કોરી મગની દાળ બની જશે ફટાફટ એ પણ ફક્ત 10 મિનિટમાં, પલાળવાની પ જરૂરત નથી…

આજે હું તમને આપણા રૂટીન માં બનતી મગ પીળી દાળ એકદમ સરળ રીત થી બનાવતા શીખવાડવાની છું ,આજે આપણે આ દાળ ને માઇક્રોવેવ માં કેવી રીતે બનાવવી તે જોઈશું જેમાં તમારે દાળ ને પહેલા બાફ્વાની પણ જરૂર નથી અને ફક્ત ૧૦ મિનીટ માં આ મગ ની દાળ બનીને તૈયાર થઈ જશે અને એ પણ એકદમ સરસ છૂટી તો હવે તમારે બાળકોને સવારે લંચ બોક્ષ માં કે હસબન્ડને ટીફીન માં બનાવીને આપવી છે તો ફટાફટ બનાવીને આપી શકશો.

સામગ્રી

  • – ૧ કપ મગ ની મોગર દાળ
  • – ૧/2 કપ જેટલું પાણી
  • – ૨ ચમચી તેલ
  • – ૧/૨ ચમચી રાઈ
  • – ચપટી જીરું
  • – થોડી હિંગ
  • – ૧ ચમચી મરચું
  • – ૧/૪ ચમચી ધાણાજીરું
  • – મીઠું.
  • – મરચાં ની પેસ્ટ

રીત :

સ્ટેપ :1

મગ ની દાળ ને ૨-૩ વાર ધોઈ થોડી વાર પલાળીને રાખો.જેથી જલ્દી ચડી જશે અને કૂક થતા વાર પણ નહિ લાગે .

સ્ટેપ :2

માઇક્રોવેવ બોવેલ માં તેલ ગરમ કરવા મુકો .આ તેલ તેલ માં રાઈ , જીરું ,હિંગ અને મરચાં ની પેસ્ટ ઉમેરી 1 મિનિટ માટે માઇક્રો કૂક કરો .

સ્ટેપ :3

પાણી વગર મગ ની દાળ એડ કરો.તેમાં મસાલા કરી મિક્ષ કરી લો.હવે એમાં પાણી એડ કરો અને પછી 9-10 મિનિટ માટે માઇક્રો કૂક કરો .પછી 5 મિનિટ ના રેસ્ટ પછી આ રીતે દાળ સરસ રીતે બનીને તૈયાર થઈ જશે ૫ મિનીટ પછી વરાળ થોડી ઓછી થાય એટલે એને એકવાર હલાવી લો

સ્ટેપ :4

હવે આપણી મગ ની દાળ બનીને તૈયાર છે.અને ગરમ રોટલી ,પરાઠા સાથે સર્વ કરો ..

નોંધ :

– જો તમારી પાસે માઇક્રો વેવ ના હોય તો કૂકર માં 2 સિટી વગાડી શકો છો .


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *