લગ્નના એક મહિના પહેલા આવી રીતે રાખો તમારી સ્વસ્થ્ય સંભાળ

શરીરના પાણીનું પ્રમાણ ઓછુ થઈ જાય છે અને ઘણીવાર ડીહાઇડ્રેશન થઈ શકે છે અને લગ્ન સેરીમની વખતે ચક્કર વગેરે આ શકે છે.

વધુ પડતો સ્પાઇસી ખોરાક ન લોઃ- વધુ પડતા મસાલા, તેજાના તમને ડાયજેશનના પ્રોબ્લેમ કરી શકે છે. સ્પાઇસી ફુડથી શરીરને ગરમ કરી વધુ પડતો પરસેવો કરી શકે છે. અમુક મસાલાથી તમારા પેટમાં બળતરા થઈ શકે છે. તદ્ઉપરાંત મોઢામાંથી વાસ મારવી તેમ જ ઓડકાર આવવા વગેરે પ્રોબ્લેમ થઈ શકે છે.
દૂધ અને દૂધની બનાવટોઃ વધુ પડતાં દૂધ અને દૂધની બનાવટોવાળો ખોરાક ના લો દૂધ, દહીં,ચીઝ માવો વગેરે. માપસર લેવા. વધુ પડતાં લેવાથી પેટમાં તકલીફ થઈ શકે છે. ખાસ તો ત્યારે જ્યારે તમે ખુબ ટેન્શનમાં હોવ સ્ટ્રેસમાં હોવ.
તમારા વેડીંગ ડે માટે ખાસ કરીને હેલ્ધી ખાવાનું ખાવ. વધુ પ્રેટીનવાળુ, ઓછા ફેટવાળુ ખાવાનું તમને મદદ કરશે. એવો ખોરાક સિલેક્ટ કરો જે તમારું પેટ ભરે (ફાઇબરવાળુ) પણ વજન ના વધારે. એવા ખોરાકથી દૂર રહો જે તમારા પ્રસંગમાં તમને વધુ થાક ન લગાડે. વધુ પડતાં ખાંડવાળો ખોરાક તમને ટુંક સમય માટે એનર્જી આપતો લાગશે પણ તરત જ થાકેલા લાગશો. ખાસ તો હંમેશા વ્યવસ્થીત નાસ્તો કરીને જ દિવસની શૂઆત કરો અને વચ્ચે વચ્ચે પાણી ચોક્કસ પીતા રહો.
….
પોતાના લગ્ન વખેત આખા ફંક્શનમાં સૌથી સુંદર તૈયાર થવાનું અને સુંદર દેખાવાનું દરેક સ્ત્રીનું સ્વપ્ન હોય છે.– મોંઘા ડિઝાઈનર ડ્રેસ, ઝગમગતા દાગીના તેમજ બ્રાન્ડેડ મેકઅપ કરવાથી કોઈ સુંદર થઈ જતું નથી આ બધું તો સુંદરતામાં વધારો કરે છે. તમારો મેકઅપ સારો દેખાડવા માટે અથવા તેની ઇફેક્ટ સુંદર રીતે લાવવા માટે સુંદર ત્વચા હોવી જરૂરી છે. કોઈ પણ પ્લાસ્ટીક સર્જન અથવા સારામાં સારા બ્યુટીશીયન આ વાત સાથે સંમત થશે કે જો તમારી બેઝિક ત્વચા સારી હોય અથવા વાળ પણ સારા હોય તો તેની સુંદરતામાં વધારો સારી રીતે કરી શકાય છે.

– – વધુ પડતી ઓઇલી સ્કીનમાં ખીલ વગેરે થઈ જતા હોય છે. જે મેકઅપમાં પણ ઢંકાતા નથી. માટે લગ્ન આવતા હોય ત્યારે મહિનો ઓઇલનો વપરાશ ખાવામાં ઓછામાં ઓછો કરી નાખો. તળેલુ ખાવાનું. જંક ફુડ અને વધુ પડતા તીખા ખોરાક ખાવાનું રાખશો નહીં, લગ્નના અઠવાડિયા દરમિયાન વધુ પડતા જરૂર વગરના ચા કોફી અવોઈડ કરવા જે નોન-વેજ ખાતા હોવ તો રેડ મિટ ખાવું નહીં.
– બને તેટલાં પ્રવાહી અને પાણીનો વપરાશ બરોબર કરો. શોપીંગમાં નીકળો તો પણ પાણીની બોટલ સાથે રાખો. બહાર કાંઈ ના મળે તો નારીયેળ પાણી પીવો. પાણી સ્કીનને હાઇડ્રેટ કરે છે. તમે પાણી પાયા વગરના ઝાડપાન અને ચોમાસા દરમિયાન ઝાડપાનના કલરનો અને ફ્રેશનેસનો વિચાર કરશો તો જણાશે કે પાણીથી સ્કીનને નવું જીવન મળે છે. ઓછામાં ઓછું 10-12 ગ્લાસ પાણી પીવો. પાણી પીવાથી શરીરમાં ટોક્સિન્સ બહાર નીકળે છે અને તેના લીધે સ્મૂધ અને ગ્લોઇંગ સ્કિન મળે છે.
– લગ્નના આગલા દિવસોમાં બને તો દરરોજ દિવસમાં એકવાર કાચા, શાકભાજીનો જ્યુસ પીવો. જેમ કે દૂધી, કાકડી, ટામેટા, પાલક, આંબાહળદર, પીળી હળદર, ફુદીનો, લીંબુ, ગાજર, આમળા બીટ વગેરેને કાચા ક્રશ કરી તેનો રસ કાઢીડીને પીવો. આ રસ જ્યારે ગાળો ત્યારે તેનો જે ગાળેલો માવો નીકળે તેમાં લોટ નાખીને સ્કીન પર લગાવી શકાય છે. જે ચામડીને ઘણી ગ્લો કરશે.
– વાળને જો હાઇલાઇટ કરવાના હોય કે કલર કરેલા વાળ હોય તો અઠવાડિયા પહેલા જ કરાવી લેવા.– લગ્નના મહિના પહેલાંથી જ તમારા ખોરાકનું પુરતું ધ્યાન રાખો. ઘણીવાર બ્રાઇડ વજન ઉતારવા માટે વધુ પડતો ભૂખમરો કરતી હોય છે. અને વજન પણ ઉતારી શકાતું નથી. માટે સમયસર ઘરનું ખાવાનું ખાવું દિવસમાં ઓછામાં ઓછું એક વાટકી દાળ અથવા કઠોળ ખાવા દિવસમાં બે વખત એક ગ્લાસ દૂધનો ઉપયોગ કરવો. ફળ ખાવાથી સ્કીનનો ગ્લો વધે છે પણ વધુ પડતા ફળોના રસ ફક્ત કેલેરી વધારે છે. માટે ફળોના રસ ન લેતા ફળ લેવાનો આગ્રહ રાખો.
– લગ્નના એક મહિના પહેલાથી સ્ત્રીએ પોતાની ઉંઘનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. પુરતી ઉંઘ લેવાથી ડાર્ક સર્કલને અવોઈ કરી શકાય છે. અને ફ્રેશનેસ રહે છે. ઓછામાં ઓછી 7થી8 કલાકની ઉંઘ લેવાથી સ્કીન સારી રહેશે.
– આહાર ઉંઘ અને કસરત એ જીવનના મહત્ત્વના પાયા છે. તે go hand in hand માટે સારી ત્વચા અને સ્વાસ્થ્ય માટે થોડીક હળવી કસરત બહુ જ જરૂરી છે. અમે કસરતને નેચરલ ફેશિયલ ગણતા હોઈએ છીએ. નીયમીત કસરત કરવાથી સ્ટ્રેસમાંથી રીલીફ મળે છે અને ગમે તેટલા કામને આરામથી પહોંચી વળાતુ હોય છે. આ ઉપરાંત બ્રાઈડને રેગ્યુલર કસરત કરવાથી વજન પણ મેઇન્ટેઇન રહે છે. સમયની અનુકુળતા પ્રમાણે ધ્યાન અને યોગા પણ કરી શકાય છે.
– આમ, લગ્ન એ આજના જમાનામાં વ્યવસ્થિત પ્લાનીંગ સાથે કરવામાં આવે તો જ તે સારું પરિણામ લાવે છે. અને પ્રસંગ શોભી ઉઠે છે. તમારા લાંબા સમયનું પ્લાનીંગ અને દુરંદેશીથી તમે એક સુડોળ અને સુંદર બ્રાઇડ બની શકો છો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *