત્યારે તેને તમારા ઘરની સામે લટકાવી દેવામાં આવતું હોય છે . જો તમે કોઈ સમારંભ કરવા માંગતા હો, તો તે આપણા ઘરમાં આવે છે.

દરરોજ જો તમે સવારે એક ગ્લાસ એશ ગાર્ડનો રસ પીવો તો બોડી ને ecotic નું કામ કરે છે..આખો દિવસ તમને તાજગી મહેસૂસ થશે…દરરોજ એશ ગાર્ડનું સેવન તમારા માટે ચમત્કાર કરશે. બનાવના માં પણ એકદમ સહેલું છે…

“સફેદ કોળાનો જ્યૂસ”

  • સફેદ કોળું(કટ કરીને એક નાનો પીસ લેવો)
  • ૧૦૦ એમએલ પાણી
  • આદું નો ટુકડો (optional)

સૌપ્રથમ કોળાનાં છાલ અને બી કાઢીને નાના ટુકડામાં કટ કરો.

હવે તેમાં પાણી નાખીને મિક્સરમાં બ્લેન્ડ કરો.

હવે તેને ગાળીને સર્વ કરો

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *