કોથમીર મરચા ના વડા – ચોખાના લોટમાંથી બનતા આ વડા ઘરમાં બધાને પસંદ આવશે…

મિત્રો આજે આપણે ખૂબ જ ઓછી સામગ્રી થી બનતા એકદમ સુપર એવા ટેસ્ટી અને એકદમ નવી રીતથી આજે આપણે મરચાં કોથમીર વડા બનાવીશું. જેને આપણે ચોખાના લોટ થી બનાવીશું. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ. આ વડાને તમે ચટણી કે સોસ સાથે ખાય શકો છો. આ વડા ખૂબ જ પસંદ આવે છે તમે ટિફિનમાં પણ આપી શકો છો. તો મિત્રો ચાલો આપણે બનાવી લઈએ કોથમીર મરચા ના વડા.

સામગ્રી

  • ચોખાનો લોટ
  • ઝીણો રવો
  • લીલા મરચા
  • કેપ્સીકમ
  • ડુંગળી
  • મીઠું
  • દહી
  • આદુ
  • કોથમીર
  • શેકેલું જીરું
  • હિંગ
  • તેલ

રીત-

1- સૌથી પહેલા આપણે જે પેનમાં લોટ ને બાફવાના છે તેજ પેન લઈ લઈશું.

2- હવે આપણે એક કપ ચોખાનો લોટ લઈશું. તમે લોટ તૈયાર પણ લઈ શકો છો અથવા તો ચોખા ને લઈને ઘરે પણ દળી શકો છો.

3- હવે આપણે તેની સામે અડધો કપ ઝીણો રવો લઈશું. રવો હંમેશા ધ્યાન રાખવાનું કે ઝીણો જ હોવો જોઈએ મોટા દાણા વાળો નહીં લેવાનો.

4- હવે આપણે તેમાં મસાલા કરીશું. તેમાં 3 લીલા મરચાં ઝીણા સમારીને એડ કરીશું.

5- હવે તેમાં ૩ ચમચી ઝીણી સમારેલી ડુંગરી એડ કરીશું. જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમે તેને skip શકો છો.

6- હવે તેમાં ૩ ચમચી ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરીશું. કેપ્સિકમનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. તમને ગમતી બીજી કોઈપણ શાકભાજી એડ કરી શકો છો.

7- હવે આપણે ૩ ચમચી સમારેલા લીલા ધાણા એડ કરીશું. લીલા ધાણા નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે.

8- હવે તેમાં આપણે એક નાની ચમચી શેકેલુ જીરુ એડ કરીશું.અને તેમાં હવે આપણે પા ચમચી હિંગ નાખીશું.

9- હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. ત્યારબાદ તેમાં એક નાનું આદુનો ટુકડો છીણી ને નાખીશું. છીણીને નાખવાથી તેનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે.

10- જ્યારે આપણે વડા ખાઈએ છે ત્યારે આદુનો ટુકડો મોઢામાં આવે ત્યારે ખુબજ ટેસ્ટી લાગે છે.

11- હવે તેમાં આપણે અડધો કપ દહીં નાખીશું. દહી આપણે બહુ ખાટું પણ નહીં અને બહુ મોડું પણ નહીં તેવું લેવાનું છે. દહીની જગ્યાએ તમે છાશ પણ લઈ શકો છો.

12- હવે આપણે તેમાં બે કપ જેટલું પાણી ઉમેરીશું.અને અડધો કપ દહીં એટલે લિક્વિડ નો ભાગ અઢી કપ લેવાનું છે.

13- તમે છાસ નાખતા હોય તો અઢી કપ લેવાની. હવે આપણે તેને સરસ મિક્સ કરી લઈશું.એકદમ ગાંઠીયા ના પડે તેવી રીતે.

14- તો મિત્રો સરસ અને સરળ રેસીપી. તો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે.જે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું ખીરું આવું જ લિક્વિડ હોવું જોઈએ.
15- હવે આપણે સીધા પેન ને ગરમ કરવા મૂકી દઈશું.અને એકદમ ધીમા ગેસ પર આપણે લોટ ને કુક કરી લેવાનો છે.અને તેને સતત હલાવતા રહેવાનું છે.

16- હવે ધીમે ધીમે આપણું મિશ્રણ ઘટ્ટ થવા લાગશે.અને બને ત્યાં સુધી નોનસ્ટિક ની પેન લેવાની.જેથી નીચે ચોંટે નહીં.

17- આપણે તેને સતત હલાવતા લગભગ બે થી ત્રણ મિનિટ મા આપણું વડા નું બેટર તૈયાર થઈ જશે જે તમે વીડિયોમાં જોઈ શકો છો. બે મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર ઘટ્ટ થવા લાગ્યું છે.

18-હવે તમે જોઈ શકો છો કે ધીરે ધીરે પાણી સોસાઈ ગયું છે. આપણે ધીરે-ધીરે ફેરવતા લગભગ બેથી ત્રણ મિનિટ સુધી જ્યાં સુધી આપણું મિક્સર પેન ના છોડવા લાગે ત્યાં સુધી આપણે તેને કુક થવા દઈશું.

19- હવે આપણે ધ્યાન એ રાખવાનું છે કે તેને છોડવાનું નથી. તેને કંટીન્યુ હલાવતા રહેવાનું છે. નહીતો તેમાં ગાંઠીયા પડી જશે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો લોટ જેવું મિશ્રણ થઈ ગયું છે.

20- હવે આપણે તેમાં 1 મોટી ચમચી તેલ એડ કરીશું.તેને આપણે ફરી બે મિનિટ માટે કુક કરી લઈશું. આપણે ચોખા નુ ખીચું બનાવતા હોઈએ છે તેવું તમારું ઘટ્ટ મિશ્રણ થવું જોઈએ.

21- હવે તમે આ સ્ટેજ પર ચોખાના ખીચા જેવું પણ ખાય શકો છો.એકદમ વેજીટેબલ થઈ જશે.

22- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે. અને પેન પણ છોડવા માંડ્યું છે. એકદમ લોટ જેવું થઈ ગયું છે.

23- હવે આપણે ઉતારી લઇશું. હવે થોડું ઠંડુ થવા દઈશું. એકદમ સરસ થઇ ગયું છે અને તે પેન છોડવા લાગે એટલે એ આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે.

24- હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આ મિશ્રણને એક પ્લેટમાં કાઢી લઈશું.

25- હવે આપણે પ્લેટમાં કાઢ્યા પછી બેથી ત્રણ મિનિટ સુધી ઠંડુ થવા દઈશું. ગરમ ગરમ હશે તો વડા આપણા હાથ પર ચોંટશે.

26- હવે મિશ્રણ ઠંડુ થાય પછી બનાવવાના. એકદમ પણ ઠંડું નથી કરવાનું.

27- હવે થોડું ઠંડુ થઈ ગયું છે. હાથમાં થોડું તેલ લગાવી દઈશું. અને હાથ ને તેલ વારા કરી લઈશું.

28- હવે લોટમાંથી વડા બનાવીશું. એક બોલ બનાવી લો. અને તેને રાઉન્ડ શેપ આપી દો સરસ અને પછી વચ્ચે આંગળીથી હોલ કરી ને વડા નો સેપ આપવાનો છે.

29- તો હવે વડા છે ને સરળ રીત થી. આજ રીતે બીજું વડા બનાવી લઈશું.

30- હવે આપણા બધા જ વડા તૈયાર થઈ ગયા છે. હવે તેને તેલમાં ફ્રાય કરી લઈએ.

31- હવે આપણે ફ્રાય કરીશું.તો મીડીયમ ગેસ પર તેલ ગરમ કરવા મૂકીશું.અને તેલ મા આપણે વડા ઉમેરીશું.

32- હવે તેને તેલમાં મૂક્યા પછી બેથી ત્રણ મિનિટ સુધી તેને ટચ નથી કરવાનું. તેની જાતે જ તે ઉપર આવી જશે.

33- જો તમે આ સ્ટેજ પર તમે ફેરવશો તો ચમચી પર ચોંટી જશે. જ્યાં સુધી તેનું ઉપરનો પડ ક્રિસ્પી ના થાય ત્યાં સુધી તેને ટચ નથી કરવાનું.

34- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે એક બાજુ સરસ ગોલ્ડન થઈ ગયા છે.હવે બીજી બાજુ ફેરવીશું.

35-હવે બીજી બાજુ પણ સરસ ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી ફ્રાય થવા દઈશું. થોડા ક્રિસ્પી થવા દઈશું ધીમા ગેસ પર.એકદમ ગરમ નથી રાખવાનું.

36- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા વડા સરસ તળાઈ ગયા છે.એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે.તે તમે વીડિયોમાં માં જોય સકો છો.

37- હવે તેને આપણે એક ટીસ્યુ પેપર કાઢી લઈશું. અને બાકીના વડાને પણ આ જ રીતે ફ્રાય કરી લઈશું.

38- તો મિત્રો બન્યા છે ને એકદમ ઇન્સ્ટન્ટ વડા એકદમ નવી જ રીત થી.તો વડા ને આપણે ચટણી સાથે, સોસ સાથે, ડુંગળી સાથે અને મરચા સાથે સર્વે કરી શકો છો.

39- આપણા વડા એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બન્યા છે. જે લોકોને દાંતની તકલીફ હોય છે તે આશાની થી ખાય શકે છે.

40- તો મિત્રો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો ચોક્કસથી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *