કુલચા – હવે ઘરે પંજાબી સબ્જી બનાવો કે પછી છોલે બનાવો તો કુલચા પણ ઘરે જ બનાવજો…

કુલચા

બાળકો ને હોટેલ નું પંજાબી ખૂબ જ ભાવે છે .. પરંતુ તમેની હેલ્થ ને પણ ધ્યાન માં રખવનું હોય ને … આવો આજે હોટેલ જેવી જ રીતે બનાવીએ કુલચા

જે બધા પંજાબી સબ્જી જોડે ખાઇ શકીએ….

સામગ્રી:

મેંદો

ઘઉંનો લોટ

બેકિંગ પાઉડર

નમક

ખાંડ દળેલી

દહીં

તેલ

પાણી હુંફાનું

કોથમીર

કાળા તલ

લસણ લીલું

રીત

સૌપ્રથમ મેંદો અને ઘઉં ના લોટ ને મિક્સ કરી તેમાં ખાંડ, નમક, અને બેકિંગ પાઉડર ઉમેરો

ત્યાર બાદ ૧ચમચી તેલ નાખી રોટલી જેવો લોટ બાંધવો

આ લોટ ને શિયાળા માં ૫ થી ૭ કલાક તેમજ ઉનાળો હોય તો ૩ કલાક જેટલો સમય રેસ્ટ આપવો

આ લોટ માંથી હવે નાનું લુવું લેવું

તેના પર કાળા તલ તેમજ કોથમરી છાંટવા અને હાથ વડે દબાવી દેવું

હવે આરામ થી રોટલી ની જેમ જ હળવે હાથે વણી લેવું

હવે જે ભાગ પ્લાન છે તેના પર પાણી છાંટવું

અને તે પાણી વડો ભાગ લોઢી પર આવે તેમ રાખવું

તે લોઢી ઉપર બરાબર ચોંટી જાય પછી લોઢી ને ગેસ પર જ ઉંધી રાખી ને બીજો ભાગ શેકવો

તેને ફેરવતા રેહવું જેથી બને ભાગ પ્રોપર શેકાઈ જય

તો તૈયાર છે કુલચા તેને બટર લગાડી સર્વ કરો

નોંધ

મેં ઘઉં નો લોટ ઉમેર્યા છે

તમે એકલા મેંદો થી પણ બનવી શકો. છો

લોઢી પર પાણી છાટી કુલચા પ્રોપર ચોંટાડી દેવા જેથી લોઢી ઉંધી કરીએ તો પણ કુલચા પડે નહીં…..

રસોઈની રાણી : મેઘના સચદેવ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *