કોથમીર ના શક્કરપારા – ગળ્યા અને મસાલા શક્કરપારા તો બનાવતા હશો હવે બનાવો આ નવીન શક્કરપારા.

આજકાલ શાકમાર્કેટ માં બધીબાજુ ખૂબ જ પૌષ્ટિક લીલીછમ કોથમીર જોવા મળે છે. એનો જેટલો ઉપયોગ કરો એટલું જ હેલ્થ માટે સારું છે. કોથમીર ના ખૂબ જ ટેસ્ટી એવા શક્કરપારા ની રીત અહીં લાવી છું..

બાળકો ને ઘણીવાર મેથી ના શક્કરપારા કડવા લાગતા હોય છે એના બદલે તમે આ ટ્રાય કરી શકો છો અને તેમના ટિફિન બોક્સ માં પણ આ આપી શકાય છે. એકદમ સરળ ઘઉં ના લોટ ના કોથમીર ના શક્કરપારા ની રીત

કોથમીર ના શક્કરપારા:-

4 કપ ઘઉં નો લોટ (મેં મલ્ટીગ્રેઇન ઘઉં નો લોટ લીધો છે)

1/2કપ સોજી

1 કપ સાફ કરી ને ઝીણી સમારેલી કોથમીર

1/2 કપ ખાટી છાશ અથવા 1 ચમચો લીંબુ નો રસ

1 ચમચો સફેદ તલ

1 ચમચી કસૂરી મેથી ક્રશ કરેલી

1 ચમચો તેલ

1 ચમચી હળદર

1 ચમચી મરચું (તીખું જોઈએ તો વધુ ઉમેરો)

1 ચમચી આદુ મરચા ની પેસ્ટ

1/2 ચમચી ખાંડ (ગણપણ ન ભાવતું હોય તો ના ઉમેરો)

મીઠું સ્વાદાનુસાર

પાણી લોટ બાંધવા માટે

તળવા માટે તેલ

રીત:-


એક બાઉલમાં ઘઉં નો લોટ અને સોજી ચાળી લો.. તેમાં કોથમીર , કસૂરી મેથી , સફેદ તલ , હળદર , લાલ મરચું , મીઠું, ખાંડ અને તેલ ઉમેરો અને બરાબર મિક્સ કરો ત્યારબાદ તેમાં ખાટી છાશ ઉમેરી ફરીથી મિક્સ કરો.

હવે પાણી થી મીડીયમ સોફ્ટ કણક બાંધી લો.. 10 મિનિટ નો રેસ્ટ આપો અને ત્યારબાદ બરાબર મસળી ને એક સરખા ભાગ કરી નાના લુઆ બનાવો..


દરેક લુઆ માંથી પાતળી રોટલી વણી લો.

હવે દરેક રોટલી ને + પેટર્ન માં કાપી ને ચોરસ કે ડાઇમંડ આકાર માં કાપી લો.


દરેક ને મધ્યમ આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેલ માં તળી લો.

શક્કરપારા માંથી વધારાનું તેલ ટિશયું પેપર પર નિતારી લો અને એર ટાઈટ ડબ્બા માં ભરી લેવા.


આ શક્કરપારા ને 15-20 દિવસ સુધી સ્ટોર કારી શકાય

ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવા શક્કરપારા તમને ગમ્યા હોય તો જરૂર થી ઘરે બનવજો.

નોંધ- લોટ મધ્યમ સોફ્ટ બાંધો જેથી શક્કરપારા crispy બને અને વણતી વખતે બહુ અટામણ ના લેવું જેથી તળવા માં તે ઓઇલ માં ના આવે ..

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *