ક્રિસ્પી ફિંગર્સ – આ ફિંગર્સ જોઈ ને બાળકો બહુ જ ખુશ થઈ જશે. મહેમાન આવે ત્યારે પણ ચોક્કસ થી સ્ટાર્ટરમાં ટ્રાય કરવા જેવી આ રેસિપી છે…..

આજના સમય માં બાળકો ની રોજ કાંઈક નવી ફરમાઇશ હોય છે . ખાસ કરી ને નાસ્તા અને જમવામાં કાંઈક નવું બનાવી આપવાની ફરમાઇશ કરતા હોય છે. અત્યારે ઘણા બાળકો ને વેકેશન ચાલી રહ્યું છે ત્યારે દરેક મમ્મી એવું ઈચ્છે કે કંઈક જલ્દીથી બની જાય અને બાળકો પણ ખુશ થઈ જાય એવી રેસિપી બનાવે.

તો આજે હું બધી મમ્મી માટે બાળકો ને ખુશ કરી શકે તેવી ખૂબ જ ટેસ્ટી અને ઝડપ થી બની જતી ક્રિસ્પી ફિંગર્સ ની રેસિપી લાવી છું.

આ ફિંગર્સ જોઈ ને બાળકો બહુ જ ખુશ થઈ જશે. મહેમાન આવે ત્યારે પણ ચોક્કસ થી સ્ટાર્ટર માં ટ્રાય કરવા જેવી આ રેસિપી છે.

ક્રિસ્પી ફિંગર્સ માટેની સામગ્રી:-

  • 4 નંગ બટેટા,
  • 1/2 કપ રવો,
  • 3/4 કપ પાણી,
  • 1/2 કપ કોથમીર ઝીણી સમારેલી,
  • 2 ચમચા ફુદીનો ઝીણો સમારેલો,
  • 3-4 લીલા મરચા ઝીણા સમારેલા,
  • 1 કપ બ્રેડ ક્રમબ્સ,
  • મીઠું સ્વાદાનુસાર,
  • ચપટી હિંગ,
  • તેલ તળવા માટે.

રીત:-

સૌ પ્રથમ બટેટા ને વરાળે બાફી ને ઠંડા થાય એટલે છાલ નીકાળી ને માવો કરી લો.

હવે એક તપેલીમાં પાણી ને ગરમ કરવા મુકો .ગરમ થાય એટલે ગેસ બંધ કરી ને રવો ઉમેરી ને 10મિનિટ રેહવા દો. રવો ફૂલી જશે અને કોરો પણ થઈ જશે.

ત્યારબાદ એક બાઉલ માં બાફેલા બટેટા નો માવો , ઉપર તૈયાર કરેલો રવો,કોથમીર ,મરચાં, ફુદીનો,મીઠું અને હિંગ ઉમેરી ને બધું બરાબર મિક્સ કરો. હવે તેલ વાળા હાથ કરી ને નાની ફિંગર્સ બનાવો.

એક પ્લેટ માં બ્રેડ ક્રમબ્સ નો ભુકો નીકાળીને ફિંગર્સ ને ચારે બાજુ થી કોટ કરી લો.

અને ગરમ તેલ માં મધ્યમ થી તેજ આંચ પર આછા બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લો.

તેલ માંથી નીકાળી ને પેપર નેપકિન પર નિકાળી લો જેથી વધારા નું તેલ નીકળી જાય.

ગરમાગરમ ક્રિસ્પી ફિંગર્સ ને ચટણી અને સોસ સાથે સર્વ કરો.

નોંધ:- તમે ઇચ્છો તો બ્રેડ ક્રમબ્સ ના કોટિંગ વિના પણ તળી શકો છો પરંતુ તે ખૂબ જ ઓઈલી થાય છે .
તમે આ ફિંગર્સ ના મિશ્રણ ને પહેલા બનાવી ને ફ્રીઝ માં મૂકી શકો છો જ્યારે સર્વ કરવું હોય ત્યારે બનાવી ને તળો. બટેટા પાણી પોચા ના હોવા જોઈએ. રવો પણ પાણી માં ઉમેર્યા બાદ સોફ્ટ અને થોડો કોરો રહેવો જોઈએ. કોથમીર અને ફુદીનો ધોઈ ને કોરા કરી ને સમારવા. બટેટા ના માવા માં સિંગદાણા નો ભુકો પણ ઉમેરી શકાય ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. જરૂર હોય તો મિશ્રણ માં થોડો બ્રેડ ક્રમબ્સ ઉમેરી શકાય.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *