લગ્ન જેવા બ્રેડ રોલ્સ હવે ઘરે જ બનાવો…

લગ્ન જેવા બ્રેડ રોલ્સ હવે ઘરે જ બનાવો

ઘરે જ બનાવો સૌનું માનીતું સ્ટાર્ટર બ્રેડ રોલ્સ

લગ્નના ભોજનનું મુખ્ય આકર્ષણ એટલે તેના સ્ટાર્ટર્સ અને તેમાં બ્રેડ રોલ્સની તો વાત જ શું કરવી. પણ તેના માટે કંઈ કોઈનમા લગ્નની રાહ થોડી જોવાય છે. તો શા માટે ઘરે જ આ પોપ્યુલર સ્ટાર્ટર ના બનાવવું. આજની આ પોસ્ટમાં અમે લાવ્યા છીએ પર્ફેક્ટ બ્રેડ રોલ બનાવવાની તદ્દન સરળ રીત. તો ચાલો બનાવીએ ક્રીસ્પી બ્રેડ રોલ્સ.

બ્રેડ રોલ્સ બનાવવા માટેની સામગ્રી

500 ગ્રામ બટાટા

1 મીડીયમ ડુંગળી

1 ચમચો કોથમીર

2-3 લીલા મરચા

1 લીંબુ

1 ટુકડો આદુ

અરધે વાટકી વટાણા

2 ચમચી તેલ

1 ટી સ્પૂન રાઈ

બ્રેડ રોલ્સ બનાવવાની પર્ફેક્ટ રીત

સૌ પ્રથમ 5-6 સીટીએ બટાટા બાફી લેવા.

તે દરમિયાન ડુંગળી લાંબી અને પાતળી સમારી લેવી., કોથમીર સમારી લેવી.

અને સાથે સાથે આદુ મરચાની પેસ્ટ પણ તૈયાર કરી લેવી.

હવે એક પેનમાં વઘાર માટે બે ચમચી તેલ ગરમ કરવા મુકી દેવું.

તેલ આવે એટલે તેમાં રાઈ તતડાવી લેવી અને તેમાં વટાણા એડ કરી લેવા.

વટાણાને બે મેનીટ તેલમાં તતડાવી દેવાથી તે સોફ્ટ થઈ જશે.

હવે વટાણા સોફ્ટ થઈ જાય એટલે તેમાં. આદુ મરચાની પેસ્ટ્ એડ કરવી અને સાથે સાથે જીણી સમારેલી ઉભી પાતળી ડુંગળી પણ એડ કરી લેવી.

3 મીનીટ માટે ડુંગળીને આછી ગુલાબી થવા દો.

તે દરમિયાન બાફેલા બટાટાની છાલ ઉતારી તેને મેશરની મદદથી મેશ કરી લો.

હવે ડુંગળી ચડી ગયા બાદ તેમાં મેશ કરેલા બટાટા એડ કરી દેવા. અને સાથે થોડું મીઠું પણ એડ કરી લેવું. હવે બધું બરાબર હલાવી લેવું અને મીક્સ કરી લેવું. મીઠું ઓછું એડ કરવું કારણ કે બ્રેડમાં પણ મીઠું હોય છે.

હવે તેમાં 1 લીંબુનો રસ એડ કરવો. અને સાથે સાથ તમારા સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરો.

હવે બધું બરાબર હલાવી લેવું.

હવે તેમાં જીણી સમારેલી કોથમીર અને જીણા સમારેલા લીલા મરચા એડ કરી બધું મીક્સ કરી લેવું.

હવે મોટી સેન્ડવીચ બ્રેડ લેવી. તેની કીનારી કાઢી લેવી અથવા તો તૈયાર સાઇડ કટ કરેલી બ્રેડ મળે તે જ લઈ લેવી.

હવે એક પહોળી ડીશ લેવી તેમાં પાણી ઉમેરવું અને તેમાં મીઠું એડ કરી મીઠું મીક્સ કરી લેવું.

હવે જો તમારી બ્રેડની કીનારીઓ બ્રાઉન હોય તો તેને કાઢવા માટે એક ખુબ સરળ ઉપાય અહીં છે.

તમારે 2-4 સેકેન્ડ બ્રેડની કીનારીને પલાળવી અને તેની કીનારી હળવા હાથે ખેંચશો એટલે તરત જ નીકળી જશે.

હવે બ્રેડ રોલ બનાવવા માટે બ્રેડની સ્લાઇસને સહેજ પાણીમાં પલાળી તરત જ લઈ લેવી અને તેને બે હાથ વચ્ચે દબાવીને પાણી નીતારી લેવું. આમ કરવાથી બ્રેડ સોફ્ટ બની જશે.

બ્રેડની કીનારી જાડી હોવાથી તેને વધારે સમય પાણીમાં રાખવી પડે છે પણ વચ્ચેનો ભાગ પાતળો હોવાથી તેને તરજ પાણી અડાડીને દબાવીને પાણી નીતારી લેવું.

હવે આ બ્રેડમાં એક ચમચી જેટલું સ્ટફીંગ મુકવું. તેને બ્રેડની વચ્ચે મુકવું અને બ્રેડના સામસામા ખુણાને બંધ કરીને બ્રેડનો રોલ વાળવો. બ્રેડ ખુબ જ સોફ્ટ થઈ ગઈ હોવાથી તેને ખુબ જ ડેલીકેટલી હેન્ડલ કરવી.

પુરણ બધું જ કવર થઈ જાય તે રીતે બ્રેડને બરાબર બંધ કરી લેવી. તેને સીલીન્ડર શેઇપમાં બનાવવી એટલે કે મુઠીયાના શેઇપમાં બનાવવી.

તેવી જ રીતે ફરી બ્રેડ ભીની કરીને સ્ટફ કરી લેવી. અને આવી રીતે બાકીના બ્રેડ રોલ્સ તળવા માટે તૈયાર કરી લેવા.

તમે કોઈ પણ રીતે બ્રેડને સ્ટફ કરી શકો છો અને તેનો ગમે તેવો શેઇપ આપી શકો છો.

હવે તેલ ગરમ કરવા મુકી દેવું. તેલ આવે એટલે તેમાં તૈયાર કરેલા બ્રેડ રોલ્સ તળવા, વધારેમાં વધારે 2-3 બ્રેડ રોલ્સ જ એક સાથે તળવા. વધારે ન તળવા.

શરૂઆતમાં બ્રેડ રોલ્સ હલાવવા માટે ચમચાનો ઉપયોગ કરવો અને કાચા પાક્કા તળાઈ એટલે જારાનો ઉપોયગ કરવો. જેથી કરીને બ્રેડ રોલ ફાટે નહીં.

હવે બ્રેડ રોલ્સ હળવા બ્રાઉન થાય એટલે તેલમાંથી કાઢી લેવા.

તો તૈયાર છે ક્રીસ્પી બ્રેડ રોલ્સ. તેને લીલી ચટની તેમજ ટોમેટો સોસ સાથે પણ સર્વ કરી શકો છો. અને ઘરે જ બનાવેલા ટોમેટો કેચપ સાથે તો તેનો સ્વાદ ઓર વધારે નીખરી આવે છે. આ વાનગીની ખાસીયત એ છે કે તે નાના-મોટા સૌને ખુબ જ ભાવે છે. અને લગ્નના ભોજનનું મેઇન એટ્રેક્શન પણ.

ટીપ્સ

બ્રેડ રોલનું સ્ટફીંગ બનાવતી વખતે તેની ફ્લેવેરને સ્ટ્રોંગ રાખવા માટે હંમેશા બધી જ સામગ્રી ચડીયાતી રાખવી એટલે કે તેમાં તીખાશ, ખારાશ અને ખાટાશ અને મીઠાશ ચડિયાતા રાખવા જેથી કરીને બ્રેડનું લેયર એડ થતાં તેનો સ્વાદ ફીક્કો ના થઈ જાય.

સૌજન્ય : ફૂડ ગણેશા, નિધિ પટેલ (યુટ્યુબ ચેનલ)

સંપૂર્ણ વિગતવાર રેસીપી શીખો આ વિડીઓ પરથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *