લાડુ બનાવવાની પારંપારિક રીત – ખુબ જ ઓછા ઘી-તેલમાં બનતા લાડુ ખુબ જ ટેસ્ટી બને છે…

મિત્રો, અત્યારે ગણેશ મહોત્સવ ચાલે છે તો બધા વિધ્નહર્તા દેવને લાડુની અવનવી વેરાયટી બનાવીને દરરોજ ભોગ ધરાવતા હશો. તો આજે હું દેશી અને જૂની રીતથી કે જે રીતે આપણા દાદી-નાની તળ્યા વિના તેમજ ખુબ જ ઓછા ઘી-તેલમાં લાડુ બનાવતા તે રીતે લાડુ બનાવવાની રેસિપી બતાવું છું જે ખુબ જ ટેસ્ટી બને છે તેમજ જે લોકો ઘી-તેલ ઓછું ખાવાનું પસંદ કરે છે તેના માટે તો બેસ્ટ રીત છે અને વળી સાવ સરળતાથી સૌને ભાવે તેવા લાડુ બને છે તો ચાલો બતાવી દઉં લાડુ બનાવવાની પારંપારિક રીત

સામગ્રી:-

v 1 કપ ઘઉંનો કરકરો લોટ.

v 1/4 કપ બેસન.

v 1 ટે સ્પૂન રવો. (જીણો)

v 5 ટેબલ સ્પૂન ઘી

v 100 ગ્રામ ગોળ

v 1 & 1/2 કૂકિગ ઓઇલ. ( મોણ માટે )

v 2 ટેબલ સ્પૂન કોપરાનું જાડું ખમણ

v 1 & 1/2 ટેબલ સ્પૂન હૂંફાળું દૂધ

v 1 ટેબલ સ્પૂન જેટલા ખસખસ

v 1 ટેબલ સ્પૂન ખાવાનો ગુંદ

v થોડા ડ્રાયફ્રૂટ્સ

રીત:-

1) ચુરમાના લાડુ બનાવવા માટે કથરોટમાં ઘઉંનો કરકરો લોટ, બેસન અને રવો મિક્સ કરી લેવાનો છે. અહીંયા રવો સાવ બારીક લેવાનો છે, જો વધારે કરકરો હોઈ તો મિક્સરમાં ક્રશ કરી લેવો.

2) ત્યારબાદ તેમાં તેલનું મોણ આપવું. બરાબર મસળી લેવું જેથી લોટમાં તેલ બરાબર ચડી જાય.

3) હવે થોડું થોડું હુંફાળું પાણી લઇ લોટ બાંધી લુવા તૈયાર કરવાના છે. થોડા થોડા લોટમાં પાણી ઉમેરી લુવા તૈયાર કરવાના છે, એકીસાથે બધા જ લોટમાં પાણી ઉમેરવાનું નથી..

4) જે રીતે ચાપડી વાળિયે એ રીતે લુવા બનાવી વચ્ચે મોટું હોલ(કાણું) કરી લેવાનો જેથી લોટ અંદરથી કાચો ના રહે. લુવો બનાવી બોટલનું નાના ઢાંકણાથી પણ લૂવામાં હોલ પડી શકાય અથવા તો આંગળીની હોલ પડી લેવો. લુવા પાળતા બનાવવા અને વચ્ચે હોલ કરશો એટલે મેંદુવડા જેવો શેઈપ આવશે.

5) લુવા તૈયાર થઇ ગયા બાદ તેને સ્ટીમ કરવાના છે. તો સ્ટીમર કે તપેલામાં પાણી ગરમ કરી લુવાને બાફી લેવાના છે.

6) 15 થી 20 મિનિટમાં તો સરસ બફાઈ જાય છે, ચપ્પુ પોઇન્ટ કરી ચેક કરી લેવા જો ચપ્પુ સાફ આવે તો લુવા ચડી ગયા હોય અને જો લોટ ચપ્પુ પર લોટ ચિપકે તો થોડીવાર વધુ બફાવા દેવા. બફાય ગયા બાદ લુવાને થોડા ઠંડા થવા દેવા.

7) મિત્રો લાડુને ઓછા ઘીમાં લચપચતા તેમજ ટેસ્ટી બનાવવા માટે એક ટ્રીક આપું છું જે ઓપ્શનલ છે. એક વાટકીમાં 2 ટેબલ સ્પૂન કોપરાનું જાડું ખમણ લઈ તેને દોઢ ટેબલ સ્પૂન હૂંફાળા દૂધમાં પલાળીને થોડીવાર રાખી મુકવાનું જેથી કોપરું દૂધમાં સરસ પલળી જાય. આ રીતે લાડુ એકદમ પોચા તેમજ સ્વાદિષ્ટ બને છે.

8) ઠંડુ પડે સુધીમાં કડાઈમાં થોડું તેલ લઈ ગુંદર ફ્રાય કરી લેવો. જો ગુંદર પસંદ ના હોય તો સ્કિપ પણ કરી શકો છો.

9) ઠંડા પડે પછી તેને મિક્સરમાં ક્રશ કરી ચુરમુ તૈયાર કરી લેવું. ચુરમાને ચાળી લેવું જેથી તેમાં મોટી કણી ના રહી જાય.

10) હવે આ ચૂરમામાં કિસમિસ, થોડા ડ્રાયફ્રૂટ્સ તેમજ ફ્રાય કરેલ ગુંદ ઉમેરી દો. બધું જ મિક્સ કરી સાથે દળેલી ખાંડ તેમજ ઘી મિક્સ કરીને લાડુ તૈયાર કરી શકાય પરંતુ હું અહીંયા ગોળનો પાક લઈને લાડુ બનવું છું. તો આપણે ગોળનો પાક તૈયાર કરી લઈએ.

11) તે માટે 5 ટે સ્પૂન જેટલું ઘી લેવાનું છે તેમજ તેમાં 100 ગ્રામ જેટલો ગોળ નાખી સ્ટવની ફેલમ સ્લો રાખી ગોળનો પાક લેવાનો છે.ગોળનો પાક તૈયાર કરવા માટે સ્ટવની ફ્લેમ ધીમી રાખીશું. જેથી પાક વધારે ન આવી જાય જો વધુ આવી પાક વધારે આવી જાય તો લાડુ સોફ્ટ બનતા નથી.

12) ગોળ ઘીમાં પીગળી બબલ્સ થવા લાગે એટલે સ્ટવની ફ્લેમ બંધ કરી આ ગોળના પાકને ચૂરમામાં એડ કરી દેવો.

13) સાથે દૂધમાં પલાળેલ કોપરું પણ એડ કરી બધું બરાબર મિક્સ કરી લો.

14) મિશ્રણ હાથથી અડી શકાય તેટલું ઠંડુ પડે પછી મનપસંદ શેઈપ અને સાઈઝમાં લાડુ તૈયાર કરી લો. લાડુ વાળવા માટેના મોલ્ડ યુઝ કરી સરસ લૂક પણ આપી શકાય.

15) છેલ્લે આ લાડુને ખસખસથી ગાર્નિશ કરો ને ગણપતિ બાપાને ભોગ લગાવો.

તો મિત્રો, તૈયાર છે જૂની પરંપરાગત રીતથી બનાવેલ ટેસ્ટી ટેસ્ટી લાડુ તો જો હવે જયારે લાડુ બનાવો તો તમે પણ આ રીતે બનાવી જોજો, ખુબ જ સ્વાદિષ્ટ બને છે અને હા મિત્રો, એકવાર નીચે આપેલ વિડીયો જરૂરથી જોઈ લેજો જેથી લાડુ બનાવવામાં કોઈ કચાશ ના રહે.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

વિડીયો લિંક :

Join the discussion

Your email address will not be published. Required fields are marked *