કોથમીર ની ચટણી – વેકેશનમાં બાળકોને કોઈપણ ગરમ નાસ્તા સાથે આપી શકશો આ ચટણી…

કોથમીર ની તીખી ચટણી

આ ચટણી એક સર્વ સામાન્ય છે , જે લગભગ દરેક ના ઘરે હોય જ . આ ચટણી તમે સેન્ડવીચ , કટલેટ , ભેળ , ફરસાણ , ચાટ કે દાળ ભાત સાથે પણ ખાય શકાય … દર ૭-૮ દિવસે મારા ઘરે આ ચટણી જરૂર બને.

દરેક ની બનવાની રીત અલગ હોય. આપ જ કહો કાળી પડેલી કે બેસ્વાદ ચટણી કોને ભાવે .. તીખાશ એ આ ચટણી તો મૂળ સ્વાદ છે પણ સાથે મીઠું અને ખટાશ પણ સરભર હોય તો જ રંગ જામે .. આ ચટણી ને ફ્રીઝ માં ૮-૯ દિવસ સુધી તાજા જેવી રાખી શકાય . જો ફ્રીઝેર માં નાના નાના ડબ્બા માં સાચવો અને જરૂર પ્રમાણે જ બહાર કાઢો તો આ ચટણી મહિનાઓ સુધી સાચવી શકાય .. આજે હું અહી આપને મારી રીત બતાવીશ. આશા છે પસંદ પડશે . રીત ની આખર માં અમુક મુદ્દા અચૂક વાંચજો જે ચટણી ને સ્વાદિષ્ટ અને લાંબો સમય તાજી બનાવી રાખવા માં મદદ કરશે.

સામગ્રી :

• ૨ પણી તાજી કોથમીર

• ૮-૧૦ તીખા લીલા મરચા (વધારે ઓછા સ્વાદ અને મરચા ની તીખાશ પ્રમાણે )

• મુઠીભર શીંગ દાણા

• ૧/૨ ચમચી સંચળ

• ૨.૫ ચમચી લીંબુ નો રસ

• મીઠું

• ૧/૪ ચમચી ખાંડ

રીત :


સૌ પ્રથમ કોથમીર ને સાફ કરી ધોઈ લો . થોડી કોરી પડે એટલે મોટી મોટી સુધારી લો . મિક્ષેર માં પેહલા શીંગ અને લીલા મરચા ને અધકચરા વાટી લો . હવે એમાં કોથમીર , મીઠું , સંચળ, ખાંડ અને લીંબુ ઉમેરો . થોડું થોડું પાણી ઉમેરી એકદમ જીણી વાટી લો . પાણી એકસાથે અને વધારે ઉમેરવું નહિ .


કાચ ની બોટલ કે એર ટાઈટ ડબ્બા માં ભરી ફ્રીઝ માં રાખો ..

નોંધ :

• ચટણી માટે ની કોથમીર હમેશા તાજી અને લીલી પસંદ કરવી . કરમાય ગયેલી કે પીળી પડેલી કોથમીર કદી પણ બ્રાઈટ અને લીલો કલર લાંબા સમય માટે નહિ આપે .

• એકદમ ઠંડુ(બરફ કે ફ્રીઝ નું ) પાણી ચટણી વાટવા માં વાપરવાથી પણ ચટણી નો કલર વધારે સમય માટે જાળવી શકાશે ..

• પૂરતા પ્રમાણ માં મીઠું અને લીંબુ નું પ્રમાણ પણ ચટણી ને લીલીછમ રાખશે .

• ચટણી ને વપરાશ ના સમયે જ ફ્રીઝ માંથી કાઢો અને ફરી તુરંત ફ્રીઝ માં મૂકી દો . તાપમાન માં ફેરફાર પણ ચટણી ને કાળી અને બેસ્વાદ બનાવી દે.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *